________________
ઈતિહાસ ] * ૨૭૫ :
ચંદ્રાવતી મંદિરે હતાં અને આબૂ તીર્થરૂપ ગણાતું હતું.) ટેલી ગ્રામના પાદરે સં. ૯૪ માં સર્વદેવસૂરિજી આદિ આઠ જણને સૂરિપદે સ્થાપ્યા હતા. તેમાંના તેમની જ પાટે મુખ્ય થયેલા સર્વદેવસૂરિજી કે જેમણે રામસેન તીર્થમાં ૧૦૧૦ શ્રીષભદેવજીના પ્રાસાદમાં ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી તે સૂરિજીએ ચંદ્રાવતીના રાજાના પ્રીતિપાત્ર કુંકુ મંત્રીને પ્રતિબધી દીક્ષા આપી હતી.
પરમાહપાસક મહાકવિ ધનપાલે સત્યપુરમંડન “મહાવીત્સાહ” નામનું સુંદર સ્તુતિકાવ્ય રચ્યું છે તેમાં ચંદ્રાવતીના વંસને પણ ઉલ્લેખ કર્યો છે. આ કાવ્ય ૧૯૮૧ પછીનું છે. | ગુજરાતના રાજા ભીમદેવના મહામંત્રી વિમલશાહે ચંદ્રાવતીના પરમાર ધુંધકને હરાવી ભીમદેવને વશવતી બનાવ્યું હતું. અને વિમલશાહ, ગુર્જરેશ્વર તરફથી દંડનાયક નિમાયા હતા. મંત્રીશ્વરે આબુમાં-દેલવાડાના વિમલવસહીમાં ૧૦૮૮ માં શ્રી ધર્મધષસૂરીશ્વરજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ વખતે મંત્રીશ્વર ચંદ્રાવતીમાં જ રહેતા હતા.
ચંદ્ર ગચ્છના શ્રી વિજયસિંહસૂરિજીને ઉપદેશમાળાની ટીકા રચતા વૈરાગ્ય આવે જેથી ચિત્યવાસને ત્યાગ કરી પૂનમીયા પક્ષના શ્રી ચંદ્રપ્રભસૂરિજીના આશ્રિત થયા.
માંડવગઢના મહામંત્રી પેથડ શાહે ૮૦ જિનમંદિર બનાવ્યાં છે તેમાં ચંદ્રાવતીમાં પણ મંદિર બનાવ્યને ઉલેખ છે. તેઓ ચૌદમી સદીમાં ૧૩૨૦ લગભગ થયા છે.
ગુર્જરેશ્વર સિધ્ધરાજ જયસિંહના મહામંત્રી મુંજાલ મહેતાએ ચિત્રકૂટ, અઘાટપુર, નાગહર, રાપલિલ, અબુદગિરિ અને ચંદ્રાવતી, આરાસણ વગેરે તીર્થોમાં યાત્રા કર્યાને ઉલેખ છે.
ગ્યાસુદ્દીનના મંત્રી સની સંગ્રામસિંહે ચંદ્રાવતીમાં મંદિર બનાવ્યું હતું અને શ્રો સેમસુંદરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી.
ચંદ્રાવતીનાં વસ્ત મંદિરના પત્થરો આમ પાલણપુર સુધી અને સિરોહી વગેરેમાં પણ દેખાય છે.
ચંદ્રાવતી બહુ વિશાળ નગરી હતી. એને એક બાજુને દરવાજો હતાણી ગામની પાસે આવેલું છે જેને તેડીને દરવાજો કહે છે. બીજે દરવાજે કીવરલી પાસે હતે. ખરાડી અને સાતપુતે ચંદ્રાવતીમાં જ સમાઈ જાય છે.
અમે સં. ૧૯૯૨ માં આ ચંદ્રાવતીના ખંડિયેરે જેયાં હતાં ત્યારે પણ લગભગ પંદરથી વીસ જૈન મંદિરોનાં અવશેષે પડયાં હતાં. સુંદર કલામય શિખરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com