________________
ઈતિહાસ ]
: ૩૫ શ્રી જીરાવલા પાર્શ્વનાથ છે. ગામ બહાર સુંદર બાવન જિનાલયનું મંદિર, વિશાલ ચોક અને નવી ધર્મશાળા બની રહી છે. હમણાં ધર્મશાળા માટે જમીનને પાયે ખોદતાં સુંદર જિન મતિ નીકળી છે. મંદિરમાં જીર્ણોદ્ધારનું કામ પણ ચાલે છે. પ્રાચીન લેખો પણ સારી સંખ્યામાં ઉપલબ્ધ થાય છે પણ ઘણું લેખ સેળમી અને સત્તરમી સદીના છે.
ગામમાં ના ઉપાશ્રય છે. શ્રાવકેનાં આઠ-દસ ઘર છે.
આ ગામની ચારે તરફ ફરતી પહાડી છે, દૂર દૂરથી પહાડો સિવાય કાંઈ જ દેખાતું નથી. પ્રદેશ પહાડી હવા છતાંયે ખૂબ ફળદ્રુપ છે. પહાડનાં ઝરણુની મહેરથી પ્રદેશ હીલે છમ છે. ખારેક, આંબા વગેરે ખૂબ પ્રમાણમાં થાય છે.
આ તીર્થસ્થાનનું મંદિર પહાડીની નીચાણમાં જ આવ્યું છે. જાણે પર્વતની તલેટીનું મંદિર હેય એ ભાસ થાય છે.
મલ મંદિરમાં પિસતાં જ ભૂલનાયકજીનાં દર્શન થાય છે. આ તીર્થ છે જીરાવાલા પાર્શ્વનાથજીનું પરંતુ અત્યારે મલનાયકછ તે છે બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથજી. મૂલનાયકની બન્ને બાજુમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની મૂર્તિઓ છે, જે પ્રાચીન, સુંદર અને ભવ્ય છે.
મૂળ રાવલા પાર્શ્વનાથજી તે મૂળ મંદિરના બહારના ભાગની દીવાલમાં ડાબી બાજુના એક ખાંચામાં-મૂલ મંદિરની પ્રદક્ષિણામાં જતાં મંદિરની દિવાલના જ ડાબા ભાગ તરફ બે નાની દેરીઓ કરી છે તેમાં બિરાજમાન છે. તદ્દન સન્મુખ છે તે શ્રી જીરાવલા પાર્શ્વનાથજી છે. બીજી મૂર્તિ પણ જીરાવલા પાર્શ્વનાથજી અથવા પાર્શ્વનાથજી તરીકે પૂજાય છે. દિવાલમાં જ ગોખલે કરી અંદર ભગવાન બિરાજમાન કરેલા છે. બીજી દેરીમાં પદ્માવતી દેવીની-શાસનાધિષ્ઠાયકની મૂર્તિ છે.
મૂલનાયકજીની મૂર્તિને સુંદર લેપ કરે છે, પરંતુ એની પ્રાચીનતા, ભવ્યતા અને ચમત્કારિતા તરત જ નજરે પડે છે. આપણે શ્રીજીરાવલા પાનાથજીના પ્રાચીન ઇતિહાસનું નિરીક્ષણ કરી લઈએ, જે ઉપદેશસપ્તતિકામાં છે જેને ભાવ નીચે મુજબ છે.
“મારવાડમાં બ્રાહ્મણપુર* નામનું મોટું શહેર હતું ત્યાં અનેક શ્રાવકપંગ વસતા હતા. બીજી પણ ઘણું વસતી હતી. અનેક સુંદર જિનમંદિરે હતાં. અને શિવમંદિર પણ હતાં. એ નગરમાં ધાન્થલ નામે જનધર્મી શેઠ રહેતું હતું. શેઠની એક ગાય દરરોજ “સેહલી' નદીની પાસે રહેલા પહાડની ગુફામાં જઈને દૂધ જીવી જતી. ઘેર આવીને સાંઝે દૂધહેતી દેતી. થોડા દિવસો પછી ભરવાડણે આ સ્થાન જે.
• અત્યારનું વર્માણ ગામ જ બ્રાહ્મણપુર છે. બ્રહ્માણગછનું ઉત્પત્તિસ્થાન આ જ છે. અત્યારે અહીં સુંદર પ્રાચીન જિનમંદિર છે. શ્રાવકના બે ઘર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com