________________
ઈતિહાસ ].
અાવ્યું પ્રતિષ્ઠાપક છે તપાગચ્છનાયક સેમસુંદરસૂરિશિષ્ય મુનિસુંદરસૂરિશિષ્ય જયચંદ્રસૂરિશિષ્ય રત્નશેખરસૂરિ અને તેમના પટ્ટધર શ્રી લક્ષમીસાગરસૂરિજી. બાદમાં ૧૫૩૧-૧૫૪૦ અને ૧૫૪૭ સુધી પ્રતિષ્ઠા થયેલી છે. ઉપર્યુક્ત બને મંત્રીશ્વરોએ રાજ્યની મદદથી આ મહાન કાર્ય કરાવ્યું હતું. પ્રતિકાસમયે અમદાવાદથી સંઘ લઈને આબૂ આવ્યા હતા. આ મંદિરજીમાં કુલ ૨૦ દેરીઓ છે. તેમાં બે ખાલી છે, બાકી બધામાં પ્રતિમાજી છે.
પીત્તલહર મંદિરની બહાર યાત્રીઓને પૂજન માટે નહાવાની ઓરડીએ છે. જમણી બાજુ એક ખૂણામાં એક મેટા ચબૂતરાના ખૂણામાં ચંપાના ઝાડ નીચે એક નાની દેરી છે તેમાં મણિભદ્ર દેવની મૂર્તિ છે.
આ દેહરીની બંને તરફ સુરહિ(સુરભી)ના ચાર પથ્થરો છે. ચારેમાં લેખ છે. એક સુરહિને લેખ તદ્દન ઘસાઈ ગયેલ છે. ત્રણ સુરહના લેખે પણ થોડા થોડા વંચાય છે. એકમાં લખ્યું છે કે વિ. સં. ૧૪૮૩ ચેષ સુદિ ૯ સેમવાર અને એકમાં ૧૪૮૩ શ્રાવણ વદિ ૧૧ રવિવારને લેખ છે. તેમાં મંદિર માટે ગામ, ગરાસ આદિ ભેટ આપ્યાને ઉલેખ છે. અને જેથી સુરહી ઉપર માગશર વહિ ૫ સોમવાર ૧૪૮૯ તે વખત આબુના રાજા ચૌહાન રાજધર દેવડાને લેખ છે. આગળ લખ્યું છે કે રાજ્યની ઉન્નતિ માટે વિમલવસહી, લુણવસહી અને પીત્તલહર મંદિરનાં દર્શન માટે આવનાર યાત્રિકના કર માફ કર્યા છે અને કાયમને માટે આ તીર્થ કરના બંધનથી માફ કરેલ છે. આ લેખના લેખક છે તપાગચ્છાચાર્ય શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય પં. સત્યરાજ ગણી છે. આ ઉપરથી એમ લાગે છે કે આ કાર્ય શ્રી સેમસુન્દરસૂરિજી મહારાજ અથવા તેમના સમુદાયના કેઈ વિદ્વાન સાધુના ઉપદેશથી થયું હશે. પાસે જ બીજા પથ્થર ઉપર ગોજારૂઢ શ્રી માણિભદ્ર દેવની પૂરાણી મૂર્તિ છે.
ચૌમુખજી
દેલવાડામાં ચોથું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. તે ચતુર્મુખ હોવાથી ચોમુખજીનું મંદિર કહેવાય છે. ત્રણ માળનું વિશાળ મંદિર છે. ત્રણે માળમાં ચૌમુખજી છે. ત્રણે માળમાં થોડી મૂર્તિઓને બાદ કરતાં ઘણી પ્રતિમાઓ દરડા ત્રીય ઓસવાલ સંઘવી મંડલિક તથા તેમના કુટુમ્બીઓએ વિ. સં. ૧૫૫ તથા તેની આસપાસના સમયમાં બિરાજમાન કરેલ છે. આ મંદિરમાંની ઘણું મૂતિયાની પ્રતિષ્ઠા ખરતરગચ્છાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીએ કરાવેલ છે. વિ. સં. ૧૪૭ સુધીના લેખમાં આ મંદિરને ઉલેખ જ નથી મળતું તેમજ જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકલપમાં તે બે મંદિર વિમલવસહી અને લુણવસહીને જ ઉલેખ કરે છે. પાછળના શિલાલેખમાં પીત્તલહરને ઉલલેખ છે. એટલે આ મંદિર પ્રાયઃ ૧૫૧પ લગભગ બન્યું હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com