________________
ઇતિહાસ ]
: ૨૯૧ :
મા અચલગઢ ૧૦. ગેમુખ (વસિષ્ણ આશ્રમ) અહીં શ્રીરામલક્ષમણની મૂર્તિઓ છે તેમજ વશિષ્ટ પત્ની અન્વતી અને નાની મૂર્તિઓ છે. તેમ સૂર્ય વિષ્ણુ લક્ષમી વગેરે ની મૂર્તિઓ છે. નજીકમાં અગ્નિકુંડ છે, જેમાંથી ઋષિઓએ રાજપુત વંશની ચાર જાતિઓની ઉત્પત્તિ કરેલી છે એમ કહેવાય છે.
૧૧. તમ આશ્રમ-જેમાં ગૌતમ, અહલ્યા તથા વિષ્ણુની મૂર્તિઓ છે.
૧૨. વ્યાસ તીર્થ–મુખીની પૂર્વ દિશામાં આ સ્થાન આવ્યું છે. નાગતીથ; નીલકંઠ મહાદેવ, કુંવારી કન્યા, દેલવાડાનાં જૈન મંદિરોથી ઘેડ દૂર દક્ષિણમાં આ મંદિર છે જેમાં વાલમરસિયાની મૂર્તિ છે. એમ કહેવાય છે. ગણેશજીની અને એક દેવીની મૂર્તિ છે જેને કુંવારી કન્યા કહેવામાં આવે છે.
pવર તલાવ જે દેલવાડાથી અચલગઢ જતાં ડાબા હાથ તરફ છે. ૧૮૯૪-૯૫ માં સિરોહીના મહારાજાએ બંધાવ્યું છે. અચલેશ્વર મહાદેવ. આ મંદિરની નજીકમાં મંદાકિની કુંડ છે. શ્રાવણ ભાદરવા કુંડ અચલગઢ ઉપર છે. પાસે જ ચામુંડાનું મંદિર છે. આગળ જતાં હરિશ્ચંદ્રની ગુફા આવે છે. ભર્તુહરિની ગુફા, રેવતીકુંડ, ભૃગુ આશ્રમ, તીકુંડ, ગુરુશિખર જે સમુદ્રની સપાટીથી પદય૦ ફીટ ઊંચું છે. આબુનું ઊંચામાં ઊંચું શિખર આ કહેવાય છે. અહીં રાત રહેવાની સગવડ છે. ધર્મશાળા છે. મંદિરના બાવાજી આવનાર યાત્રિકોની સગવડ જાળવે છે.
આ સિવાય રાજપુતાના હોટલ, ડાક બંગલે, વિશ્રામભવન, રઘુનાથજીનું મંદિર, દુલેશ્વર મહાદેવની ધર્મશાળા, શાંતિસહન વગેરે વગેરે ઉતરવાના સ્થાને પણ ઘણાં છે. દેલવાડામાં જૈન ધર્મશાળાઓ છે. આબૂ કલબ પણ રમતગમતના સાધનરૂપે વિદ્યમાન છે.
એડમ્સ મેમોરીયલ હોસ્પીટલ. સ્વ. ગિરાજ આ. શ્રી વિજય શાંતિસૂરિજીના ઉપદેશથી સ્થપાયેલ એનીમલેસ હોસ્પીટલ(પશુચિકિત્સાલય) તથા તેઓશ્રીનાં આબૂર અચલગઢ અને દેલવાડાનાં આશ્રમે તથા ગુફાઓ પણ પ્રસિદ્ધ છે.
આબુરોડથી આબૂકાટર રેડ ઉપર સ્વ. ગિરાજ શ્રી શાન્તિસૂરિજીને આશ્રમ છે. મકાન ભવ્ય, વિશાલ અને ધ્યાન કરવા લાયક છે.
હૃષીકેશ-આબુરોડથી ચાર માઈલ દૂર પહાડની તલાટીમાં આ સ્થાન આવ્યું છે. અહીં વિષ્ણુનું મંદિર છે. આબુરોડથી ચાર માઈલ દૂર ચંદ્રાવતી નગરી છે જે પરમારની રાજધાની હતી અને પ્રાચીન યુગની જન નગરી હતી.
આ સિવાય આબુ ઉપર જયપુર કેઠી, જયવિલાસ પેલેસ, પાલનપુર હાઉસ, રેસીડેન્સી, લેરેન્સ સ્કૂલ, સેન્ટમેરી હાઈસ્કુલ, રાજપુતાના કલબ, સેનેટેરીયમ અને પણ ઓફીસ વગેરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com