SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૩૧૯ : રાણકપુરજી એનાં શિખર બહુ જ ભવ્ય દેખાય છે. મુખજીમાં મૂલનાયકજીની મૂર્તિ પર સં. ૧૫૧૧ને લેખ છે. નલિની ગુમ વિમાનને પરિચય કરાવતું આ અદ્દભુત મંદિર પૂર્ણરૂપે અહીંથી દેખાય છે. મંદિરને આવે નમૂને બીજે ક્યાંય દેખાતું નથી. સુંદર સંપૂર્ણ કલામય આ મંદિર દર્શકના મનને એટલું આકર્ષે છે કે અહીંથી ખસવાનું મન જ નથી થતું. - પ્રદક્ષિણામાં ૮૪ જિનાલય છે. આ સિવાય સમેતશિખર, મેરુપર્વત, અષ્ટાપદ, નંદીશ્વરદ્વીપ આદિના સુંદર આકારની રચના છે. પટ બનાવેલા છે. દેરીઓમાં કેટલીક તે રાજા સંપ્રતિના સમયની મૂર્તિઓ છે. જ્યારે કેટલીક સલમી અને સત્તરમી શતાબ્દિની મૂતિઓ છે. મૂળનાયક ભગવાનની જમણી તરફ રાયણવૃક્ષ નીચે શ્રી આદિનાથ ભગવાનની પાદુકા છે. તેમજ સહસ્ત્રકૂટ તથા સહસ્ત્રફણા પાર્શ્વનાથના ચિત્રની કુશળતા પરમ દર્શનીય છે. મૂલ મંદિરમાં પ્રભુજીનાં નિરંતર દર્શન થઈ શકે તેવી રીતે પ્રભુજીની સામેના ખંભા ઉપર શેઠ ધરણા શાહની અને શિલ્પી પાકની ઊભી કૃતિઓ છે, બીજા ખંભાઓમાં પણ ધરણશાહ* અને રત્નાશાહની મૂતિઓ છે. દંતકથામાં કહેવાય * ધરણાશાહે આ લેક્યદીપિકા મંદિર બંધાવ્યું છે. આ સિવાય તેનાં સત્કાર્યોની નેધ તેના શિલાલેખમાં મળે છે જે આ પ્રમાણે છે અજારી, પીંડવાડા, સાલેર આદિ સ્થલેએ નવાં અનેક દેવાલય બંધાવ્યા; ઘણે ઠેકાણે જીર્ણોદ્ધાર કરાવ્યા. રાણકપુરમાં જ ૮૪ સ્થંભોની વિશાળ પૌષધશાળા બંધાવી અને ૧૪૮૪ના ભયંકર અકાલસમયે જગડુશાની માફક દાનશાલા ખેલી અને વાવ, તળાવ વગેરે લકોપયોગી સાધના કરાવી જીવન અમર બનાવ્યું છે. આ સિવાય એક બીજો શિલાલેખ ૧૬૫૧ ને છે, જે આ પ્રમાણે છે " संवत् १६५१ वर्षे वैशाख शुदि १३ दिने पातसाहि श्री अकबर प्रदत्त जगद्गुरुविरुदधारक परमगुरू तपागच्छाधिराज भट्टारक श्री ६ हीरविजयसूरीणामुपदेशेन श्रीराणपुरनगरे, चतुर्मुख श्रीधरणविहारे श्रीमदहमदावाहनगरनिकटवर्युसमानपूरवास्तव्यप्राग्वट ज्ञातीय सा. रायमलभार्या वजूभार्या सुरुपदे तत्पुत्र सा. खेता सा. नायकाभ्यां भावरथादि कुटुम्बयुताभ्यां पूर्वदिक्प्रतोल्यां मेधनादाभिधो भंडपः कारितः स्वश्रेयोर्थे सूत्रधार समल मांडप शिवदत्त विरचितः પ્રથમ ખંડમાં ચેમુખજી પર લેખ છે તે આ પ્રમાણે છે “. ૧૪૧૮ . . ૬ ધાણાને પ્રાગ સં. રાણાકિયુસેન જીયુગાવિયઃ का. प्र. तपागच्छनायक श्रीसोमसुंदरसरिमिः" પ્રથમ ખંડમાં ઉત્તર તરફ આ પ્રમાણે લેખ છે "सं. १६७९ वर्षे वैशाख सुदि ११ वार बुधे मेदपाटराजाधिपतिराणा श्रीकविह विजयराज्ये तत्समधे तपागच्छाधिपति भारक श्रीविजयदेवरि उपदेशेन पं. केला पं. जयवि. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy