________________
ભિન્નમાલ
: ૨૬૮ :
જન તીથોના श्रीपार्श्वपते नमः संवत १६७१ वर्षे शाके १५३६ वर्तमाने चैत्र शुदि १५ सोमवारे श्रीपार्श्वनाथदेवलमध्ये श्रीचन्द्रप्रभ-मंदिरं कारापितं....
આ પાશ્વનાથ મંદિર ૧૬૫૧-પરમાં બન્યું હતું. મૂળ વસ્તુ એમ બની હતી કે એક વાર ભિન્નમાલમાં જ મકાન છેદતાં શ્રી પાર્શ્વનાથજીની સુંદર ચમત્કાર પરિકર સહિતની પીતલની મૂર્તિ નીકળી હતી. આ સાથે બીજી પણ આઠ મૂર્તિઓ હતી. જાલોરના સૂબા ગજનીખાનને આ સમાચાર મળતાં એણે બધી મૂતિઓ જાલોર મંગાવી છે. પછી એને તેડાવી હાથીના ઘંટ, બીબીએનાં અને શાહજાદાના ઘરેણાં બનાવવાની ઈચ્છા થાય છે. જૈનસંઘ ત્યાં જઈ સૂબાને સમજાવવા પ્રયત્ન કરે છે કિન્તુ સૂબેદાર માનતા નથી. જેને સૂબેદારને ચાર હજાર (પીરજા ) રૂપિયા આપવાનું જણાવે છે. સૂબેદારે કહ્યું. લાખ રૂપિયા આપે તે એ મૂતિ પાછી આપું. જૈનસંઘ નિરાશ થઈ પાછો વળે છે. વિવિધ અભિગ્રહ લીધા. એમાં નીરતાના વરજગ સંઘવીએ તે એવી દઢ પ્રતિજ્ઞા લીધા છે કે પાર્શ્વનાથ પ્રભુજીનાં દર્શન કર્યા સિવાય હું આહારપાણ નહિં લઉં. વરજંગ સંઘવીએ તેર મહિના આ પ્રતિજ્ઞા પાળી છે. આખરે ધરણેકે મહાચમત્કાર બતાવ્યા છે. સૂબેદારે, એની બીબીઓ, શાહજાદા, સિન્ય, હાથીડા વગેરે માંદા પડે છે. સૂબેદાર મરણપથારીયે પટકા. આખરે પ્રભુજીને નમી સિંહાસન પર બેસાડીને કહે છે કે હવારે મને આરામ થઈ જશે તે આ મૂતિને સંઘને સેંપી દઈશ. સૂબેદારની બીબીને માર પડે છે, હાયતબાહ મચી રહી છે. મૂતિ-ભૂતખાનું સોંપી દ્યોના અવાજો સંભળાય છે. સૂબેદારનું ઘમંડ ગળી ગયું. પ્રભુજીને જનસંઘને સોંપ્યા પછી એને આરામ થયો. સંઘે મહત્સવ કર્યો. ત્યાંથી રથમાં બેસાડી પ્રભુજીને નિરતા પધરાવ્યા. વરજંગ સંઘવીએ પ્રભુને પ્રણમી પૂજીને પારણું કર્યું. પંદર દિવસ પિતાને ત્યાં રાખી ભિન્નમાલ લઈ જઈ પ્રભુજીને પધરાવ્યા. ત્યાં શાંતિનાથજીના મંદિર પાસે પાર્શ્વનાથજીનું નૂતન મંદિર બનાવ્યું. - આ ચમત્કારી મૂર્તિ અત્યારે ક્યાં છે એને પત્તો નથી. એમનું મંદિર તે ઉપર્યુક્ત શિલાલેખના આધારે આ જ છે. પં. શ્રીશીલ વિજયજી પણ આ પાર્શ્વનાથજીની મૂર્તિને મહિમા અદ્દભૂત વર્ણવે છે. આ સ્તવન ૧૭૪૬ માં બનાવેલ છે.
૫. શ્રી શાંતિનાથજીનું મંદિર-બજારમાં આવેલું આ નાનું મંદિર સુંદર શિખરબદ્ધ છે. મતિ ભવ્ય અને મનહર છે. આ મંદિરમાં ઠેઠ ૧૨ મી સદીથી ૧૮મી
૧ પં. સુમતિમલે બનાવેલું શ્રી ભિન્નમાલ પાર્શ્વનાથનું સ્તવન જેની રચના ૧૬૬૨ માં થઈ છે તે આનું વિસ્તૃત વર્ણન છે. આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છનારે પૂ. મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજલિખિત શ્રી ભિન્નમાલ પાર્શ્વનાથજીનું ઐતિહાસિક સ્તવન વાંચવું. જુઓ, જૈન ધર્મ સત્ય પ્રકાશને અંક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com