________________
ઇતિહાસ ]
: ૨૭૩ :
ચંદ્રાવતી પુરુષે ૮૪ હતા અને ૧૨ પાદશાહને જીતીને તેમનાં છત્રો લઈ લીધાં હતાં. અન્તમાં ભીમે તેને બહુમાનપૂર્વક શાંત કર્યો હતે.
(જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ) વસ્તુપાલ ચરિત્રમાં શ્રી જિનહર્ષસૂરિજી લખે છે કે-ચંદ્રાવતીમાં પ્રાગ્વાટ વંશમાં વિમલ નામને દંડનાયક થયે. તેઓ વિમલાચલની યાત્રામાં ચારકોટી સુવર્ણને વ્યય કરી સંઘપતિ થયા. (અર્થાત્ સિદ્ધાચલજીને સંઘ કાઢયે એમાં મંત્રીશ્વરે ચાર કેટી સુવર્ણ ખર્યું.)
ચંદ્રાવતીની પાસે જ એક શ્રીનગર નામનું શહેર હતું, જ્યાં ભવ્ય જિનાલય હતું. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ સુધી ત્યાં બાવન જિનાલયનું મંદિર હતું.
સં. ૧૯૫માં ચંદ્રાવતીમાં શ્રીધનેશ્વરસૂરિજીએ સુરસુંદરી નામની રસિક પ્રાકૃત કથા રચી હતી.
સં. ૧૩૬૩ પહેલાં... જેનાચાર્યજીએ રાઉલ ધાંધલની રાજસભામાં એક મેટા મંત્રવાદીને જીતીને પ્રતિબોધ આપે હતે.
ચંદ્રાવતીના પરમાર રાજાઓએ જેનશાસનની પ્રભાવનામાં-ઉન્નતિમાં અગ્ર ભાગ લીધો હતો. ' ધારાવર્ષના નાના ભાઈ પ્રહાદને(પાહણે) પાલનપુર વસાવી ત્યાં પહેલવીયા પાર્શ્વનાથજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. પાછળથી પ્રહાદન જૈનધર્મી બન્યો હતો અને આબૂનાં મંદિરનું રક્ષણ પણ કર્યું હતું.
ધારાવર્ષ પછી તેને પુત્ર સોમસિંહ આબૂને રાજા બન્યું, જેના રાજ્યકાલમાં૧૨૮૭માં મંત્રીશ્વર વસ્તુપાલે આબુ ઉપર લુણગવસહિ નામનું શ્રી નેમિનાથ ભગવાનનું પ્રસિદ્ધ વિશાલ જિનમંદિર બનાવ્યું. આ સેમસિંહે આબૂના મંદિરની રક્ષા માટે-નિર્વાહ માટે બાર પરગણાનું ડબાણ ગામ ભેટ આપ્યું હતું, જેને ૧૨૯૬નો લેખ છે, જે આ પ્રમાણે છે
"महाराजकुलश्रीसेामसिंहदेवेन अस्यां श्रीलूणवसहिकायां श्रीनेमिनाथदेवाय पूजांगभोगार्थ डवाणीग्रामशासनेन प्रदत्तः ॥ स च श्रीसामसिंहदेवाम्य र्थनया प्रमारान्वयिभिराचंद्राकं यावत् प्रतिपालयः।"
જુએ દેલવાડા-લુણવસડી મંદિરની પ્રશસ્તિની પાસે વ્યવસ્થા સંબંધી સફેદ પિત્થર ઉપર વિ. સં. ૧૨૮૭ને લેખ. ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com