________________
:
-
ઈતિહાસ ]
: ૩૧૭ :
રાણકપુર
જંગલને અને પહાડી છે. અરવલ્લીના પહાડની પશ્ચિમ બાજુની ખીણમાં. ઉજડ અને બીહામણા જંગલની વચમાં પરમ એકાન્ત અને શાન્તિના સ્થાનમાં આ તીર્થસ્થાન આવ્યું છે.
રાણકપુરજી વિ. સં. તેરમી, ચૌદમી, પંદરમી અને સલમી શતાબ્દિમાં રાણકપુર ઘણું જ ઉન્નત અને મહાન નગર હતું. મેવાડના મહારાણુ કુંભા રાણુના સમયમાં વિ. સં. ૧૪૩૪માં આ તીર્થના બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી. રાણકપુર આ વખતે મેવાડ રાજ્યમાં જ હતું. અત્યારે તે મારવાડ અને મેવાડની સબ્ધિ ઉપર આવ્યું છે. મંદિરને પૂર્વ ઈતિહાસ
આ મંદિર બંધાવનાર શેઠ ધનાશા અને રતનાશા બે ભાઈઓ હતા. તેઓ જ્ઞાતિએ પિરવાલ, વેતાંબર જૈન અને શિરોહી સ્ટેટના નાંદિયા ગામના રહેવાસી હતા. ભારતમાં ઈસ્લામી સામ્રાજ્ય સ્થપાઈ ચૂકયું હતું. એક બાદશાહને યુવરાજ પુત્ર પિતાથી રીસાઈ રાજ્ય છોડી ચાલ્યો જતે હતે. શિરોહી સ્ટેટમાં થઈને જતાં વચમાં નાંદીયા આવ્યું. ઉપર્યુક્ત બન્ને શેઠીયાઓએ રાજકુમારને ખૂબ સત્કાર કર્યો. અહીં આવવાનું કારણ જાણી પ્રેમથી સમજાવી પિતા પાસે જવા સમજાવ્યું. રાજપુત્ર પિતાની સેવામાં ગયા. ત્યાં જઈ બધી વાત કરી. બાદશાહે પોતાના પુત્રને સમજાવનાર આ બન્ને ભાઈઓને પોતાને ત્યાં બોલાવી બહુ જ સત્કાર-સન્માન આપ્યાં અને પોતાની પાસે જ રાખ્યા. પરંતુ રાજ્યના કાવાદાવાથી અનભિજ્ઞ બને ભાઈઓ કાચા કાનના સૂબા(બાદશાહ)ના ક્રોધના ભંગ બની દંડ આપી જીવન બચાવી જન્મભૂમિમાં આવ્યા. દરિદ્ધાવસ્થાને કારણે નાંદીયા ન જતાં વ્યાપારના મુખ્ય કેન્દ્ર રાણકપુરમાં આવી વસ્યા. ભાગ્ય અજમાવ્યું અને મુખ્ય પ્રતાપે લક્ષમીદેવી પ્રસન્ન થયાં. એક રાત્રે શેઠજીને નલિનાગુલમ વિમાનનું સ્વપ્ન આવ્યું. શેઠજીએ આવું મંદિર બંધાવવાની પ્રતિજ્ઞા કરી. અનેક મિસ્ત્રી-કુશલ શિલ્પીઓએ મંદિરના પ્લાન બનાવ્યા કિન્ત શેઠજીને પસંદ ન આવ્યા. આખરે દેપા-દીપા-(પાક) નામના કારીગરે દેવીની સહાયથી શેઠજીની ઈચ્છાનુસાર મંદિરને આકાર બના. શેઠજીએ કુંભ રાણા પાસે મંદિરને ચગ્ય જમીન માંગી અને ૧૪૩૪માં મંદિરને પાયે નંખાયે. પાયામાં કેટલાયે મણ કેસર, કસ્તુરી અને સાત જાતની ઉત્તમ ધાતુઓ નાંખી પિતાની ઉદારતા બતાવી કામ ચાલુ કરાવ્યું. સેંકડો કારીગરો કામે લાગ્યા. બાસઠ બાસઠ વર્ષને એકધારા પ્રયત્ન પછી ચાર માળનું મંદિર તૈયાર થયું. શેઠ જીની ઈચ્છા સાત માળનું ગગનચુમ્બી મંદિર બનાવવાની હતી પરંતુ ઘણે સમય થઈ જવાથી અને પિતાનું આયુષ્ય અલ્પ જાણ પ્રતિષ્ઠાને પિતાના હાથથી લાભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com