________________
ઈતિહાસ ] : ૩ર૧ :
રાણકપુરજી સેવંજે એ સિરિ ગિરનારે, રાણિગપુર શ્રીધરણ વિહારે વધ્યાચલ અધિકું ફલ લી જઈ સફલ જન્મ થી ચઉમુખ કિજઈ દેવછંદ તિહાં અવધારી, શાશ્વત જિનવર જાણે ચારિ વિહરમાણુ બીઈ અવતારી, ચઉવીસ જિણવર મૂરતિ સારી તિહિ જિબિંબ બાવન નિહાલું, સયલ બિંબ બહત્ત જીણલું ફિરતી બિંબ નવિ જાણુઉં પાર, તીરથ નંદિસર અવતાર વિવિધ રૂપ પૂતલીય અપાર, કેરણીયે અરબુદ અવતાર તેરણ થંભ પાર નવિ જાણું, એક જીભ કિમ કહીય વખાણુ
A (જૈન પત્રને રીપક, પૃ. ૧૫૯) રાણકપુરમાં કુલ સાત મંદિર હેવાનું કવિ મેહ જણાવે છે – બનગર રાણપુરિ સાત પ્રાસાદ એક એકસિઉં માંડઈ વાદ.”
અન્યત્ર પાંચ મંદિર હવાને પણ ઉલ્લેખ છે કિન્તુ અત્યારે તે ઉપરના ઐક્યદીપક મંદિર સિવાય બીજાં બે મંદિરે છે. એક શ્રી પાશ્વનાથજીનું અને બીજુ શ્રી નેમિનાથજીનું છે. ધન્નાશાહના આ મહાન અને ભવ્ય મંદિરને શેઠ આ.ક.ની પેઢી તરફથી લાખ રૂપિયાના ખર્ચે સુંદર છોધ્ધાર થયે છે. જીર્ણોદ્ધાર પછી એની રોનક ઔર વધી ગઈ છે. અત્યારે આ મંદિરમાં સાત ભોંયરા છે, જેમાં પ્રતિમાઓ છે.
૧. ધર્મશાલાની સામે શ્રી પાર્શ્વનાથજીનું મંદિર છે. મંદિરમાં કારીગરી સુંદર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી બહુ જ ભવ્ય અને મને હર છે. અહીં શિખરને ૫, સહસ્ત્રટપટ, સહસ્ત્રફણા પાર્શ્વનાથ પટ, નંદીશ્વરપટ, ચોમુખ ડોટા, આચાર્ય, મૂર્તિ, ધરાશાહ અને તેમનાં પત્નીની પથરની સુંદર મૂર્તિઓ છે. આ મંદિરની નીચે ૮૪ બેયના હેવાનું કહેવાય છે. અત્યારે સાત ભોંયરાં છે તેમાંથી ચાર ભોયરાં અવારનવાર ઉઘડે છે. તેને ઉઘરાવનાર ગૃહસ્થ પાસે રૂા. ૫૧) નકરે લેવાય છે. આ મંદિરની દેરીઓ ઉપર શિલાલેખો વિદામાને છે, જે ૧૫૩૫ થી ૧૫૫૬ સુધીના છે.
* શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની ૧ હાથ મોટી સ્યામવર્ણી સુંદર મૂર્તિ છે. આનું પરિકર પણ સુંદર છે, અને એક તેર છે જેમાં નાની નાની તેવીસ મૂર્તિ ઓ ખેદેલી છે. આ મંદિરમાં નાની મોટી ૨૮ મૂર્તિઓ છે. આની પ્રતિષ્ઠા ૧૪૪૪ માં થયેલી છે. આ મંદિર પૂર્ણિમાના શ્રાવકેએ પ્રતિષ્ઠિત કરેલ છે.
આનાથી થોડે દૂર ત્રીજું મંદિર છે જેમાં મૂલનાયક શ્રી નેમિનાથજીની ૧ હાથ મોટી મૂર્તિ છે. આ મંદિરમાં ખરતરગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠા કરાવેલી છે. પંદરમી સદીનું આ મંદિર છે. આને સલાવનું મંદિર પણ કહે છે.
આ મંદિરથી ૪ ફર્લોગ દૂર એક દેવીનું મંદિર છે. શ્રી ચકેશ્વરી દેવીનું મંદિર છે. આના જીર્ણોદ્ધારની જરૂર છે. નજીકમાં જ મોટી નદી વહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com