________________
ઇતિહાસ ].
: ૨૮૫ ઃ
આભૂ-અચલગઢ માઈલ થાય છે. એરીયા ગામ જવાની સડક જ્યાંથી જુદી પડે છે અને જેને નાકે પાણીની પરબ બંધાવેલી છે ત્યાંથી અચલગઢની તલાટી સુધીની પાકી સડક; અને ઉપર જવાનાં પગથિયાં (સીડી) વગેરે અચલગઢ ના મંદિરની વ્યવસ્થાપક કમિટીએ બહુ જ મહેનતથી બંધાવેલ છે. આથી યાત્રિકોને ઘણી જ અનુકૂલતા થઈ છે. અચલગઢ ગામ એક ઊંચી ટેકરી ઉપર વસેલું છે. પહેલાં તે ઘણી વસ્તી હતી, અત્યારે વસ્તી થોડી છે. આ પર્વતની ઉપર અચલગઢ નામનો કિલ્લો બને છે જે અત્યારે ખંડિત છે. આ જ કારણથી ગામનું નામ પણ અચલગઢ કહેવાય છે.
કુમારવિહાર તલાટીની પાસે જમણી તરફ સડકથી થોડે દૂર નાની ટેકરી ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર બનેલું છે. આ મંદિર ગુર્જરેશ્વર પરમાઈ તપાસક મહારાજા કુમારપાલે બંધાવ્યું હતું. શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ અબુંદાકિ૫માં લખે છે કે
कुमारपालभूपालश्चौलुक्यकुलचन्द्रमाः।
श्रीवीरचैत्यमस्याच्चैः शिखरे निरमीमपत् ॥ ५० ॥ ભાવાર્થ-ચૌલુક્ય કુલમાં ચંદ્ર સમાન મહારાજા કુમારપાલે આબૂના ઊંચા શિખર ઉપર શ્રી વીર પ્રભુનું ચેય બનાવ્યું. - શ્રી સોમસુંદરસૂરિજી પણ પિતાના અબુંગિરિ૫માં લખે છે કે-આબુ પર્વત ઉપર ગુજરાતના સોલંકી મહારાજા કુમારપાલનું બનાવેલું શ્રી મહાવીર સ્વામીનું સુશોભિત મંદિર છે.
આ મંદિરમાં અત્યારે તે શાન્તિનાથ ભગવાનની સુંદર પરિકરવાની વિશાલ મૂર્તિ છે. તેના ઉપર કે લેખ વગેરે નથી, પરંતુ જીર્ણોદ્ધાર સમયે પાછળથી પરિવર્તન કરી આ મૂર્તિ બિરાજમાન થઈ હશે. આ પરિવર્તન કયારે થયું એ કહેવું મુશ્કેલ છે. જ્ઞાનવિમલસૂરિ પોતાની તીર્થમાલામાં રચના સં. ૧૭૫૫ માં લખે છે કે “અચલગઢ ગામની બહાર મહારાજા કુમારપાલે બંધાવેલા મંદિરમાં મૂલનાયક શ્રી મહાવીર સ્વામી છે. અને આ મંદિર જિનબિંબોથી ભરેલ હોવાનું લખ્યું છે. ૧૮૭૯ની અપ્રકટ તીર્થમાલામાં લખ્યું છે કે ચૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે અને બાજુમાં ધાતુની શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ બિરાજમાન છે. એટલે એમ લાગે છે કે ૧૭૫૫ અને ૧૮૭ત્ની વચમાં મૂલનાયકની મૂર્તિનું પરિવર્તન થયું હશે. શ્રી શીતવિજયજી પિતાની વિ. સં. ૧૭૪૬માં રચાયેલી તીર્થમાલામાં લખે છે કે કુમારપાલે બંધાવેલા મંદિરનું નામ “ભાણવસહી” છે તથા તેમાં મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાન છે. તથા આ મંદિરમાં બિરાજમાન કાઉસગ્ગીયાના લેખમાં પણ લખ્યું છે કે શ્રી અરિષ્ટ નેમિનાથના મંદિરમાં આ મૂર્તિ બિરાજમાન કરી. આલેખ વિ. સં. ૧૩૦રને છે, આ ઉપરથી એમ લાગે છે કે આ મંદિરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com