________________
શ્રી જીરાવલા પાર્શ્વનાથજી
: ૩૦૮ :
" तिवारई धांधलई प्रासादनिपजावि महोत्सवे वि. वर्ष श्रीपार्श्वने प्रासादे थाप्या । श्री अजितदेवसूरिहं प्रतिष्ठया "
[ જૈન તીર્થોના
सं. ११९१
વીરવંશાવળીમાં ઉપર્યુકત પ્રસંગ જીરાવલામાં અન્યાનું લખ્યું' છે. આ તીર્થના મહિમા જોઈને જ કહેવાયુ છે કે
" प्रबलेऽपि कलिकाले स्मृतमपि यन्नाम हरति दुरितानि । कामितफलानि कुरुते स जयति जीराउलापार्श्वः || "
આજે પણ નવીન 'ધાતા જિનમ ંદિરની પ્રતિષ્ઠાસમયે પ્રતિષ્ઠા પહેલાં દરેક દ્વિરમાં “ શ્રી શીરાકસ્રાવ નથાય નમોનમઃ "લખાય છે. તેમજ ધાર્મિક શુભ કાર્યોમાં પશુ “ શ્રીશીરાજા:માથાય નમોનમઃ” લખાય છે.
**
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ સ ંપ્રતિ મહારાજાના સમયનું છે, તેમજ મંદિરમાં પણ પ્રાચીન મૂર્તિઓ છે.
જીરાવલાજીમાં ભા. શુ. ૬ દરવર્ષે મેળા ભરાય છે. પેાષ દશમીના પણ મેળે ભરાય છે અને ભા. શુ. ૪ દેરાસરજી ઉપર ધ્વજા ચઢે છે.
આ સિવાય નીચેનાં સ્થાનામાં પશુ જીરાવલાજી પાર્શ્વનાથની મૂર્તિ હાવાનુ
મનાય છે.
૧. એરીસ્સામાં આવેલુ પ્રસિદ્ધ ભારતીય વૈષ્ણવ તીથ જગન્નાથપુરીમાં ત્યાંના રાજાએ જીરાવલા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યુ` હતુ` અને આ તીર્થના મહિમાપ્રભાવ બહુ જ પ્રસિદ્ધ હતા, પરન્તુ શકરાચાર્યજીના સમયમાં અહીં તીથ પરાવર્તીન થયુ અને તેની ખ્યાતિ અજૈન તીર્થ તરીકે થઈ, પરન્તુ ત્યાં જઈને જોઇ આવનાર મહાનુભાવા તા કહે છે કે-પદ્માસનસ્થ જૈન મૂર્તિ છે. આમાં કેટલાક કહે છે કેઆદીશ્વરજીની મૂર્તિ છે, જ્યારે કેટલાક કહે છે કે પાર્શ્વનાથજીની મૂર્તિ છે; પરંતુ જૈન મૂર્તિ છે, એ ચાસ છે. એના ફાટે પણ જોયા છે, જે જૈન મૂર્તિ હોવાની જ સાક્ષી પૂરે છે.
૨. મારવાડમાં સાદરી-ધાનેરામાં પણ જીરાવલા પાર્શ્વનાથની મૂર્તિ છે, જે પ્રભાવશાળી છે.
૩. નાડલાઈમાં પણ ચમત્કારિક શ્રી જીરાવલા પાર્શ્વનાથજી ડુંગર ઉપર છે. ૪. ડીસાથી નજીકમાં પણ જીરાપલ્લી ગામ છે ત્યાં પણ જીરાવલા પાર્શ્વનાથ જીનું મંદિર છે.
૫. ન ંદેલમાં શ્રી છાવલા પાર્શ્વનાથજીનું મંદિર છે.
૬. મલેાલમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજીનું મંદિર છે. આ મંદિર ૧૮૪૧ માં સ્થાપિત થયું છે. (જોટાણા સ્ટેશનથી ત્રણ ગાઉ દૂર આ ગામ છે. ) ૭. ઘાટકાપરમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com