________________
-
-
ઈતિહાસ ]
: ૨૮૭ :
આબુ-અચલગઢ એક જ છે. અહીં ધર્મશાલા સુંદર છે. યાત્રિકે લાંબા સમય રહી શકે છે. હમણાં કારખાના તરફથી એક ભેજનશાળા ચાલે છે. કારખાના તરફથી એરીયાના રસ્તાની પરબ, એરીયા મંદિરની વ્યવસ્થા, આબુરેડ ધર્મશાલા (આરણુ તલાટી) અને ત્યાં યાત્રિકોને ભાતું અપાય છે. તથા અચલગઢનાં ચાર મન્દિરની વ્યવસ્થા થાય છે.
આ અચલગઢ વિ. સં. ૧૫૦૯ મેવાડના મહારાણા કુંભાએ બંધાવેલ છે. અચલગઢનું બે માળનું વિશાલ મંદિર-મુખજીનું મંદિર પણ અચલગઢવાસી સંઘવી સહસાએ બંધાવે
શ્રી ઋષભદેવજીનું નાનું મંદિર, કારખાનાથી ઉપર જતાં આદિનાથ ભગવાનનું નાનું મંદિર આવે છે. મૂલનાચકજી ઉપર ૧૭૨૧ ને લેખ છે. અમદાવાદવાસી શ્રીમાલીજ્ઞાતિય શેઠ શાંતિદાસે આ મૂતિ બનાવી છે, અને પ્રતિષ્ઠા તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસૂરિજીની પરંપરાના વિજયરાજસૂરિજીએ કરાવી છે. સંભવ છે કે આ મંદિર તેમણે બનાવ્યું હેય. મંદિરની પ્રદક્ષિણમાં ૨૪ દેરીઓ, ચાર ચરણપાદુકાની ચાર છત્રીઓ અને એક ચકેશ્વરી દેવીની દેરી છે. ભમતીની એક દેરીમાં પરિકરવાળી શ્રી કંથનાથ ભગવાનની પંચતીથીની મૂર્તિ છે, તેના ઉપર વિ. સં. ૧૩૮૦ નો નાને લેખ છે. ચકેશ્વરીની દેરી પાસે એક કોટડીમાં કાષ્ઠની મનહર કિન્ત અપ્રતિષ્ઠિત ચાર જિનભૂતિઓ છે. આ મંદિરમાં કુલ ૨૭ મતિઓ ૪ ચરણપાદુકા, હાથ જોડી સરસ્વતી દેવીની ૧ તથા ચક્રેશ્વરીદેવીની મૂર્તિ છે અને એક પાષાણ યંત્ર છે. ત્યાંથી આગળ જતાં–
શ્રી આદીશ્વર ભગવાનનું (મુખજીનું) મંદિર અચલગઢના ઊંચા શિખર ઉપર આદિનાથ ભગવાનનું બે માળનું ગગનચુખી વિશાલ ચાતુર્મુખ (મુખ) મંદિર આવે છે. આ મંદિર રાણકપુરનું વિશાલ મંદિર બંધાવનાર માંડવગઢવાસી પોરવાડ જ્ઞાતિય ધરણુશાહના મેટાભાઈ સંઘવી રતન શાહના પુત્ર સંઘવી સાલિગના પુત્ર સહસાએ બંધાવીને વિ. સં. ૧૫૬૯ માં પ્રતિષ્ઠિત કરાવેલ છે. પ્રતિષ્ઠાપક છે તપાગચ્છીય શ્રી સેમસુંદરસૂરિજીની પટ્ટપરંપરાના શ્રી જયકલ્યાણસૂરિજી મહારાજ. ૧૫૬ના ફા. શુ. ૧૦ ને સોમવારે પ્રતિષ્ઠા કરી છે.
આ મંદિરમાં બને માળમાં મળી ધાતુ અને આરસની બેઠી તથા ઊભી મળીને કુલ ૨૫ જિનમંર્તિઓ છે, તેમાં બેઠી તથા ઊભી મળીને ધાતની ૧૪ અને આરસની ૧૧, ધાતુની ૧૪ મૂતિઓમાંથી ૭ મૂર્તિઓ ઉપર તે સં. ૧૫૬૬ ફા. શ. ૧૦ ના લેખો છે. બાકીની સાત મૂર્તિઓ બહારગામથી આવેલી છે. આરસની બધી મૂર્તિઓ બહારથી આવેલી છે. કુલ પચીશ મૂર્તિઓમાંથી ૨૧ મૂર્તિઓ ઉપર લેખ છે. ચાર પર લેખે નથી, ઉત્તરદિશા તરફને મુખ્ય મુલનાયક આદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com