SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૩૨૭ : મુછાળા મહાવીર કાંટા અને કાંકરાનું જેર છે. ભેમિયા વિના આ રસ્તે જવું મુશ્કેલ છે. મંદિરની પાસે જ એક પુરાણું ધર્મશાલા છે. અહીં કેઈ રાત તે રહેતું નથી પ્રતિમાજી બહુ જ પ્રાચીન છે. કેટલાક કહે છે કે આ પ્રતિમાજી નંદીવર્ધન રાજાએ ભરાવેલી છે. મેવાડમાં જેમ શ્રી કેશરીયાજીના અધિષ્ઠાયક જાગતી ત મનાય છે અને જેન કે જેનેતર દરેક પૂજે છે–માને છે તેમ અહીંના પણ અધિષ્ઠાયક દેવ જાગતી ત છે. જૈન જૈનેતર દરેક પૂજે છે, માને છે. મૂળનાયક પ્રતિમાજી ઘણે સ્થાનેથી ખંડિત છે. બીજી મૂતિ બિરાજમાન કરવા માટે લાવ્યા હતા પરંતુ મૂલનાયકજીના જૂના બિંબ ગાદી પરથી ઉઠાવી શકાયા નહિં. આખરમાં નવીન બિંબ પાસેની દેરીમાં બિરાજમાન કર્યા. અહીંની વ્યવસ્થા ઘારાવને શ્રીસંઘ રાખે છે. કા. શ. ૧૫ ને ઘાણેરાવમાં મેળો ભરાય છે અને કા. વ. ૧ તેમજ ચેતર શુદિ ૧૩ને અહીં મેળો ભરાય છે. મૂછાળા મહાવીર કેમ કહેવાયા તે માટે એક દંતકથા છે જે આ પ્રમાણે છે. એક વાર ઉદેપુરને મહારાણે પરિજન સાથે શિકારે નિકળ્યા હતા. ફરતે ફરતે ધર્મશાળાના બહારના ઓટલા ઉપર વિશ્રામ કર્યો. રાજકર્મચારીઓ સાથે રાણાજી બેઠા હતા ત્યાં પૂજારીએ આવી તિલક માટે કેસર આપ્યું. કેસરની વાટકીમાં અચાનક બાલ નીકળે. બાલ જોઈ પૂજારીને ઠપકે આપવા એક રાજકમ. ચારીએ હસતાં હસતાં કહ્યું-પૂજારીજી, તમારા દેવને દાઢીમૂછ જણાય છે, નહિં તે કેસરમાં બાલ કયાંથી આવે? પૂજારીથી આ પરિહાસ સહન કરાયે નહિં અને નિડરતાથી કહ્યું-હા મહારાજ, મારા દેવ તે દાઢીમૂછ તે શું પણ અનેક રૂપ કરવા સમર્થ છે. રાણાજીએ આ વાકય સાંભળી હસતાં હસતાં કહ્યું-અગર જો તારી વાત સાચી હોય તે દાઢીમૂછ સહિત તારા ભગવાનનાં દર્શન કરાવ. પૂજારી કહ્યું “જો પ્રભુ દાઢીમૂછ સાથે દર્શન આપે તે જ હું અન્નજળ ગ્રહણ કરૂં” આમ કહી અઠ્ઠમ તપ કરી મંદિરમાં બેસી ગયા. ત્રીજે દિવસે અધિષ્ઠાયક દેવે કહ્યું કે “કાલે રાણાજીને દર્શન કરાવજે. પ્રભુ દાઢીમૂછ સહિત દર્શન દેશે.” પૂજારીએ ઉત્સાહમાં આવી ચોથે દિવસે મંદિરનાં દ્વાર ખેલ્યાં. રાણાજીએ પરિવાર સહિત તેનાં દર્શન કર્યા અને મૂર્તિને-પ્રભુજીના દાઢી મૂછ નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ભક્તિથી નમી પડ્યો, પરંતુ એક જણે વિચાર્યું કે-આમાં પૂજારીનું કંઈ કારસ્થાન હશે એટલે તેણે મુછનો બાલ ખેંચે, એટલે એકદમ ત્યાંથી દૂધની ધારા છૂટી. પછી પૂજારીને એ મનુષ્ય ઉપર ગુસ્સો આવ્યો ને શ્રાપ આપ્યો કે તારા કુલમાં કેઈને દાઢીમૂછ નહિં ઊગે. કહે છે કે આ શ્રાપ સાચે પડ્યો હતે. આટલા ખાતર આ મૂર્તિ મૂછાળા મહાવીર તરીકેની પ્રસિદ્ધ છે. સ્થાન બહુ જ ચમત્કારી અને પ્રભાવશાલી છે. અહીં પહેલાં ઘણી વસ્તી હતી. ઘારાવ અને આ સ્થાન બ એક જ હતું. જંગલમાં બીજા મંદિરનાં ખંડેર હજી પણ દેખાય છે. અહીંથી ત્રણ ગાઉ સાદડી છે તેને પરિચય આગળ આવ્યા છે. ત્યાંથી સીધા રાણી પણ જવાય છે. સંક્ષેપમાં મારવાડની મોટી પંચ તીથીને આ પરિચય આપ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy