________________
ઈતિહાસ ]
: ૩૨૩ :
નાડલ-નાડુલાઇ
નાડેલ, વરકાણાથી ત્રણ ગાઉ દૂર નાડેલ તીર્થ છે. અહીં સુંદર પ્રાચીન ચાર ભવ્ય જિનમંદિરે છે. તેમાં શ્રી પદ્મપ્રભુનું મંદિર ઘણું જ પ્રાચીન છે. પ્રતિમાજી સંપ્રતિરાજાના સમયનાં પ્રાચીન છે. આ મંદિરની પાસે જ બીજા બે મંદિર છે જેને આ મોટા મંદિરમાં જ સમાવેશ થાય છે. આ સિવાય શ્રી શાંતિનાથજી, નેમનાથજી અને શ્રી પાર્શ્વનાથજીનાં આમ કુલ ચાર ( ઉપરનાં બે જુદાં ગણતાં છ ). મોટા મંદિરમાં ભમતીમાં એક દેરીમાં ચેતરા ઉપર કટીના પથ્થરમાં બનાવેલ ચામુખનું અખંડ દેરાસર છે, તેમાં કેતરકામ બહુ જ સરસ છે. અંદરની ચારે પ્રતિમાઓ કેઈ લઈ ગયું એમ કહેવાય છે. મંદિરમાં એક બહુ જ ઊંડું ભંયરું હતું. આ ભેંય નાડેલથી નાડુલાઈ સુધીનું હતું. સુપ્રસિદ્ધ મહાપ્રભાવિક શ્રી માનદેવસૂરિજીએ લઘુશાંતિ તેત્રની રચના અહીં જ કરી હતી. પદ્મપ્રભુજીના મંદિરના જીર્ણોદ્ધારની જરૂર છે. વિશાલ ધર્મશાલા છે. યાત્રિકોને બધી સગવડ મળે છે. તીર્થ વહીવટ ગામને શ્રી સંઘ કરે છે. ગામમાં ૨૫૦ ઘર જૈનેનાં છે. ત્રણ ઉપાશ્રય છે, બે ધર્મશાળાઓ છે, પિશાલ છે.
નાડુલાઈ. નાડોલથી નાડુલાઈ તીર્થ ત્રણ ગાઉ દૂર છે. અહીં નાનાંમોટાં મળી કુલ ૧૧ મંદિરે છે. આ શહેર બહુ જ પ્રાચીન છે. તેનું પુરાણું નામ નારદપુરી છે. બે મંદિર ગામ બહાર છે અને ૯ મંદિર ગામમાં છે. ગામ બહારનાં અને મંદિરે બે ટેકરીઓ ઉપર છે. આ ટેકરીઓને લેકે શત્રુંજય અને ગિરનારના નામથી સંબોધે છે. ચમત્કારી આદિનાથ મંદિર
ગામના દરવાજાની બહાર નજીકમાં જ એક આદિનાથ ભગવાનનું મોટું પ્રાચીન મંદિર આવેલું છે. મંદિરમાં રહેલા જુદા જુદા છ સાત શિલાલેખ ઉપરથી જણાય છે કે આ મંદિર બારમા સૈકાથી પણ પ્રાચીન હશે. અહીંના એક શિલાલેખ પરથી સમજાય છે કે અહીં પ્રથમ મહાવીર ચૈત્ય હશે. પાછળથી
* આ પદ્મપ્રભુજીના મંદિરમાં ગૂઢમંડપમાં નેમિનાથ અને શાંતિનાથની કાર્યોત્સર્ગસ્થ બે પ્રતિમાઓ છે તેના ઉપર સં. ૧૨૧૫ વૈશાખ શુદિ-૧૦ ભમવાર; વીસાવાડાના મહાવીર દેવના ચિત્યમાં બહદ્દગચ્છાચાર્ય મુનિચંદ્રસૂરિ પ્રશિષ્ય દેવસૂરિના શિષ્ય પગણિના હાથે પ્રતિષ્ઠા થયેલી છે. આ પ્રતિમાઓ પાછળથી નાડોલમાં લાવીને બિરાજમાન કરી છે એમ લાગે છે. આ સિવાય શ્રી પદ્મપ્રભુજીની મૂર્તિને લેખ પણ મળે છે તેમાં સં. ૧૬૮૬ પ્રથમ આષાઢ વદિ ૫ ને શુક્રવારે તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસૂરીશ્વરપ્રશિષ્ય; સમ્રાટુ જહાંગીરપ્રદત મહાતપાબિરુદધારક શ્રી વિજયદેવસૂરીશ્વરજીએ નાહુલ નગરમાં રાજવિહારમંદિરમાં પદ્મપ્રભુ બિબની સ્થાપના કરી. આ જ મંદિરમાં બીજો એક લેખ સં. ૧૪૮૫ ને છે અને પ્રતિષ્ઠાપક શ્રી સમસુંદરસૂરિજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com