SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્માણવરમાણ) : ૩૧૦ : [ કાન તીર્થોને અત્યારે સુંદર કારણીદાર મજબૂત પત્થરનું ભવ્ય એક જિનમંદિર છે, જેમાં મૂલનાયક શ્રી મહાવીર દેવની સાડાત્રણ હાથની વિશાલ સુંદર મૂર્તિ છે. આ મંદિર મેંઢેરાના ગામ બહારના પ્રાચીન મંદિરનું સમરણ કરાવે છે. મેંઢરાના આ મંદિરને અમે જન મંદિર માનીએ છીએ પણ જેમને સંશય હોય તેઓ આ વરમાણુનું મંદિર જઈ પૂરી ખાત્રી કરી હથે. મૂલ મંદિરના પ્રવેશદ્વારમાં બને તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત્રણ ત્રણ હાથ મોટી સુંદર મૂર્તિઓ છે. મૂલનાયકની બદામી રંગની સુંદર મૂર્તિ પરમ દર્શનીય છે. ગામના એક ખૂણામાં ટેકરા ઉપર આ સુંદર મંદિર આવ્યું છે. સંપ્રતિ મહારાજાના સમયની પ્રાચીન મૂર્તિ દેખાય છે. આ મંદિર વિકેમની દશમી સદીમાં બન્યાનું પ્રસિદ્ધ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે. “સં. ૨રૂર વર્ષે માર વદિ ૨ સેમે બાવા જ્ઞાતી કે, સાગના મા. राहला पु. पूनसिंह भा. पमा लज्जालु, पुत्र पद्म, भा० मोहिनीपुत्रैविजयसिंहसूरेरुपदेशाजिनयुगलं कारितम् ॥" બીજી મૂર્તિ ઉપર પણ આ પ્રમાણે લેખ છે "सं. १३५१ वर्षे ब्रह्माणगच्छे चैत्ये मडाहडीयपूनसिंह भार्यापदमलपुत्रपद्मदेवैर्जिनयुगलं कारितं प्रतिष्ठितं श्रीविजयसिंहपरिभिः।। " મૂલમંડપના સ્થંભ ઉપર પણ લેખ છે "सं. १४४६ वर्षे वैशाख वदि ११ बुधे ब्रह्माणगच्छीयभट्टारक श्रीमत्सुव्रतमरिपड्ढे श्रीमदीश्वरमरिपट्टे श्रीविजयपुण्यररिपट्टे श्रीरत्नाकरसूरिपट्टे श्रीहेमतिलकसरिभिः पूनसिंहश्रेयोऽर्थ मंडपः कारापितः ॥" દક્ષિણ તરફની દેવકુલિકાની પઢાકાર શિલામાં નીચે પ્રમાણે લેખ છે "सं. १२४२ वैशाख शुदि १५ वार सोमे श्रीमहावीरविवं श्रीअजित. स्वामीदेवकुलिकायाः पूणिगपुत्रब्रह्मदत्त, जिनहापवना, मना सायवप्रमुखैः पद्मशिला कारापिता सूत्रधारपूनडेन घटिता ।" - આ સિવાય ઇંદ્ર મહારાજ પ્રભુને મેળામાં લઈને બેઠા છે (જન્મોત્સવ), નેમનાથ ભગવાનની જાન, માતા પ્રભુજીને ખોળામાં લઈને બેઠા છે, વગેરે ભાવે છતમાં કતરેલા છે, જેમાં લેખે પણ છે. આબુની કરણીનું સ્મરણ કરાવે તેવી સુંદર પદની રચના બહુ જ આકર્ષક છે. થાંભલા ઉપરની કેર, ઘુમ્મટની વચ્ચેની કેરણી ખાસ દર્શનીય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy