________________
ઇતિહાસ ] : ૨૭૯ :
આબુ ધર્મઘોષસૂરિ અને નાગેન્દ્ર આદિ ચાર આચાર્યોએ વિમલવસહિની વિ. સં. ૧૦૮૮ માં પ્રતિષ્ઠા કરી.”
મૂળ મુદ્દે મંત્રીશ્વર વિમલ અને તેમના કુટુમ્બીઓ જૈન ધર્મના પરમ ઉપાસક હતા અને ખાસ કરીને વિદ્યાધર અને નાગેન્દ્ર ગ૭ના આચાર્યો સાથે તેમને અને તેમના કુટુંબીઓને ગાઢ સંબંધ હતા. જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થ કપમાં પણ આટલું જ લખે છે. જીઓ
વૈમે વસુવરવાસ (૨૦૮૮) મિત્તેરે ૌિથયાતसत्प्रासादं स विमलवसत्याा व्यधापयत् ॥ ४० ॥
( જિનપ્રભસૂરિ વિવિધ તીર્થકલ્પ, પૃ. ૧૬) મૂલનાયકજીની મૂર્તિ ઉપર અત્યારે કઈ લેખ નથી. આજુબાજુમાં જે બે મૂતિઓ છે તેના ઉપર સં. ૧૭૮૮ ને લેખ છે. ગભારાની બહાર સર્વ ધાતુની પદ્માસન મૂર્તિ છે તેના ઉપર સં. ૧૫ર૦ નો લેખ છે. આ સિવાય ૧૪૮, ૧૩૩૮, ૧૩૮૨, ૧૨૦૧ અને ૧૩૫૦ ઇત્યાદિ સંવતેના લેખે છે. તેમજ મૂલ ગર્ભાગારમાં જ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે, જે સં. ૧૬૬૧માં મહોપાધ્યાય લબ્ધિસાગરજીએ બિરાજમાન કરાવેલ છે.
આ મંદિરની બહાર જમણી તરફ ચરણપાદુકાના પથ્થરમાં ૪૦ કાવ્યને લેખ છે તેમાં ૧૨૭૯, બીજા મંદિરમાં ૧૨૪૫ને લેખ છે. એક બીજો લેખ ૧૩૭૮ ને છે જેમાં ધર્મઘોષસૂરિજી અને જ્ઞાનચંદ્રજીના નામે છે. એક મંદિરજીના દરવાજા પર ૧૨૪૫ને લેખ છે.
મનિદરજીની ઠીક સામે એક દરવાજા પર એક ઘડા ઉપર વિમલશાહની મૂર્તિ છે. વિમલશાહના ઘોડાની આજુબાજુ સુંદર દશ હાથી છે. વિ. સં. ૧૮૧૮માં થયેલા કવિરાજ શ્રી પદ્મવિજયજી લખે છે કે વિમલશાહના મંદિરમાં ૮૭૬ મતિઓ હતી. આને હાથીશાલા-હસ્તિશાલા કહે છે. આ હસ્તિશાલા વિમલમંત્રીના ભાઈના વંશજ પૃથ્વીપાલે વિમલવસહીને જીર્ણોદ્ધાર કરાવતાં વિ. સં. ૧૨૦૪માં બનાવેલ છે. તેમાં પોતાના કુટુમ્બીઓની મૂર્તિઓ છે.
વિમલવસહીને મુખ્ય ભંગ ૧૩૬૮ માં અલાઉદ્દીન ખૂનીના સેન્સે કર્યો છે. તે વખતે ખંભા, રંગમંડપ, છ, હસ્તિશાલા અને ર્કેટલાક મૂતિઓને ભંગ કર્યો હતો તે ૧૩૭૮ માં માંડવ્યપુર મંડોર)વાસી ગોસલના પુત્ર ધનસિંહ, તેને પુત્ર બીજડ વગેરે છ ભાઈઓ, તથા ગેસલના ભીમાને પુત્ર મણસિંહ, તેને પુત્ર લાલસિંહ (લલ) યાદિ નવે ભાઈઓએ મળી જીર્ણોદ્ધાર કરાવ્યો છે. તે
* જુઓ જૈન સત્ય પ્રકાશ વર્ષ ૪, અંક ૮, પૃ. ૪૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com