________________
ઇતિહાસ ]
* ૨૬૭ :
ભિન્નમાલ
સાંભળી પેટવાળે સાપ ગુસ્સામાં આવીને બે -તું મારી વાત રહેવા દે તારા બીલમાં કેઈ ઉનું ઉનું કડકડતું તેલ રેડે ને તું મરી જાય અને તારી નીચે રહેલું અગણિત તારું ધન એ માણસને પ્રાપ્ત થાય. રાજા તે ઊંઘમાં હતો. બંને સાપોની આ વાત રાજાની પાસે જ સુતેલા તેના મંત્રીએ સાંભળી. બધું યાદ રાખી એને ઉપગ કર્યો. રાજા નિરોગી થયા અને બીલ નીચેથી ધન પણ મળ્યું. આ દ્રવ્યથી રાજા જગસિંહે સૂર્યમંદિર બનાવરાવ્યું.
શહેરની પાસે એક તળાવ ઉપર ઉત્તર તરફ ગજનીખાનની કબર છે. એની પાસે જ જૈન મંદિર ખંડિયેરરૂપે પડયું છે. એમાં થાંભલાના પત્થર ઉપર લેખ છે જેમાં લખ્યું છે કે “સં. ૧૩૩ વર્ષ જેમાં ચિરાગચ્છીય પૂર્ણચંદ્રસૂરિજીનું નામ છે અને શ્રી મહાવીરસ્વાભિમંદિરે.
આવી રીતે ભિન્નમાલની ચારે તરફ મંદિરનાં ખંડિયેર, જૂનાં મકાને વગેરે પણ દેખાય છે.
ભિન્નમાલમાં અત્યારે ૩૫૦-૪૦૦ ઘર છે. ચાર સારાં જિનમંદિર છે.
૧. શ્રીમહાવીર ભગવાનનું મંદિર-આ મંદિર ભૂલ પ્રાચીન છે. મહારાજ કુમારપાલે આ મંદિર બંધાવ્યાનું કહેવાય છે. અત્યારે તે સં. ૧૮૭૩ માં શ્રી વિજય જિનંદ્રસૂરિવરપ્રતિષ્ઠિત શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે. આ મંદિરની બધી મૂર્તિ પ્રાયઃ ૧૮૭૩ ની પ્રતિષ્ઠિત છે. મંદિર પ્રાચીન ભવ્ય, વિશાલ અને સુંદર છે.
૨. શાંતિનાથજીનું મંદિર-આ મંદિર પણ પ્રાચીન અને શિખરબધ્ધ છે. અહીંની મૂર્તિ સં. ૧૬૩૪ માં સમ્રાટ્ર અકબરપ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીપ્રતિષ્ઠિત છે.
૩. પાર્શ્વનાથજીનું મંદિર-ઉપરના મંદિરની પાસે જ આ એક નાનું મંદિર છે. સુંદર પરિકર સહિતની શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ છે જેની પલાંઠી નીચે, નીચે પ્રમાણે લેખ સાફ વંચાય છે
"संवत १६८३ वर्षे आषाढवदि ४ गुरौ श्रीमालवासी सा. पेमा खेमा હિં . ઇ. શીવિષયવમિ ”
આ મંદિરની પાસે જ તપાગચ્છને જૂને ઉપાશ્રય છે. ઉપાશ્રયમાં પણ શ્રી મહાવીર પ્રભુની મૂતિ છે.
૪. શેઠના વાસમાં ઊંચી ખુરશી પર બનાવેલું આ ભવ્ય શિખરબદ્ધ મંદિર છે. મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજીની સર્વ ધાતુમય પરિકર સહિતની મૂર્તિ છે. આ મંદિરમાં મહાપ્રભાવિક પરમ ચમત્કારી શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ હતી. આ મંદિર જૂનું શ્રી પાર્શ્વનાથજીનું છે, જેને લેખ આ પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com