________________
મુછાળા મહાવીર
: ૩૨૬ :
[ જેન તીર્થોને આ સિવાય શ્રી અજિતનાથ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, વાસુપૂત્ય, ગોડીજી પાર્શ્વનાથ સુપાર્શ્વનાથ તથા ટેકરી ઉપરનાં બે મદિરે મળી કુલ ૧૧ મંદિર છે. મંદિરે પુરાણાં અને દર્શનીય છે. ટેકરી ઉપરનાં મંદિર નાનાં છે પરંતુ બહુ જ રમણીય અને એકાન્ત સ્થાનમાં આવેલાં છે જે પરમ આહ્લાદ ઉપજાવે છે.
નાડુલાઈ નવ મંદિર, સાર શ્રી સુપાસ પ્રભુ નેમકુમાર જૂના લેખમાં આ નગરીનું નામ નહૂડુલડોગિકા,નવકુલવતી,નડડૂલાઈ વગેરે ના મળે છે તથા વલ્લભપુર એવું નામ પણ મળે છે. અહીંના કેટલાક શિલાલેખ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભા. ૨ માં પ્રકાશિત છે જેના લેખ જોતાં અહીંની પ્રાચીનતાને ખ્યાલ આવશે. અહીં શ્રાવકની વસ્તી પણ સારી સંખ્યામાં છે. વિશાલ ધર્મશાલા છે.
સાદડી. અહીં ૯૦૦ ઘર જૈનોનાં છે. પાંચ સુંદર જિનમંદિર છે. એમાં સૌથી મોટું શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનું ભવ્ય વિશાલ મંદિર છે. ન્યાતિને મોટો છે. એમાં આયંબિલ ખાતું સારું ચાલે છે. આત્માનંદ જૈન સ્કુલ, આત્માનંદ જૈન પુસ્તકાલય, કન્યાશાળા વગેરે ચાલે છે. ચાર પાંચ ઉપાશ્રય છે. આણંદજી કલ્યાણજીની પેઢી જે રાણકપુર તીર્થ સંભાળે છે તેની ઓફિસ સાદરીમાં છે. સાદરીનાં મંદિરની વ્યવસ્થા પણ પેઢી જ સંભાળે છે.
ઘાણેરાવ, નાડલાઈથી ઘારાવ લગભગ ૩ કેશ દૂર છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનું વિશાલ મંદિર છે. કુલ દશ મંદિરે છે જે પરમ દર્શનીય છે. શ્રાવકની વસ્તી સારી છે. વિશાલ ધર્મશાલા છે. દશ મંદિરે આ પ્રમાણે છે. કુંથુનાથજી, જીરાવલા પાર્શ્વનાથજી, ગોડી પાર્શ્વનાથજી, શાન્તિનાથજી, આદિનાથજી, ઋષભદેવજી, અભિનન્દનપ્રભુ, ચિન્તામણી પાર્શ્વનાથજી, પાર્શ્વનાથજી અને શ્રી ધર્મનાથ. આમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીનું મંદિર શક સંવત્ ૧૬૮૦ માં બન્યું છે અને પ્રતિષ્ઠાપક શ્રી જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજીની પરંપરાના આચાર્યશ્રી વિજયદયાસૂરિના પટ્ટધર શ્રી વિજયધર્મસૂરિજી છે.
મુછાળા મહાવીર, ઘણેરાવથી ના ગાઉ દૂર જંગલમાં શ્રી મુછાળા મહાવીરનું સુંદર મંદિર છે. વીશ જિનાલયનું આ મંદિરમાં ભમતી અને રંગમંડપમાં મલી ૫૪ જિનમૂતિઓ છે. બે હજાર વર્ષ પહેલાનું આ પવિત્ર તીર્થસ્થાન છે. યદ્યપિ પ્રાચીન લેખો રહા નથી છતાંયે મૂર્તિની પ્રાચીનતા, ભવ્યતા અને ચમત્કારિતા આજ પણ પ્રત્યક્ષ અનુભવાય છે. શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ રા હાથ ઊંચી સફેદ પ્રતિમા છે. સુંદર પરિકર સહિત છે, ઘારાવથી બહાર નીકળતાં જ જંગલ આવે છે. રસ્તે પણ વિકટ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com