________________
આવ્યું : ૨૭૨ :
[ જૈન તીર્થનો ગુખજે, થાંભલા, તરણે, મંડપે અત્યારે પણ વિદ્યમાન છે. ખંડિત મૂર્તિ છે. આમાં ભારતીય કલાના શ્રેષ્ઠ નમનારૂપ એક જ પત્થરમાં બંને બાજુ થી જિનેશ્વર દેવની અદ્દભુત કલામય અલંકારોથી સુશોભિત મૂર્તિ છે. સાથે શાસનદેવી, પરિકર વગેરે છે, જેને ફેટે જેને સત્ય પ્રકાશમાં પ્રકાશિત કરાવ્યું છે. આ ચંદ્રાવતી અત્યારે સિહી સ્ટેટમાં હોવાથી રાજપુતાના વિભાગમાં તેનું વર્ણન લીધું છે.
આબુ. આબુરોડ સ્ટેશન સામે જ ખરેડી શહેર છે. ત્યાં શ્વેતાંબર મંદિર છે જેમાં શ્રી આદિનાથજી ભગવાન મૂલનાયક છે. શ્વેતાંબર સુંદર ધર્મશાલા છે. આબુ જનાર યાત્રી અહી ઉતરી વધારાને સામાન અહીં મૂકી ઉપર જાય છે. આબૂ પહાડ ઉપર જવા માટે સુંદર સડક બાંધેલી છે. પહાડમાંથી રસ્તે કાઢો છે. નીચેથી મટર મલે છે. બાકી ગાડાં, ટાંગ આદિ પણ જાય છે. અત્યારે તે મોટરને વ્યવહાર વધી પડ છે.
આબુને પહાડ ભારત અને ભારતની બહાર જે ખૂબ પ્રસિદ્ધ છે તેનું કારણ પહાડ ઉપર આવેલાં અદ્દભુત કારીગરીસંપન્ન જૈન મંદિરે જ છે. આબૂ પહાડ બાર માઈલ લાંબો અને ચાર માઈલ પહોળે છે. જમીનની સપાટીથી ૩૦૦૦ ફૂટ અને સમુદ્રની સપાટીથી ૪૦૦૦ ફૂટ ઊંચો પહાડ છે. બધાયથી ઊંચું શિખર સમુદ્રની સપાટીથી ૫૬૫૦ ફૂટ ઊંચું છે. આ પહાડ ઉપર પહેલાં બાર ગામ વસેલાં હતાં. અત્યારે પંદર ગામ છે, જે આ પ્રમાણે છે-દેલવાડા, ગવાં, તેરણા, સાલ, ઢુંઢાઈ, હેઠમચી, આરણ, માસ, સાની, એરીયા, અચલગઢ, જાવાઈ, ઉતરજ, સંર અને આખી. આમાં દેલવાડા, એરીયા અને અચલગઢમાં જૈન મંદિરો છે.
આબૂને ચઢાવ અઢાર માઈલને છે. ચોતરફ પહાડી અને ઝાડીને દેખાવ બહુ જ સુંદર લાગે છે. ચાર માઈલ ઉપર ચઢયા પછી એક સુંદર ધર્મશાલા, શાંતિનિવાસ, શાંતિભુવન (સુપ્રસિધ્ધ ગિરાજ શ્રી વિજયશાન્તિસૂરિજી મહારાજની ગુફા-ત્રણ માળનું વિશાલ મકાન છે. અંદર ગુફા, ધ્યાનની ઓરડી વગેરે છે.) આવે છે. સાધુઓ ધર્મશાલામાં રાત રહે છે. અહીં લાડુ અને સેવનું ભાતું પણ અપાય છે. ધર્મશાલામાં સગવડ સારી છે.
ત્યાંથી પાંચેક માઇલ ઉપર ગયા પછી પોલિસ ચોકી આવે છે. ત્યાં નીચે એક ગામ છે. ચકીથી ચારેક માઈલ ઉપર ગયા પછી એક ધર્મશાલા છે. મંદિર છે. ધર્મશાલામાં ભાતું અપાય છે. આ સ્થાનને ઓરીયા ચેકી અને ઓરીયાનું મંદિર કહે છે. આ મંદિર અને ધર્મશાળાનો વહીવટ રહીડાનો જનસંઘ સંભાળે છે. ત્યાંથી ત્રણ માઈલ ગયા પછી આ કેન્ટોન્મેન્ટ આવે છે. મેટર અહીં સુધી આવે છે. અહીં બધી ચીજ પણ મળે છે. અહીંથી દેલવાડાનાં જૈન મંદિરો બે માઈલ દૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com