________________
સાચાર
: ૩૧૪ :
[ જૈન તીર્થોના
ઝરતું હતું તે સ્થાન રાજાને ઢેખાડીને ત્યાં જિનમદિર અધાવવાના ઉપદેશ કર્યો. તેથી નાહડ રાજાએ સત્યપુર(સાચાર)માં શ્રી વીરભગવાનના નિર્વાણુ પછી છસે। વર્ષ' ગગનચુમ્બી શિખરવાળું વિશાલ જિનમ ંદિર બંધાવ્યું, અને તેમાં મહાવીરસ્વામીની પિત્તલમય પ્રતિમા સ્થાપન કરી જેની પ્રતિષ્ઠા શ્રી જજજીંગસૂરિજીએ કરી. આ જ મુહૂર્તીમાં સૂરિજીએ વિધ્યરાયની ઘેાડા ઉપર બેઠેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને આ જ સમયે શ'ખ નામના રાજપુત્રે શ'ખ ફૂવા ખેાદ્યો. આ કૂવે કદી કેઇ વખત સુકાઈ ગયા હૈાય તે પણ વૈશાખ શુદિ ૧૫ને દિવસે કૂવે પાણીથી ભરાઈ જાય છે. અને આ જ લગ્નમાં દૂર્ગાસૂમ તથા યજીવ ગામમાંની શ્રી વીરભગવાન્ની એ પ્રતિમાએની સાધુએ તથા શ્રાવકની સાથે મેકલાવેલા વાસક્ષેપથી પ્રતિષ્ઠા કરાવી હતી.
પેાતે ભરાવેલ શ્રી મહાવીર પ્રભુની મૂર્તિની પૂજા નાહુડ રાજા હ ંમેશાં કરે છે. બ્રહ્મશાંતિ નામના યક્ષ પણ નિરંતર મૂર્તિની સેવા-રક્ષા કરે છે. બ્રહ્મશાંતિ યક્ષ કે જે પહેલાં શૂલપાણી યક્ષના નામથી પ્રસિધ્ધ હતેા તે શ્રી વીર પ્રભુથી પ્રતિખાધ પામી શ્રી વીર પ્રભુનેા ભક્ત થયા ત્યારથી તે યક્ષનુ નામ શ્રી બ્રહ્મશાંતિ પડયું હતુ. તે પ્રતિષ્ઠાનાં ચમત્કારિકપ્રભાવથી આકર્ષિત થઇને સત્યપુરના શ્રો વીરપ્રભુતા
ચૈત્યમાં રહે છે અને ભગવાનની સેવા કરે છે.
、િ સં. ૮૪૫ માં ગીજનીતિ હમીરે વલ્લભીપુર નગરને ભાંગ્યું. ત્યારપછી વિ. સ’. ૧૦૬૧ માં ગીજનીપતિ મ્લેચ્છ રાજા ગુજરાતને લૂટી સત્યપુર આવી પહેચ્યા, શ્રો મહાવીરસ્વામીના ચૈત્યને અને મૂર્તિને તેડવાના તેણે ઘણા ઘણા પ્રયત્ન કર્યા પણ પેકેમાં તે ન ફાવ્યેા. તેણે મૂર્તિને હટાવવા હાથીએ જોડયા તાપણુ મૂર્તિ ન હટી, ખળદ જોડયાં બ્રહ્મશાંતિ યક્ષે બળદો ઉપરના પ્રેમથી મૂર્તિ ચાર આંગળ ચલાવી પછી સ્થિર થઈ ગઈ. મૂતિ તેડવા ઘણુના ઘા કર્યા તે તે તેના અંતઃપુરને લાગવા માંડયા, તરવારના ઘા પણ નિષ્ફળ નિવડયા. આખરે મૂર્તિની આંગળી કાપી તે મ્લેચ્છે! ભાગ્યા પણ રસ્તામાં ઘેડાના પુંછડાં તથા દાઢી-મુછ મળવા માંડી, સૈનિકે નીચે પડવા માંડયા, શકિતહીન થઇ ગયા. આખરે રહેમાનનુ' સ્મરણ કરવા લાગ્યા, તેવામાં આકાશવાણી થઈ કે-તમે શ્રી વીરપ્રભુની મૂર્તિની આંગળી કાપી લાવ્યા છે તેથી આમરણાંત કષ્ટમાં પડયા છે. તે સાંભળી બધા આશ્ચયચકિત થઇ ગયા અને મસ્તક ધૂણાવવો લાગ્યા. ગજનીપતિની આજ્ઞાથી ભયભીત થયેલા તેને મત્રી આંગળી લઈને પ્રભુ પાસે આન્યા અને યથાસ્થાને મૂકી જેથી એ આંગળી તરતજ જોડાઇ ગઈ. આ આશ્ચર્યને જોઇને ગજનીપતિએ અહીં આવવાની સ્વપ્ને પશુ ઇચ્છા કરી નહીં, આ ઉપદ્રવ દૂર થવાથી ચતુર્વિધ સઘ ઘણા જ ખુશી થયા અને શ્રી ભીરચેફ્ટમાં પુનઃ ઉત્સવપૂર્વક ગીત, નૃત્ય, પૂજા, પ્રભાવનાદિ થવા લાગ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com