________________
આવ્યું
[ ન તીર્થોને વખતે પ્રતિષ્ઠાપક ધર્મષસૂરિની પરંપરાના શ્રી જ્ઞાનચંદ્રસૂરિજી હતા. વિ. સં. ૧૩૭૮ જે. વદિ ૮ ના શુભ દિવસે પ્રતિષ્ઠા થઈ હતી. તથા આ જીર્ણોદ્ધાર કરાવનારની મૂર્તિઓ પણ આ મંદિરના ગૂઢ મંડપમાં છે. વસ્તુપાલ તેજપાલનું મંદિર.
વિમલશાહના મંદિરની પાસે જ વરતુપાલ તેજપાલનું વિશાળ આલેશાન ભવ્ય મંદિર છે. એ જ સુંદર કેરણી, એ જ ભવ્યતા અને મહત્તા:વસ્તુપાલના મંદિરોમાં પણ વિદ્યમાન છે. મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનની ત્રણ હાથ મોટી સુંદર મૂતિ છે. આ મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૮૭માં કરાવવામાં આવી છે. પ્રતિ. છાપક આચાર્ય નાગેન્દ્રગચ્છના શ્રી વિજયસેનસૂરિજી મહારાજ હતા. મંદિરનું નામ લુણિશવસહિ-લુણવસહિકા છે. આ નામ વસ્તુપાલના મોટાભાઈના નામ ઉપરથી પડયું છે, મોટાભાઈની સ્મૃતિમાં આ મંદિર બનાવ્યું છે. આ સિવાય ૧૨૮૮, ૧૨૮૯, ૧૨૯૦, ૧૨૯ અને ૧૨૯૩ના લેખ બાવન જિનાલય મંદિરમાં છે. આ બધાં મંદિર વસ્તુપાલ તેજપાલનાં જ બંધાવેલાં છે. મંદિરમાં નાગેન્દ્રગચ્છના મહેન્દ્રસૂરિજીના શિષ્ય શાન્તિસૂરિ, તેમના શિષ્ય આનંદસૂરિ-અમરસૂરિ, તેમના શિષ્ય હરિભદ્રસૂરિ અને તેમના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજીએ સં. ૧૨૮૭ના ચિત્ર વદિ ૩ (ગુજરાતી ફાગણ વદિ ૩)રવિવારે પ્રતિષ્ઠા કરાવી હતી. મંદિરના પછવાડેના ભાગમાં દશ હાથી છે જેના ઉપર વસ્તુપાલ તેજપાલ અને તેમના કુટુમ્બીઓની મૂર્તિઓ હાથ જોડી બેઠેલી છે.
મંદિરછના રંગમંડપમાં ડાબી બાજુ અને જમણી બાજુ આરસના બે મોટા ગેખલા બનેલા છે. લોકો આને દેરાણજેઠાણીના ગેખલા કહે છે. આ કાંઈ નાના ગોખલા નથી પરંતુ સુંદર કારીગરીવાળાં બે નાનાં મંદિરે જેવાં છે. વસ્તપાલ તેજપાલના મંદિરની બનાવટમાં લગભગ એક કરોડ એંશી લાખ રૂપિયાને ખર્ચ થયો છે.
મંદિરની પ્રદક્ષિણામાં જમણી તરફ પૂર્વ તરફની દિવાલની પાસે આરસના પથ્થર ઉપર શકુનિકા વિહારનું સુંદર દશ્ય કરેલું છે. તેના ઉપર સં. ૧૩૮૮ છે. અને ચકેશ્વરસૂરિ સંતાનનીય શ્રી વર્ધમાનસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. આરાસણ રહેવાસી આસપાલ શ્રાવકે પોતાના કુટુંબ સહિત બનાવરાવેલ છે. લુણવસહી શેભનદેવ નામના કારીગરે બનાવી હતી.
* આ જ નમૂનાનું એક શકુનિકાવિહારનું ચિત્ર કુંભારીયાજી-આરાસણના મંદિરમાં છે. પ્રતિહાપક અને સાલ વગેરે એક જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com