________________
સાચોર
: ૩૧૬ : : [ જૈન તીર્થોને ૧ જીવિતસ્વામીનું મંદિર જેમાં મૂલનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે.
આ મન્દિર વિશાળ, ભવ્ય અને મનહર છે. ૨ તપગચ્છનું મંદિર જેમાં મૂળનાયક શ્રી મહાવીર ભગવાન છે. ૩ ખરતરગચ્છનું મંદિર જેમાં મૂળનાયક શ્રી ધર્મનાથજી છે. ૪ ચૌદસીયાગચ્છનું મંદિર જેમાં મૂલનાયક શ્રી શીતલનાથજી છે.
૫ ગામ બહાર શ્રી ગોડીજી પાર્શ્વનાથજીનું મંદિર જે બાવન જિનાલયનું ભવ્ય અને વિશાલ મંદિર છે.
શ્રાવકેનાં ઘર ૫૦૦ છે. જેઓ આ બધાં મંદિરની જોઈએ તેવી વ્યવસ્થા રાખી શકતા નથી.
સાચોરાભીલડીયાજી તીર્થથી ૪૦ માઈલ, ધાનેરાથી ૨૪ માઇલ અને ડીસાથી ૫૫ માઈલ દૂર છે. અહીં પોસ્ટ ઓફિસ છે તેમજ રેલવે લાઈનમાં, જોધપુર રેલ્વેમાં સમદડી જંકશનથી દક્ષિણમાં જાલેર, ભિન્નમાલ, સાચોર તરફ રેલ્વે લાઈન જાય છે. જોધપુર રેલવેના રાણીવાડા સ્ટેશનથી ૩૦ માઈલ દૂર સાચોર છે, અહીં રોજ સવારમાં મોટર આવે છે. રાણીવાડાથી મોટર ભાડાના લગભગ દોઢ બે રૂપિયા હશે. અત્યારે જોધપુર સ્ટેટના તાબામાં હોવાથી આ તીર્થને રાજપુતાના વિભાગમાં લીધું છે.
તીર્થ ખાસ દર્શન કરવા લાયક છે.
તા. ક. સાચારમાં વિ સં. ૧૨૨૫ વર્ષે વિશાખ વદિ તેરશે સત્યપુર મહાવીર ચેત્યમાં ભંડારી દેવા વગેરેએ પિતાના કલ્યાણ માટે ચતુષ્કિકા કરાવ્યાને લેખ છે.(બા. પુ. નહારછ સં. શિલાલેખ સં. પ્રથમ ખંડ, પૃ. ૨૪૮ માં લેખ છે.)
મારવાડની મોટી પંચતીથી. મારવાડની મોટી પંચતીથમાં રાણકપુરજી મુખ્ય તીર્થસ્થાન છે. યાત્રાળુઓને રાણકપુર આવવા માટે B. B. & C. I. R'y. ના રાણી સ્ટેશન અથવા તે ફાલના સ્ટેશને ઉતરવું પડે છે. રાણીથી સાત ગાઉ અને ફાલના સ્ટેશનથી પાંચ ગાઉ દૂર સાદડી શહેર છે. અત્યારે તે ફાલનાથી મોટર મળે છે તે સાદડી થઈ રાણકપુર લઈ જાય છે. ફાલના અને રાણી સ્ટેશન સામે જૈન ધર્મશાળા છે. રાણીગામ સ્ટેશનથી થોડે દૂર છે ત્યાં વેતાંબર જૈનમંદિર, ધર્મશાલા ઈત્યાદિ છે. સાદડીમાં ચાર જિનમંદિર છે. રાણકપુર તીર્થની પેઢી, ધર્મશાલા વગેરે છે. શ્રાવકોની વસ્તી ૧૦૦૦ હજાર ઘરની છે. શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીનું વીશ જિનાલયનું મુખ્ય મંદિર છે. સંપ્રતિ રાજાના સમયની પ્રાચીન મૂતિ છે. આ મંદિર બારમી સદીમાં બન્યાનું કહેવાય છે. સાદડીથી ૩ થી ૪ ગાઉ દૂર રાણકપુરજી તીર્થ છે. રસ્તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com