________________
ઈતિહાસ ] : ૩૧૧ ઃ
કાયદ્રા-કાસદ અહીંના જૈને એમ પણ કહે છે કે-આ મંદિરથી લગભગ સે કદમ દૂર એક બાવન જિનાલયનું શ્વસ્ત મંદિર છે. જેમાં ૪ થી ૫ હાથ મટી શ્રી આદિનાથજીની ખંડિત મૂતિ હતી તે ભંડારી દીધેલી છે. આ મંદિરના પત્થરે ઘણા તો ઉપડી ગયા છે; માત્ર પાયાનો ભાગ વગેરે દેખાય છે.
આ સિવાય ગામ બહાર વાંગા નદી તરફ બ્રહ્માસ્વામીનું મંદિર છે. જેનારને એક વાર તે એમ થાય કે કદાચ પ્રાચીન જૈન મંદિર જ હોય. મંદિરના સ્થ ઉપર તથા છતમાં પણ લેખે છે, જેમાં એક લેખ તે ૧૦૧૬ ને છે તથા બીજા ૧૩૧૫, ૧૩૪૨, ૧૩૫૬ વગેરેના લેખે છે.
અહીંથી મજબૂત પત્થરે ઘણું નીકળે છે. જે આરસ જેવા હોય છે. આ બાજુ મંદિરે વગેરે બંધાવવામાં અહીંને પત્થર વપરાય છે. અત્યારે અહીં શ્રાવકનાં માત્ર બે ત્રણ ઘર છે. બાકી મંદિર પરમ દર્શનીય છે. સિદેહી સ્ટેટનું ગામ છે.
કાયદ્રાંકાસદુદ ( શિરોહી ટેટની પ્રાચીન રાજધાની અને કાસદ ગચ્છનું ઉત્પત્તિસ્થાન આ કાયદા છે. અહીં એક પ્રાચીન જિનમંદિર હતું, જેને હમણાં જીર્ણોધ્ધાર થયો છે. મુખ્ય મંદિરની ચારે તરફની નાની દેરીમાંથી એક ડેરી ઉપર વિ. સં. ૧૦૯૧ ને લેખ છે. આ સિવાય એક બીજું પણ પ્રાચીન મંદિર હતું, જેના કેટલાક પત્થરો તે રેપીડાના જૈન મંદિરમાં ઉપયોગમાં લેવાયા છે. અહીં એક વાર હજારે જૈનેની વસ્તી હતી. વિ. સં. ૧૦૯૧ ને લેખ આ પ્રમાણે છે– .
श्रीभिल्लमालनिर्यातः प्राग्वाटः वणिजांवरः । श्रीपतिरिबलक्ष्मीयुग गालच्छ्रीराजपूजितः ॥१॥ आकरो गुणरत्नानां बंधुपद्मदिवाकरः । जज्जुषस्तस्य पुत्रः स्यान्मम्मरामौ ततोऽपरौ ॥२॥ जज्जुसुतगुणाढयेन वामनेन भवाद् भयम् ।
दृष्ट्वा चक्रे गृहं जैन मुक्त्यै विश्वमनोहरम् ॥ ३ ॥ संवत १०९१ આ શિલાલેખથી એમ સમજાય છે કે “વિક્રમ સંવત ૧૦૯ માં ભીનમાલનિવાસી શેઠ જજજુકના પુત્ર વામને આ ભવ્ય મંદિર બનાવ્યું હતું.” - અહીંથી નીકળેલ કાસહુદીય ગચ્છમાં શ્રો ઉદ્યોતનસૂરિ, શ્રી સિંહસૂરિ આદિ સમર્થ જૈનાચાર્યો થયા છે.
કાસદર-કાયદ્રાં સિરોહી સ્ટેટની પુરાણી રાજધાની તે હતી જ કિન્તુ સિરોહી ટેટમાં પણ આ નગરની પ્રાચીનતા માટે ભારે ગૌરવ લેવામાં આવે છે. આ પ્રાંતની કાશી' તરીકે આ નગરની ખ્યાતિ હતી.
અત્યારે તે નાનું ગામડું છે. જેનોનાં માત્ર ૨૦ ઘર છે અને બીજી વસ્તી પણ થી છે. અહીં પંડિતેને બદલેને વાસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com