________________
આચૂ-અચલગઢ
૨૮૪:
[જેન તીર્થનો
- મંદિર સાદું પરંતુ વિશાલ છે. ઊંચી જગ્યા પર બન્યું હોવાથી દૂરથી દેખાય છે. ત્રીજે માળ ચઢી આબુનું પ્રાકૃતિક દશ્ય જેવાથી બહુ જ આનંદ આવે છે. નીચેના માળમાં મૂળ ગભારાની ચારે તરફ મેટા મોટા રંગમંડપ છે. ગભારાની બહાર ચારે તરફ સુંદર નકશી છે. નકશીની વચમાં કયાંક કયાંક ભગવાનની, આચાઓંની, શ્રાવક શ્રાવિકાઓની અને યક્ષે તથા દેવદેવીઓની મૂર્તિઓ છે.
શ્રી મહાવીર સ્વામીનું મંદિર વિમલવસહીની બહાર હસ્તિશાલાની પાસે જ શ્રી મહાવીરસ્વામીનું મંદિર છે. આ મંદિર અને હસ્તિશાલાની પાસેને સભામંડપ કયારે બન્યો અને કેણે બનાવ્યું તેને ઉલેખ નથી મળતું, પરંતુ વિ. સં. ૧૮૨૧ પહેલાં આ મંદિર બન્યું છે એ નિર્વિવાદ છે. આ મંદિર નાનું અને તદ્દન સાદું છે. તેમાં મૂલનાયક સહિત દસ મૂર્તિઓ બિરાજમાન છે.
એરીયા દેલવાડાથી ઈશાન ખૂણામાં લગભગ ૩ માઈલ દૂર એરીયા ગામ આવે છે. દેલવાડાથી અચલગઢ જતી સડક ઉપર ત્રણ માઈલ ગયા પછી અચલગઢ કારખાના તરફથી બનાવેલ એક પાકું મકાન જૈન ધર્મશાલા છે જેમાં ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા રહે છે. ત્યાંથી ત્રણ ફલંગ સડક છે. સિહી સ્ટેટને ડાકબંગલે આવે છે અને ત્યાંથી ત્રણ ફલંગ કોચે પહાડી રસ્તે છે; ત્યાં એરીયા ગામ છે. અહીં શ્રી સંઘ તરફથી બનેલું મહાવીર ભગવાનનું પ્રાચીન ભવ્ય મંદિર છે. મંદિરની દેખરેખ અચલગઢ જૈન મન્દિરના વ્યવસ્થાપક રાખે છે.
એરિયાનું મન્દિર શ્રી મહાવીરસ્વામીનું મદિર કહેવાય છે પરંતુ અત્યારે મૂલનાયક તે શ્રી આદિનાથજી ભગવાનની મૂર્તિ છે. જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને ડાબી બાજુ શ્રી શાન્તિનાથ ભગવાનની મૂર્તિ છે. શ્રી સોમપ્રભસૂરિજી મહારાજ પિતાના “અબુદગિરિકલ્પ” માં લખે છે કે એરિયાસકપુર(એરીયા)માં શ્રી સંઘ તરફથી નવું મન્દિર બન્યું છે અને તેમાં શ્રી શાન્તિનાથ ભગવાનની મૂતિ બિરાજમાન છે. પરંતુ પાછળથી કારણવશાત્ યા તે જીર્ણોદ્ધાર સમયે શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ બિરાજમાન કરી હશે, પરંતુ અત્યારે તે આદિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. આ સિવાય ચાવીશીના પટ્ટમાંથી અલગ થયેલી ત્રણ તદ્દન નાની મૂતિઓ અને ૨૪ જિનમાતાઓને એક ખંડિત પટ્ટ છે. મન્દિરજીમાં કઈ શિલાલેખ વગેરે નથી.
અચલગઢ એરીયાથી પગદંડીના રસ્તે ૧ માઈલ અચલગઢ થાય છે. સડક પર થઈને આવતા બે માઈલ દૂર છે. દેલવાડાથી સીધી સડક અહીં આવે છે. આ રસ્તે પાંચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com