________________
: ૨૮૨ :
[ જૈન તીર્થને પરિકરવાળા કાઉસગ્ગીયા ૪, પરિકરવાળી મતિઓ ૧૧, આચાર્યની ઊભી મૂતિઓ ૨, શ્રાવકેની ઊભી મૂર્તિઓ ૧૫, હાથી ૧૦ છે. આ હસ્તિશાલા મહામંત્રી તેજપાલે જ બનાવેલ છે. વસ્તુપાલના મંદિરે માટે શ્રી જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકલ્પમાં લખે છે કે
वैक्रमे वसुवस्वर्क( १२८८ )मितेऽन्दे नेमिमन्दिरम् । निर्ममे लूणिगवसत्याह्वयं सचिवेन्दुना ॥४३॥ कोपलमयं बिम्बं श्रीतेजपालः मन्त्रिराट् । तत्र न्यस्थात् स्तम्भतीर्थे निष्पन्नं दृकसुधाञ्जनम् ॥४४॥
अहो श्रीशोभनदेवस्य सूत्रधारशिरोमणेः । तच्चैत्यरचनाशिलपान्नाम लेभे यथार्थताम् ॥४६ ॥ तीर्थद्वयेऽपि लग्नेऽस्मिन् दैवान्म्लेच्छैः प्रचक्रतुः । अस्योद्धारं द्वौ शकाब्दे वहिवेदार्कसंमिते (१२४३)॥४८॥ तत्राद्यतीर्थोद्धर्ता लल्ला महणसिंहभूः ।
पीथडस्त्वितरस्याव्यवहृच्चण्डसिंहमः ॥ ४९ ॥ | જિનપ્રભસૂરિજી મહારાજ તે આબુ ઉપર વિમલવસહિ, લુણવસહિ મંદિરને જ ઉ૯લેખ કરે છે અને અચલગઢ ઉપર મહારાજ કુમારપાલે શ્રી વીરત્ય બંધાવ્યાને ઉલેખ કરે છે અર્થાત્ બાકીનાં મંદિરે તે વખતે બન્યાં ન હતા, જે પાછળનાં જ છે.
પીત્તલહર (ભીમાશાહનું મંદિર) ઉપર્યુક્ત મંદિરની પાસે જ એક ભીમાશાહનું મંદિર છે. ભીમાશાહે બનાવ્યું છે માટે ભીમાશાહનું મંદિર કહેવાય છે. મંદિરમાં પીત્તલ વિગેરે ધાતુની મૂર્તિઓ હોવાથી તેને પીત્તલહર મંદિર કહે છે. આ મંદિરમાં પહેલાં ભીમાશાહે આદીશ્વર ભગવાનની ધાતુની વિશાલ ભવ્ય મૂર્તિ બિરાજમાન કરાવી પ્રતિષ્ઠિત કરી હતી પરંતુ પાછળથી કારણવશાત્ તે મૂતિ અન્યત્ર ગઈ-મેવાડમાં કુંભલમેરુમાં ચૌમુખજીના મંદિરમાં બિરાજમાન કરવામાં આવી. બાદ જીર્ણોદ્ધાર સમયે રાજ્યમાન્ય, ગુજરાતના સુલતાન મહમદ બેગડાના મંત્રી સુંદર અને મરી ગદાએ આદીશ્વર ભગવાનની ૧૦૮ મણ ધાતુની મૂર્તિ બનાવી ૧૫ર૫ માં પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com