SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રાવતી : ૨૭૪ : [ જૈન તીર્થોને સેમસિંહ પછી તેને પુત્ર કૃણરાજ (કાન્હડદેવ) થશે અને તેને પુત્ર પ્રતાપસિંહ થયે. પિતાપુત્રે મેવાડના રાણા જેન્દ્રસિંહને હરાવી ચંદ્રાવતી પિતાના કબજે કરી હતી. અહીં સુધી ચંદ્રાવતી પરમારના હાથમાં રહી છે. ત્યારપછી ચંદ્રાવતી ઉપર ચૌહાણોનું રાજ્ય થયું છે. સં. ૧૩૬૮ માં ચૌહાણ લુંભારા પરમારોના હાથમાંથી ચંદ્રાવતી જીતી લીધું. તેઓ ચંદ્રાવતીમાં માત્ર સે વર્ષ પૂરાં રાજ્ય નથી કરી શક્યા. અલાઉદ્દીન ખીલજીના જમ્બર હુમલામાં ચંદ્રાવતીને ઘાણ નીકળી ગયો. ૧૪૬૨ માં મહારાવ શિવભાણે આબૂની પાછળ સલામત સ્થાનમાં મજબૂત કિલ્લે બાંધી પિતાના નામથી શિવપુરી (સિહી) વસાવ્યું, જે અત્યારે પણ સિરોહીથી બે માઈલ દર ખંડેરના રૂપમાં વિદ્યમાન છે, જેને લકે પુરાણી સિરોહી કહે છે. મુસલમાનેના હમલા હરવખત ચાલુ જ હતા. અને ચંદ્રાવતી ઉપર હમલે થતો જ માટે પહાડીમાં આ સ્થાન સલામત હતું. છેલે અમદાવાદ વસાવનાર અહમ્મદશાહે ચંદ્રાવતી ઉપર જોરદાર હલે કરી આખું ચંદ્રાવતી લૂંટયું અને તહસનહસ કરી નાંખ્યું. હવે આ સિવાયના ચંદ્રાવતીના કેટલાક ગૌરવસૂચક ઐતિહાસિક પ્રમાણે પણ જોઈ લઈએ- - મહામંત્રીશ્વર વસ્તુપાલના લઘુ બધુ તેજપાળનાં પત્ની અનુપમા દેવી, ચંદ્રવતીના પિરવાડ ગાંગાના પુત્ર ધરણગની પુત્રી હતી. તેમજ અનુપમા દેવીના ભાઈઓ બીમ્બસિંહ, આમ્બસિંહ અને ઉદલ વગેરેને મહામાત્ય તેજપાલે આબૂ દેલવાડાના લુણાવસહી મંદિરના ટ્રસ્ટી બનાવ્યા હતા તેમજ દરવર્ષની વર્ષગાંઠમાં અઠ્ઠાઈ મહત્સવ થતે તેમાં પહેલા (ફ, વ. ૩) દિવસને મહત્સવ કરવાનું શ્રી ચંદ્રાવતીના સંઘને સુપ્રત થયું હતું. ભગવાન મહાવીરની ૩૫ મી પાટે થયેલા વડ ગચ્છના સ્થાપક શ્રી ઉદ્યોતનસૂરિજીએ આબુની યાત્રા કરીને (આ યાત્રા ૯૯૪ માં કરી છે. આ ઉપરથી એક વધુ સ્પષ્ટ જણાય છે કે વિમલશાહે બંધાવ્યા તે પહેલાં પણ આબૂમાં જૈન * સિરાહીમાં અત્યારે સુંદર ૧૪ ભવ્ય જિનમંદિર છે. આખી એક દેહરા શેરી માં આ “ચૌ” જિનમંદિર આવેલાં છે, જેમાં મુખજીનું મુખ્ય મંદિર છે. તે ૧૬ ૩૪માં બન્યું છે. જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજે ગંધારથી સમ્રાટ અકબરને પ્રતિબંધ આપવા જતાં સિરોહીના બિલ સરકારને પ્રતિબંધ આપી, સુરા, માંસ, શિકાર વગેરે છોડાવ્યા હતાં. તેમજ વળતી વખતે અહીં ચાતુર્માસ પણ રહ્યા હતા, અત્યારે ૫૦૦ જેના વર છે. ૪-૫ ઉપાશ્રય છે, જ્ઞાનમંદિર છે. સિરોહી સ્ટેટની રાજધાનીનું મુખ્ય નગર છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy