________________
ઇતિહાસ ]
: ૩૧૫ :
સાચાર
ત્યાર પછી ઘણા સમય વિત્યા પછી માલવદેશના રાજા ગુજરાત દેશને ભાંગીને સત્યપુરની હદમાં પહોંચ્યા, પરન્તુ બ્રહ્મશાંતિ યક્ષરાજે ઘણું સૈન્ય નિકુી તેના સૈન્યને ભાંગ્યું. તેના આવાસેામાં વને અગ્નિ ઉત્પન્ન થયે, આગ લાગવા માંડી. આ ચમત્કાર જોઇ માલવપતિ ધનમાલ મૂકી જીવ લઈને કાગડાની જેમ નાઠો.
વિક્રમના તેરમા શતકમાં કનેાજના રાજાએ સત્યપુરમાં શ્રી વીર ભગવાનનુ પ્રતિમાયુકત દેવદારનું જિનમદિર ખંધાવ્યું હતું.
વિ. સં. ૧૭૪૮ કારનું માટુ. સૈન્ય દેશને ભાંગતુ ભાંગતુ ત્યાં આવ્યુ, તેથી ગામ અને શહેરોના લેાકે ભાગવા માંડ્યા; તેમજ મદિરના દરવાજા બંધ થવા માંડ્યા. અનુક્રમે એ સૈન્ય સત્યપુરની નજીક આવતાં પ્રતિદેવે વિષુવેલા મેટા સૈન્યને જોઇને ગુજરાતના મહારાજા સારંગદેવના સૈન્યના આગમનની શ'કાથી મેગલસેના નાસી ગઈ અને સત્યપુરની હદમાં પેસી પણ ન શકી.
વિ. સ. ૧૩૫૬માં અલ્લાઉદ્દીન ખીલજીને નાના ભાઈ ઉલૂખાન મંત્રી માધવની પ્રેરણાથી દિલ્હીથી ગૂજરાત તરફ નીકળ્યે ચિત્તોડના સ્વામી સમરિસ ંહે દંડ દઈને જેમ તેમ મેવાડના બચાવ કર્યો. ત્યાં તે યુવરાજ હમીર (બાદશાહના ભાઈ) વાગડદેશ અને મેાડાસા નગરને લૂંટી આસાવતી પહાંચ્યું. કણું દેવ રાજા નાસી ગયેા. સોમનાથ જઇ સેામનાથ મહાદેવની મૂર્તિને ઘણુના પ્રહારોથી તેડીને ગાડામાં નાખીને દિલ્લી મેકલી દ્વીધી. ત્યાંથી વામનસ્થલી જઈ મ`ડલિકરાયને દડયે અને સેરઠમાં પેાતાની આણ પ્રવર્તાવી પાછે આસાવલીમાં આવીને રહ્યો. ત્યાં તેણે મઠ, મદિર, દેવળ વગેરે ખાળી નાંખ્યાં. પછી અનુક્રમે ત્યાંથી સાચાર પહોંચ્યા પણ આગળની માફક જ અનાહત દૈવી સુરે સાંભળીને આ મ્લેચ્છ સૈન્ય પશુ જતુ રહ્યું,
આવા
આવા અનેક ચમત્કાર સાચારના મહાવીરસ્વામીના વિષયમાં સાંભળવામાં આવે છે, પણુ ભવિતવ્યતાના મળે, કલિકાલના પ્રભાવે દેવતાએ પણ પ્રમાદી બની જાય છે તેમજ ગેામાંસના અને લેહીના છાંટણાથી દેવતાઓ દૂર નાસી જાય કઈ કારણેાને લઈને બ્રહ્મશાંતિયક્ષ પ્રમાદી થઈ દૂર ગયા હતા તે વખતે અલ્લાઉદ્દીને તેજ અનત માહાત્મ્યવાળી ભગવાન મહાવીરની મૂર્તિને સંવત્ ૧૩૬૧ની સાલમાં દિલ્લીમાં આણીને તેની આશાતના-અવમાનના કરી.
(આ પ્રમાણે જિનપ્રભસૂરિજીએ વાંછિત ફળને આપનાર એવા સત્યપુરતી ના કલ્પ બનાવ્યા છે. તેનું ભવ્યજના નિત્ય વાંચન કરે અને ઇચ્છિત ફળ પામે.) વિ. સ. ૧૩૬૭ આ પ્રભાવિક તીથ તેના પ્રભાવને ચમકાવતું હતું.
વિ. સ’: ૧૩૪૮, ૧૩૫૬ અને ૧૩૬૭ સાચાર ઉપરના હુમલાઓ વખતે શ્રી જિનપ્રભસૂરિજી સાધુ અવસ્થામાં વિદ્યમાન હતા એટલે આ પ્રસંગે તદ્દન સાચા જ છે. સાચારમાં અત્યારે પાંચ જિનમદિર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com