SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ વરકાણા : ૩૨ : | જૈન તીર્થોને એક પ્રાચીન ભોંયરું છે, જેમાં પ્રાચીન પ્રતિમાઓ છે. મંદિરમાં જીર્ણોદ્ધારની જલ્દી જરૂર છે. મંદિર ઘણું જ પ્રાચીન છે. કેરણું મૂલ મંદિર કરતાંયે બહુ જ સરસ અને બારીક છે. ખંભાઓમાં અને મંદિરના બહારની ભાગમાં પુતળીઓની ગોઠવણ, અંગમરોડ, હાવભાવ, ભારતની પ્રાચીન નૃત્યકળાને આબેહુબ ચિતાર ખડે થાય છે. કેટલાંક પુતળાં મર્યાદાનું ઉલ્લંઘન કરે તેવાં છે જે જોતાં આશ્ચર્ય થાય છે. ૨. નેમનાથજીનું મંદિર પણું બહુ જ સુંદર છે. યદ્યપિ કારીગરી ઓછી છે પરંતુ મંદિર મજબૂત અને દર્શનીય છે. અહીં પણ એક ભેંયરું છે. રાણકપુરમાં આસો શુ. ૧૩ અને ફાગણ વદિ ૧૦ (હિન્દી ચૈત્ર વદ ૧૦ ના મોટા મેળા ભરાય છે. ફા. ૧, ૧૦ ધ્વજાદંડ ચઢે છે. ધનાશાહના વંશજો કે જેઓ ઘાણેરાવમાં રહે છે તેઓ ચઢાવે છે. હજારે યાત્રી મેળા ઉપર આવે છે. રાણકપુરમાં પ્રાચીન સમયમાં ૩૦૦૦ હજાર શ્રાવકેનાં ઘર હતાં આજ તે ભયંકર જંગલ અને પહાડી છે. તીર્થની વ્યવસ્થા શેઠ આ. ક. પેઢી તરફથી ચાલે છે. તેની ઓફીસ સાદડીમાં છે. રાણકપુરમાં આલેશન સુંદર ધર્મશાલા છે. યાત્રિકોએ સામાન લઈને આવવું ઠીક છે. ખાસ રહેવા જેવું સ્થાન છે. અહીં એક સૂર્ય મંદિર છે. અહીંથી મેવાડને પગ રસ્તો સીધે છે, કેશરીયાજી જવાય છે. દરેક યાત્રી આ તીર્થને લાભ જરૂર થે. વરકાણા. રાણી સ્ટેશનથી ત્રણ માઈલ દૂર વરકાણાજી તીર્થ છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. “અંતરીક વકાણે પાસ આ સકલતીર્થ સ્તોત્રમાં દરેક જૈન પ્રાતઃકાલમાં યાદ કરતાં બેલે છે અને તેમાં વરકા તીર્થમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને ભક્તિથી નમે છે. રંગમંડપ અને નવચૌકીકા એક ખંભા ઉપર વિ. સં. ૧૨૧૧ ને લેખ છે. મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી બહુ જ ભવ્ય અને પ્રાચીન છે. મહારાજા સંપ્રતિના સમયની છે. તેનું પરિકર કે જે પીત્તલનું છે, પાછળથી સં ૧૭૦૭ માં બનેલું છે. મંદિરમાં લગભગ ર૦૦ જિનભૂતિઓ હશે. મંદિરના દરવાજામાં પેસતાં જ ડાબા હાથ તરફના હાથીની પાસે એક શિલાલેખ છે તે સં. ૧૬૯૬ને છે. તેમાં લખ્યું છે કે પિષ વદ ૮ મે, શુક્રવારે મેવાડના અધિપતિ મહારાણા જગતસિંહજીએ તપાગચ્છાચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના સદુપદેશથી વરાણુ તીર્થમાં પિષવદ ૮-૯-૧૦-૧૧ ના ભરાતા મેળાના દિવસોમાં યાત્રીઓનું મહેસુલ માફ કર્યાને ઉલલેખ છે. વરાણાજીમાં જેનેની વસ્તી નથી; ગામ નાનું છે. ગોલવાડ પ્રાંતની પંચાયતીનું મુખ્ય સ્થાન છે. અહીં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના ઉપદેશથી વરકાણા પાશ્વનાથ જૈન વિદ્યાલય ગુરુકુલ ચાલે છે. આ સંસ્થા મારવાડમાં કેલવણ પ્રચાર માટે પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy