________________
નાડુલાઇ
: ૩૨૪ :
[ જૈન તીર્થોને શ્રી આદિનાથ ભગવાન મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હશે, પરંતુ પાછળથી તેમાં પણ પરિવર્તન થયું છે અને હાલની શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ પાછળથી બિરાજમાન કરી હશે એમ જણાય છે. આ આદિનાથના મંદિરની પાસે જ બ્રાહ્યાનું તપેશ્વર મહાદેવનું મંદિર છે. આ બન્ને મંદિરોને દંતકથામાં પરસ્પર સંબંધ છે. સંક્ષેપમાં કથા આ પ્રમાણે છે. “એક વખતે એક જેનયતિ અને શેવ ગોસાંઈની વચ્ચે મંત્રપ્રયોગની કુશલતા વિષે વાદ થયે. તેઓએ પોતાની મંત્રશક્તિ દેખાડવા માટે, દક્ષિણ મારવાડના મલાણીના ખેડમાંથી બન્ને જણાએ પિતપતાના મતનાં આ મંદિર; મંત્રબળથી આકાશમાં ઉડાડ્યા અને એવી પ્રતિજ્ઞા કરી કે-સૂર્યોદય પહેલાં નાડલાઈ પહોંચીને તેની ટેકરી ઉપર, જે પ્રથમ પિતાનું મંદિર સ્થાપન કરશે તેની જીત થયેલી ગણાશે. બન્ને જણાએ ત્યાંથી એક સાથે મદિર ઉડાડયાં પરંતુ શિવગોસાઈ જનયતિની આગળ નીકળે અને નાડલાઈની ટેકરી પાસે આવી ઉપર ચઢવા જતું હતું તેટલામાં જૈન યતિએ મંત્રવિદ્યાથી કુકડાનો અવાજ કર્યો. તેથી ગોંસાઈ વિચારમાં પડશે અને સૂર્યોદય થયે કે શું તે જેવા મંડે એટલામાં જૈનયતિનું મંદિર તેની બરાબર આવી પહોંચ્યું અને સૂર્યોદય થઈ જવાને લીધે બંને જણાએ ટેકરીની નીચે જ પિતપિતાનાં મંદિર સ્થાપન કર્યા. આ દંતકથાને લગતી એક કડી પણ ત્યાંના લેકે વારંવાર બેલ્યા કરે છે.
संवत दशहातरा वदिया चौरासी वाद
खेडनगरथी लावीया नाडलाइ प्रासाद આ દંતકથામાં જણાવેલ જેનયતિ સંબંધી હકીકત ખંડેર ગચ્છના શ્રીયશે. ભદ્રસૂરિજીને ઉદ્દેશીને છે. સેહમકુલરત્નપટ્ટાવલીના લેખકે પણ આ હકીકતનું સૂચન કર્યું છે, પરંતુ તેમણે આપેલી કડીના ઉત્તરાર્ધમાં ફરક છે “વલ્લભીપુરથી આણિયે ઝાષભદેવ પ્રાસાદ” યદ્યપિ કવિવર લાવણ્યસમયે આ હકીકત નથી આપી છતાંયે તેમના વખતે એટલું તે જાહેર હતું જ કે શ્રીયશોભદ્રસૂરિજી આ મંદિર મંત્રશક્તિથી બીજે ઠેકાણેથી ઉપાડી લાવ્યા હતા. ત્યાંના ૧૫૯૭ ના લેખમાં પણ સ્પષ્ટ જણાવ્યું છે કે-સં, ૬૪ માં આ મંદિર શ્રીયશોભદ્રસૂરિજી મંત્રબલથી અહીં લાવ્યા હતા. શ્રી આદિનાથજીના મંદિરમાંથી સં. ૧૧૮૬ માઘ સુદી ૫ ને લેખ મળે છે; તેમજ સં. ૧૨૦૦ નો લેખ છે; બીજે ૧૨૦૨ ને લેખ મળેલ છે મૂલનાયક શ્રી આદિનાથજી ભગવાન ઉપર સં. ૧૬૭૪૪ ને માઘ વદિ ૧
* આ દંતક્યા લાંબી હોવાથી હું નથી આપતા. વિશેષ જાણવા ઇચ્છનારે શ્રી વિજયધર્મસૂરિ સંપાદિત ન રાસ સંગ્રહ ભા. ૩ તથા “જૈન” પત્રને રૌઢાંક વગેરે જોવાં
૪ શત્રજ્યની ટેકરી ઉપરના આદિનાથજીની મૂર્તિ ઉપર સં. ૧૬૮૬ ને લેખ છે, જેમાં જણાવ્યું છે કે ૧૬૮૬ માં શ્રી વિજયદેવસૂરિજી અને તેમના પટ્ટધર શ્રી વિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com