________________
આ-અચલગઢ
[જન તીર્થને અચળગઢ તલાટીનું મંદિર, એરીયાજીનું મંદિર, આરણ ચેકીની જૈન ધર્મશાળા, મંદિર વિગેરેને વહીવટ શેઠ અચલણી અમરશીના નામથી રહીડા શ્રી સંઘની કમિટી તરફથી ચાલે છે.
આબૂ અચલગઢનાં જોવાલાયક જાહેર સ્થળે. ૧. નખી (નકકી) તળાવ-આ સુંદર સરોવર ત્રણે બાજુથી ઊંચાં લીલાછમ ઝાડાથી સુશોભિત અને નાની નાની ટેકરીઓની વચમાં આવેલું છે. આમાં હેડી પણ ફરે છે. પાણી બહુ જ ઊંડું છે. તળાવની ચારે બાજુની ટેકરીઓમાં ગુફાઓ છે જેમાં બાવાઓ રહે છે. ખાસ ચંપાગુફા, હાથીગુફા અને રામજરૂખો પ્રસિદ્ધ છે. અહીં કિનારા ઉપર એક બાજુ હનુમાનજીનું મંદિર છે.
૨. ડોક અને નનક-તળાવની દક્ષિણ બાજુએ એક પહાડી ઉપર મેંઢાના આકારની મોટી શિલા છે જેને ટેડરેક કહે છે. તેમજ રાજપુતાના કલબની લાઈનમાં પહાડી ઉપર એક શિલા છે જેને “નનોક' કહે છે.
૩. રધુનાથજીનું મંદિર-આમાં શ્રી રામચંદ્રજીની મૂતિ છે અને રામાનંદજીએ ચૌદમી સદીમાં સ્થાપ્યાનું કહેવાય છે. અહીં ઉતરવાની સગવડ સારી છે. - ૪, રામકુંડ-મંદિરની ઉપર અને જયપુર સ્ટેટના રાજમહેલની નજીકમાંની ગુફામાં પાણી ભરાયેલું છે જે રામકુંડ તરીકે પ્રસિદ્ધ છે.
૫. અનાદર પોઈન્ટ-નખી તળાવથી પશ્ચિમ દિશામાં આવેલા આ સ્થાનને અનાદરા પિઈન્ટ અથવા આભૂગેઈટ પણ કહે છે. જ્યારે રેલ્વે હતી ત્યારે અનાદરાથી આબુ આવવાનો આ રસ્તા હતા. આ સ્થાનથી નીચે ત્રણ હજાર ફૂટ નીચેનાં જંગલે તથા વનસ્પતિ વગેરે દેખાય છે. નજીકમાં એક ગણેશજીનું મંદિર છે. ગણેશમંદિરથી એક પગકેડીએ થેડે દૂર ઉપરના ભાગમાં “કેગપેઇન્ટ” આવે છે. અહીં એક ગુફા આવેલી છે, જેને ગુરુગુફા કહે છે.
૬. સનસેટ પોઈન્ટ.- અહીંથી સૂર્યાસ્તનું બહુ જ સુંદર દશ્ય દેખાય છે. ૭. પાલનપુરપાઈન્ટ-આકાશ સાફ હોય છે ત્યારે અહીંથી પાલનપુર દેખાય છે. ૮. બેલીજક-ફરવા જવાનું જાહેર સ્થાન છે.
૯. અબુદાવી–વસ્તીની ઉત્તર દિશામાં ઊંચા પહાડના શિખર ઉપર અબુદા દેવાનું માંદર છે જેમાં દુર્ગાદેવીની મૂર્તિ છે. નાચેથી મંદિરમાં જવાનાં ચાર પગથિયાં છે. અને મંદિરને દરવાજો એટલે બધે સાંકડો છે કે એક માણસને બેસીને અંદર જવું પડે છે. અહીં નજીકમાં દુધવાવડી નામનું સ્થાન પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com