SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૩૦૯ : બ્રહ્માણ (વરમાણુ) આ મંદિરમાં ઉપલબ્ધ થતા લેખો તે ઘણા છે પરંતુ થોડા નીચે આવ્યા છે. જીરાવલા ગામની ચારે બાજુ ટીંબા પણ છે. અવારનવાર ખોદતાં જૈન મૂતિઓ વગેરે નીકળે પણ છે એટલે આ પ્રાચીન જૈન તીર્થ છે એમાં તે સંદેહ નથી જ, સુંદર આત્મિક પ્રદિપ્રદ આ તીર્થની યાત્રા જરૂર કરવા જેવી છે. મહામંત્રી પેથડકુમાર, ઝાંઝણકુમાર, તેના પુત્ર ચાહડ વગેરેએ જીરાવાલાજી તીર્થની યાત્રા કરી છે અને અહીં મંદિર પણ બંધાવ્યું છે. “ીરાજે બીજા” એ ઉલેખ મળે છે. તેઓ સંઘ સહિત આવ્યા છે. આ પછી સિરાહીના રાણા લાખા(લલ)ના અમાત્યોને લઈને શત્રુંજયની યાત્રાએ સંઘ લઈને જનાર પ્રા. કે. ઉજલ અને કાજાએ સેમદેવસૂરિજી સાથે જીરાપલીની સાત દિવસ સુધી યાત્રા કરી છે. તેમજ માંડવગઢના સં. વેલાએ સુમતિસુંદરજીના ઉપદેશથી માટે સંઘ કાઢયો છે તે પણ અહીં જીરાવલી આવ્યા છે. તેમજ સં. રત્ના, મેઘા અને એશગે પણ જીરાવાલાજીને સંઘ કાઢી યાત્રા કરી છે. - ત્યાર પછી ૧૫૧ર શ્રી જિનભદ્રસૂરિજીએ અહીં રહી સાધના કરી હતી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રસાદથી માંડવગઢના ગ્યાસુદીન શાહની મહાસભામાં વાદવિજેતા બન્યા હતા. છેલે ૧૮૯૧ જેસલમેરના દાનવીર બાફણા ગુમાનચંદ બહાદરમલે શત્રુજયને માટે સંઘ કાઢો હતા જેમાં ૨૩ લાખ રૂપિયા ખર્યા હતા. તે સંધ પણ જીરાવાલાજીની યાત્રાએ આવેલ હતું. આ વસ્તુ એટલા ખાતર જ નેધી છે કે તીર્થને પ્રભાવ બારમી સદીથી તે અદ્યાવધિ વિદ્યમાન છે. અનેક ભાવિક તીર્થયાત્રા કરી મનવાંછિત ફળ મેળવે છે. જીરાવલા પાર્શ્વનાથજીના મંદિરની આજુબાજુની દેરીઓમાં પ્રાચીન શિલાલેખ પણ મળે છે. ઠેઠ વિ. સં. ની પંદરમી સદીથી તે ઠેઠ ઓગણીસમી સદી સુધીના લેખ છે. પ્રાચીન લેખે તે ઘસાયેલા અને જીર્ણ છે. બાકી ૧૪૧૧-૧૪૮૧-૧૪૮૩૧૪૮૨-૮૩ વગેરેના લેખ અંચલગચ્છ, ઉપકેશગ૭, તપાગચ્છના તથા ખરતરગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠા કરાવ્યાના છે. આમાં ઘણા લેખો આ. શ્રી સેમસુંદરસૂરિજી અને તેમના પરિવારના છે તેમજ દાંતરાઈ ગામના શ્રાવકનાં તેમાં નામ છે. સં. ૧૮૫૧ માં જીરાવાલાના સંઘ ૩૦૧૧૧ રૂપિયા ખચી જે છપ્પાર કરાવ્યું છે તેને પણ લેખ છે. અહીંના લેખો સારા ઐતિહાસિક સાહિત્યથી ભરેલા છે. (કેટલાક લેખો, બાબું પૂરણચંદ, ના. પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૧ માં પૃ. ૨૭૦-૭૧-૭૨ માં છે.) બ્રહ્માણ (વરમાણ) જીરાવલા પાર્શ્વનાથજી જે સ્થાનેથી નીકળ્યા તે બ્રહ્માણનગર એ જ અત્યારનું વરમાણ છે. જીરાવલાથી દક્ષિણ પશ્ચિમમાં મંડાર તરફ લગભગ ચાર ગાઉ દૂર આ ગામ છે. બ્રહ્માણ ગચ્છની ઉત્પત્તિનું સ્થાન આ બ્રહ્માણપુર (વરમાણુ) છે. અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy