________________
પીંડવાડા
: ૩૨૮ :
| જૈન તીર્થના મારવાડની નાની પંચતીથી. મારવાડની નાની પંચતીથમાં નાણા, દીયાણા, નાંદીયા, બામણવાડા અને અજારી ગામો છે. યદ્યપિ મારવાડનાં ઘણું ગામોમાં પ્રાચીન ગગનચુખી ભવ્ય બાવન જિનાલયે પરમ દર્શનીય છે તથાપિ મારવાડની નાની અને મોટી પંચતીર્થીનાં સ્થાને ખાસ દર્શનીય છે. મારવાડની મેટી પંચતીથીનું વર્ણન ઉપર લખ્યું છે. હવે નાની પંચતીર્થીને ઉલેખ કરું છું.
પીંડવાડા, આ પંચતીથમાં જવા માટે પીંડવાડા મુખ્ય સ્થાન છે. અહીં શ્રાવકેની ૨૦૦ ઘરની વસ્તી છે; સુંદર બે ધર્મશાલાઓ છે અને બાવન જિનાલયનું પ્રાચીન મદિર છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી છે, અત્યારે અહીં જીર્ણોધ્ધારનું કામ ચાલે છે. વસન્તગઢના કિલામાંથી નીકળેલી કેટલીક પ્રાચીન મૂર્તિઓ અહીં છે. અહીંનું મંદિર ૧૪૬૫માં બન્યાને લેખ દિવાલમાં છે. આ સિવાય બીજી કેટલીક વાતની મૂતિઓ બારમી શતાબ્દિની છે.
વિ. સં. ૧૧૫૧ ની એક સુંદર વીશી છે. બીજી એક પ્રતિમા ઉપર ૧૧૨ “નાની વાળ વારિતા.” એક ઉપર ૧૧૪૨ થીમનાગરીકાઇ giaકુર ઈશાળ પur wાપિતા આ પ્રમાણે લેખ છે.
આ મંદિરમાં ધાતુની બે ઊભી પ્રતિમાઓ છે. એની રચના બહુ જ અદભુત અને અનુપમ છે. તેમાંયે વસ્ત્રની રચના તે કમાલ છે. ડાબા પગની ઘૂંટણીએ વસ્ત્રની જે ઘડ પાડી છે તેમાં તે હદ કરી છે. લેખ છે પણ ઘસાઈ ગયેલ છે. પ્રાચીન લીપીમાં લેખ છે. આ લેખ વિ. સં. ૭૪૪ના છે અને તે ખરેસ્ટ્રી લીપીમાં છે. *પીંડવાડાથી નાંદિયા ૩ થી ૪ કેશ થાય છે.
* નાણકીયગછ કેટલે પ્રાચીન છે તે આ ઉપરથી સમજાશે. આ પ્રદેશમાં નાણ કીવગ૭ના આચાર્યની પ્રતિષ્ઠિત મૂર્તિઓ વધુ મળે છે. નાણુકીયગછની ઉત્પત્તિ અહીં નજીકના નાણું ગામથી થયેલી છે. ગામ અત્યારે તે નાનું છે. શ્રાવકની વસ્તી, જિનમંદિર, ઉપાશ્રય આદિની સગવડ સારી છે.
* ઝાડલી–પીંડવાડા સ્ટેશનથી બે માઈલ દૂર વાયવ્યમાં આ એક પ્રાચીન ગામ છે. અહીંથી સિરોહી ૧૪ માઈલ દૂર પશ્ચિમમાં છે. અહીં એક સુંદર જિનમંદિર છે. એની ચારે બાજી દેરીઓ છે. કમાને અને થંભલાઓ ઉપર આબૂના વિમલવસહીના મંદિરની કેરણી જેવી કારણ છે. મંદિરમાં ૧૨૫૫ની સાલને સુંદર શિલાલેખ છે. એમાં લખ્યું છે કે પરમાર ધારાવર્ષની પટ્ટરાણી રંગારદેવીએ શ્રી મહાવીર પ્રભુના મંદિરની પૂજા માટે એક જમીન ભેટ આપી છે
“ શrrણાડા ગાદિદામૂરિતા હત્તા જીવાપૂજાઈ શાશ્વત છે: ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com