________________
-
-
-
-
-
-
લાટાણું
૩૩ર :
[ ન તીર્થોને
લોટાણા - નાંદીયાથી દક્ષિણે ચાર માઈલ દૂર લટાણા છે. રસ્તે સારો અને ગાડાં જાય તે છે. લેટાણા ગામથી બે માઈલ દૂર આપણું મંદિર આવ્યું છે. ગામમાં રબારી અને રાજપુતેની વસ્તી છે. મંદિરને પૂજારી ગામમાં રહે છે. પેસતાં નાકા ઉપર જ તેનું ઘર છે. યાત્રિકે મેડું થયું હોય તે અહીંથી મંદિરની કુચી માટે પૂજારીને સાથે લઈ લે સારે છે.
પહાડની તળેટીમાં આ સુંદર પ્રાચીન મંદિર આવ્યું છે. પેસતાં પ્રથમ સુંદર ધર્મશાળાના જમણી અને ડાબી બાજુ બે મોટા મોટા ઓરડા છે. પછી પગથિયાં ચઢી ઉપર જવાય છે. ઉપર પેસતાં જ શ્રી મૂળનાયક શ્રી કષભદેવ ભગવાનની ભવ્ય અદ્દભુત મૂર્તિનાં દર્શન થાય છે.
મૂલ ગભારામાં પ્રથમ તીર્થપતિશ્રી આદિનાથ પ્રભુજીની પરિકર સહિતની અદભત મનોરમ મૂર્તિ પ્રાચીન અને પરમ સાત્વિક છે. પરિકરમાં ઈંદ્ર-ઈંદ્રાણું-કિન્નર વગેરેની અદ્દભૂત રચના તે છે જ અને નીચેના ભાગમાં સિંહ હાથી અને ધર્મચક પાસેનાં હરિણયુગલ પણ સુંદર છે. મૂળનાયકજીની મૂર્તિ અઢીથી ત્રણ હાથ મોટી અને ભવ્ય છે.
બહાર રંગમંડપમાં બે પ્રાચીન કાઉસ્સગીયાજી છે. આ બન્ને કાઉસ્સગ્ગીયા પર્ધનાથજીના છે. આમાં ખાસ તે લંગોટ પછી કાઉસ્સગીયાજીમાં છેતીની જે રેખાઓ ઉતારી છે એનું શિલ્પ તે અદ્દભૂત છે. તેમજ ધોતીની કેર પણ સુંદર છે. તેમજ શ્રાવક શ્રાવિકા કિન્નર યુગલ વગેરે પણ સુંદર છે. બન્નેમાં લેખ આ પ્રમાણે છે. જમણી બાજુના કાઉસગ્ગીયાને લેખ
"संवत् ११३७(०) ज्येष्ठ कृष्णपंचभ्यां श्रीनिवृत्तककुले श्रीमदानदेवाचार्य x मुकुर्य कारितं जिनयुग्ममुत्तमं ॥"
ડાબી બાજુ શ્રી વીર પ્રભુની પરિકર સહિતની સુંદર મૂર્તિ છે. તેના કાઉસ ગીયામાં નીચે પ્રમાણે લેખ છે.
९ संवत् ११४४ ज्येष्ठवदि ४ श्रीनिवृत्तककुले श्रीमदानदेवाचार्याय गच्छे लोटाणकचैत्ये प्राग्वाटवंसीय श्रेष्ठिआहोणे श्रेष्ठि डीतं आमदेवे तमोवा श्रीवीरवर्द्धमानस्वामी प्रतिमा कारिता ।"
મંદિરનો જીર્ણોદ્ધાર થયેલું છે. એક ઓરડીમાં સંવત ૧૮૬૯ની શ્રી રાષભદેવપ્રભુજીની ચરણપાદુકા છે. એની પ્રતિષ્ઠા શ્રી વિજયલક્ષમીસૂરિજીએ કરી છે. યાત્રિકોએ સામાન સાથે રાખીને જ આવવું સારું છે. અહીં કોઈ પણ વસ્તુ નથી.
અહીંથી પહાડ રસ્તે ચાર માઈલ દૂર દીયાણાજી તીર્થ છે. એક પહાડ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com