SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ આ —અચલગઢ [ જન તીર્થને શરૂઆતમાં શ્રી અરિષ્ટનેમિ ભગવાન બિરાજમાન હશે. પાછળથી અજયપાલના સમયમાં કે બીજા કારણથી મૂર્તિ ખંડિત થઈ હશે, જેથી ૧૩૮૦ પછી શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ બિરાજમાન થઈ હશે અને ત્યારપછી અર્થાત્ ૧૭૫૫ અને ૧૮૭૯ની વચમાં શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલ હશે. આ મંદિરમાં એક કાઉસગ્ગીયા ઉપર વિ. સં. ૧૩૨ જેઠ રુ. ૯ને શુક્રવારને લેખ છે. મંદિરજીને રંગમંડપ બહુ જ સુંદર અને વિશાલ છે. મૂલ ગભારાની પાસેના ગભારામાં નકશીદાર બે ખંભા છે. મંદિરજીમાં બે મૂર્તિઓ પધાસનસ્થ અને બે ઊભી કાઉસગીયાની છે. બધાને સુંદર પરિકર છે અને તેમાં નાની મૂર્તિઓ પણ વિરાજિત છે. મંદિરની બહાર ભમતીની દિવાલમાં અનેક દશ્ય ચિત્રિત છે, જેમાં જિનમૂર્તિઓ, કાઉસ્સગ્ગીયા, આચાર્ય, સાધુઓની મૂર્તિઓ તથા પાંચ પાંડવ, મલ્લ કુસ્તી, લડાઈ, સવારી આદિન દયે છે. મૂલ ગભારાના પાછલા ભાગમાં અત્યન્ત રમણીય શિલ્પકલાના નમૂનારૂપ કાઉસગ્ગીયા-દેવદેવીઓની મૂર્તિઓ વગેરે ખેદેલ છે. શાન્તિનાથ ભગવાના મંદિરજીની સામે ડાબી બાજુ તરફ અચલેશ્વર મહાદેવજીનું મંદિર છે તેના દરવાજા ઉપર મંગલમૂતિના સ્થાનમાં તીર્થકર ભગવાનની દેલી મતિ છે. આ ઉપરથી એમ લાગે છે કે આ મંદિર પહેલાં જૈન મંદિર હેય. મહાદેવજીના મંદિરની પાસે મંદાકિની કુંડ વગેરે જોવા લાયક છે. સામે તલાવ ઉપર ત્રણ ભેંસા છે. આગળ પહાડ ઉપર વધતાં ગણેશપળ, પછી આગળ હનુમાનપળ, ત્યાંથી આગળ પહાડ ઉપર ચઢવાની સીડીઓ-પગથિયાં આવે છે. ત્યાં એક વિશાલ કપૂરસાગર તળાવ છે. તલાવના કિનારા ઉપર જૈન શ્વેતાંબર કાર્યાલયને બાગ છે. આગળ ઉપર ચંપાપળ આવે છે. થોડે દૂર ગયા પછી જન શ્વેતાંબર કાર્યાલય, ધર્મશાલા અને શ્રી કુંથુનાથ ભગવાનનું મંદિર છે. મૂર્તિમાં લેખ છે. વિ. સં. ૧૫ર૭ વિશાખ શુદિ ૮ તપાગચ્છાધિપતિ શ્રી લક્ષમીસાગર સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ સિવાય મૂલનાયકની બંને બાજુ ધાતુના કાઉસ્સગીયા ૨, પાષાણની બે, આ સિવાય પંચતીથી, વીશી, સમવસરણ આદિ મળી કુલ ૧૭૪ પ્રતિમાઓ છે. એક ગુરુ-પુંડરીક ગણધરની મૂતિ પણ છે. આ સિવાય કારખાનામાં પીત્તલના ત્રણ ઘેડેવાર છે. અચલગઢના કારખાનાનું નામ શાહ અચલશી અમરશી (અચલગઢ) છે. હીડા શ્રી સંઘ તરફથી આ કારખાનાની દેખરેખ ચાલે છે. અચલગઢમાં શ્રાવકનું ઘર *શ્રી રા. બા. શ્રીયુત ઓઝાળ પણ એ જ કહે છે કે આ મંદિર પહેલાં જૈનમંદિર હશે. | (જુઓ સિરોહી રાજ્યકા ઈતિહાસ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy