________________
-
*
*
'
'
ઇતિહાસ ]
આરાસણ-કુંભારીયાજી. સ્થાપના કરી. (૪૫ ) ખરેખર સૂત્રધાર-શિલ્પીઓમાં શ્રેષ્ઠ શ્રી શોભનદેવનું નામ અહીં ત્યરચનાના શિલ્પથી યથાર્થતાને પ્રાપ્ત થયું છે. (૪૬) આ પર્વતના નાનાભાઈ મિનાકનું (ઇન્દ્રના) વજથી (કપાઈ જવાના ભયે) સમુદ્ર રક્ષણ કર્યું, અને આના( અબુદાચળ)વડે મુદ્રાવાળા સંપત્તિવાળા (થયેલા) બે દંડનાયક મંત્રીશ્વર (વસ્તુપાળ-તેજપાળ) ભવથી રક્ષાયા. (૪૭) દવ (કર્મસાગથી) સ્વેચ્છાએ ખંડિત કરેલાં આ બે તીર્થોનો બે જણાએ શક સંવત ૧૨૪૩ માં ઉદ્ધાર કર્યો. (૪૮) તેમાં પ્રથમ તીર્થના ઉદ્ધાર કરનાર મહણસિંહના પુત્ર લલલ હતા અને બીજા વ્યવહારી (વેપારી ) ચંડસિંહના પુત્ર પીથડ ઉદ્ધાર કરનારા થયા. (૪૯) ચૌલુક્ય કુલમાં ચંદ્રમા જેવા શ્રીકુમારપાળ ભૂપાળે આ પર્વત)ના ઊંચા શિખર ઉપર વીર પ્રભુનું મંદિર બનાવ્યું. (૫૦) તે તે કુતુહલેથી વ્યાસ, તે તે ઔષધિઓથી સુંદર અને અનેક તીર્થોમાં પવિત્ર એવા અબુદગિરિને ધન્યશાળી પુરુષો જુએ છે. (પ) કાનને અમૃત સમાન (લાગત) ભાભર્યો આ અબ્દક૫ શ્રીજિનપ્રભસૂરિએ ર તેને ચતુર પુરુષો જુઓ-અનુભવે. (પર)
આરાસણ-કુંભારીયાજી. આબૂ પર્વતની પાસે આવેલા અંબાજી નામના હિન્દુઓના પ્રસિદ્ધ દેવસ્થાનથી દક્ષિણપૂર્વ દિશામાં દેઢ માઈલને છે. કુંભારીઆ નામનું જે ન્હાનું સરખું એક ગામ વસે છે તે જ પ્રાચીન આરાસણ તીર્થ છે. અહીં જેનાં પાંચ ભવ્ય સુંદર જિનમંદિર વિદ્યમાન છે. મંદિરની કારીગરી અને બાંધણું ઘણી જ ઊંચા પ્રકારની છે. આ બધાં મંદિરે આબૂના મંદિરે જેવાં ધોળા આરસપહાણનાં બનેલાં છે. સ્થાનનું જૂનું નામ “આરાસણાકર” છે તેને અર્થ “આરસની ખાણ” એ થાય છે. જૈનગ્રંથે જોતાં આ નામની યથાર્થતા તુરત જણાઈ આવે છે. પૂર્વે આ સ્થળે આરસની મોટી ખાણ હતી, આખા ગુજરાત પ્રાંતમાં અહીંથી જ આરસ જતે હતે. વિમલશાહ અને વસ્તુપાલ તેજપોલ આદિએ આબૂ વગેરે ઉપર જે અનુપમ કારીગરીવાળાં આરસનાં મંદિર બનાવ્યાં છે તે આરસ આ જગ્યાએથી જ લઈ જવામાં આવ્યો હતે. ઘણુંખરી જિનપ્રતિમાઓ પણ અહીંના જ પાષાણની બનેલી હોય છે. તારંગા પર્વત ઉપરના મહાન મંદિરમાં જે અજિતનાથદેવની વિશાલ પ્રતિમા વિરાજિત છે તે પણ અહીંના જ પાષાણની બનેલી છે.
એક દંતકથા એવી છે કે વિમલશાહે ૩૬૦ જૈન મંદિર અહીં બંધાવ્યાં હતાં, અને અંબા માતાએ તેને દેલત પણ ઘણી આપી હતી. એક વાર અંબામાતાએ તેને પૂછયું છે કે જેની મદદથી તે આ દેવાલય બંધાવ્યાં? વિમલશાહે કહાં કેમારા ગુરુની કૃપાથી, અંબા માતાએ ત્રણ વાર આ પ્રશ્ન તેને પૂછયે છતાંવિમલે એકજ
જુઓ સેમસૌભાગ્ય કાવ્ય, ૭, પદ્ય કર-૫૭. ૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com