SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ || જૈન તીર્થને પાવાગઢ ર૬રઃ આ સૂરિજીએ તે પાવાગઢને શ્રી શત્રુંજ્ય પર્વતના અવતારરૂપે પણ વર્ણ વેલ છે. જુએ "स्थितं पुण्डरीकाचलस्यावतारेऽखिलक्ष्माधरश्रेणिशृङ्गारहारे । तृतीयं जिनं कुन्ददन्तं भदन्तं स्तूवे पावके भूधरे शम्भवतम् ॥" આ જ સૂરિવરે ચાંપાનેરના પાવાગઢ ઉપરના સભવ જિનેશ્વરને બહુ જ સારી રીતે સ્તવ્યા છે. જુઓ - " चांपानेरपुरावतंसविशदा(दे) श्रीपावकाद्रौ स्थितं । सार्वे शम्भवनायकं त्रिभुवनालङ्कारहारापमम् ॥" ૪. માંડવગઢના સંઘપતિ વલાકે અનેક તીર્થોની યાત્રા કરી છે તેમ પાવાગઢના શ્રી સમ્ભવનાથજીને વંદન કરી શાંતિ મેળવી હતી. (ગુરુગુણરત્નાકર). ૫. ઉપદેશતરંગિણીમાં પુરુષપ્રવર્તિત તીર્થોમાં પાવાગઢને પણ ગણાવ્યું છે. પંદરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા શ્રી એમદેવસૂરિજીએ ચાંપાનેરના હિન્દુ રાજવી સિંહને ધર્મોપદેશ આપી રંજિત કર્યો હતો. આ સૂરિજીએ જુનાગઢના રા. માંડલીકને અને મેવાડના રાણા કુંભકર્ણને પણ પિતાની અપૂર્વ વિદ્વત્તા અને કાવ્યશક્તિથી રંજિત કર્યા હતાં. ૬. પાટણના સંઘવી ખીમસિંહ અને સહસા જે વિસાપોરવાડ હતા. તેમણે પાવાગઢમાં સુંદર ભવ્ય જિનમંદિર બનાવરાવ્યું હતું અને ૧૫ર૭ના પિષ વદિ ૫ પ્રતિષ્ઠા કરાવી હતી. અઢારમી સદીના વિદ્વાન જૈન કવિ મુનિવર લક્ષમીરત્નજી પાવાગઢનું રસિક વર્ણન આપે છે. જુઓ ગુર્જર દેશ છે ગુણની પાવા નામે ગઢ બસ મોટા શ્રી જિનતણું પ્રાસાદ, સરગસરીશું માંડે વાદ જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પટ્ટધર પરમપ્રતાપી શ્રી વિજયસેનસૂરીશ્વરજી વિ. સં. ૧૬૩૨ માં ચાંપાનેરપુરમાં પધાર્યા હતા. અને જયવંત શેઠે સૂરીશ્વરજીના હાથે માટે પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યું હતું. અઢારમી સદીમાં શ્રીશીલવિયજી ગણિએ (૧૭૪૬) ચાંપાનેરી નેમિનિણંદ મહાકાલી કેવી સુખદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy