________________
-
- -
ઈતિહાસ ] : ૩૧૩ :
સાચાર મારવાડના જોધપુર રાજ્યના દક્ષિણ ભાગમાં સાચોર કરીને એક ગામ છે. એ ગામનું અસલ સંસ્કૃત નામ સત્યપુર છે. એનું પ્રાકૃતમાં સચ્ચઉર થઈ અપભ્રંશ રૂપાન્તર સાર બન્યું છે. એ સ્થાન ઘણું જૂનું પ્રાચીન અને પવિત્ર છે. દરેક મૂર્તિપૂજક જૈન પ્રાતઃકાલમાં પ્રતિક્રમણ કરતાં “ ગાઇ થી કરણસિંહા ” એવા શબ્દોથી આ તીર્થને વંદના કરે છે. વિવિધ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજી આ તીર્થનો પરિચય આ પ્રમાણે આપે છે- ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ વિભાગમાં આવેલા મરૂમંડલ (મારવાડ ) માં સત્યપુર નામનું નગર છે. તે નગરના જિનાલયમાં નાહડ રાજાએ ભરાવેલ અને શ્રીમાન જજ(જી) સૂરિજી ગાણુધરે પ્રતિષ્ઠિત કરેલ શ્રી મહાવીર સ્વામિની પિત્તલમય પ્રતિમા બિરાજમાન છે, તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે
પહેલાં ૧નહુલદેશના આભૂષણભૂત રમંડોવર નગરના રાજાને તેના બળવંત કુટુમ્બીએએ મારી નાંખીને તે નગર તેઓએ પિતાને સ્વાધીન કર્યું તે વખતે ઉક્ત રાજાની રાણી ગર્ભવતી હતી, તેથી ત્યાંથી નાસીને ૩ખંભાણપુર(બ્રહ્માણ) ગઈ. ત્યાં તેણે સર્વ શુભ લક્ષણયુક્ત પુત્રને જન્મ આપ્યો.
કે એક દિવસે તે રાણું તે નગરની બહારના એક વૃક્ષની ડાળીએ બાંધેલી ઝળીમાં પિતાના બાળકને સુવાડીને પિતે નજીકમાં કંઈ કામ કરતી હતી. દેવ
ગથી તે વખતે શ્રીમાન જજિજગસૂરિજી મહારાજ ત્યાં પધાર્યા. તેઓ, વૃક્ષની છાયા તે બાળક ઉપરથી નહિં ખસવાથી આ કેઈ પુણ્યશાળી જીવ છે એમ જાણી ઘણીવાર સુધી તે બાળકને જતાં રહ્યા, તેથી રાણીએ આવી સૂરિજીને પૂછયું કે-મહારાજ ! આ પુત્ર કુલક્ષણે-કુલને ક્ષય કરનારે દેખાય છે શું? સૂરિજીએ કહ્યું કે-આ તમારે પુત્ર મહાપુરુષ થશે, માટે તેનું બહુ સંભાળપૂર્વક પાલન કરજે. તે બાળકનું નામ નાહડ રાખ્યું. સૂરિજીએ તેને નવકારમંત્ર શીખવાડો. અનુક્રમે નવકારમંત્રના પ્રભાવથી સુવર્ણ પુરુષ સિદ્ધ કરીને તે નાહડ મહાપરાક્રમી તથા સમૃદ્ધિવાન થયે અને પોતાના પિતાનું રાજ્ય તેણે પુનઃ પ્રાપ્ત કર્યું.
ઉપર્યુક્ત સૂરિજીના ઉપદેશથી તેણે વશ મોટાં જિનાલયે કરાવ્યાં. પછી કઈ વખતે તે નાહડે પિતાના ગુરુ જજછગસૂરિજીને વિનંતિ કરીને કહ્યું કે-આપની તથા મારી કીતિ ઘણું કાલ પર્યત પ્રસરતી રહે, એવું કેઈ કાર્ય કરવા માટે મને ઉપદેશ આપે એટલે સૂરિજીએ જે જગ્યાએ ગાયના ચારે આંચળથી દૂધ ૧. ગેડવાડની પંચતીર્થીમાં આવેલું હાલનું નોડલ એ જ પહેલાં નડતુલના નામથી પ્રસિદ્ધ હશે. ૨. જોધપુર સ્ટેટમાં પ્રાયઃ જોધપુર પાસે જ છે. એક ખાબૂની તલાટીમાં પણ મંડેર છે. ૩. કદાચ બામણવાડા એ જ બ્રાહ્મણપુર હોય. અથવા વરમાણુ કે જે બ્રહાણુ-બહાપુર કહેવાય છે તે પણ હેય. બામણવાડા કરતાં મને વરમાણ ઠીક લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com