________________
ઈતિહાસ ] : ૨૬૧ :
પાવાગઢ અહીં કુલ દશ જિનમંદિર હોવાને ઉલલેખ મલે છે. એક સુંદર જિનમંદિરમાં તે ભીત ઉપર ત્રણ શ્વેતાંબર મૂર્તિ છે. તેમની ભુજાઓમાં બાજુબંધ અને હાથ પર કંકણ છે. આસનમાં હાથીનું ચિત્ર છે.
આગળ ઉપર એક વિરાટ મંદિર ધરાશાયી થઈ રહ્યું છે. એમાં નંદીશ્વર દ્વિીપની સમાન ચારે તરફ બાવન જિનાલય હતા. આ સિવાયનાં દેહરામાં પાંચ દેહરાં નગારખાનાની પાસે છે. એક છાશીયા તળાવ પાસે છે. બાકીનાં ત્રણ દુધીયા તળાવ પાસે છે.
આ મંદિર વેતાંબરી હતાં એમ તે પંચમહાલ જીલ્લાના કલેકટરે પણ કબૂલ્યું છે.
નગારખાનાના દરવાજેથી કાલિકા માતાના મંદિર સુધી ર૨૬ પગથિયાં છે ત્યાં કેટલેક ઠેકાણે સામાન્ય પત્થરની જેમ જૈન મૂર્તિને પણ ચેડી દીધેલ છે. આ મૂતિ શ્વેતાંબર છે કારણ કે લગેટ વગેરે સ્પષ્ટ દેખાય છે.
હમણાં હમણું આ મંદિરના હકક માટે એક કેસ ગોધરાના આસિસ્ટન્ટ કલેકટર પાસે ચાલે છે. જૈન શ્વેતાંબર સંઘના અગ્રણી અને સંસ્થાએ સવેળા જાગૃત થઈ એક પ્રાચીન તીર્થને સંભાળે-જીર્ણોદ્ધાર કરાવે એ જરૂરી છે.
આ સંબંધી પંડિતરત્ન શ્રીયુત લાલચંદ ભગવાનદાસભાઈએ પાવાગઢથી વડેદરા પુસ્તક પ્રકટ કરી તેમજ તેજપાલને વિજય આ બંને પુસ્તકમાં પાવાગઢ પ્રાચીન વેતાંબરી તીર્થ છે એમ બહુ જ સરસ અને સચોટ પ્રમાણેથી સિદ્ધ કર્યું છે. આ પુસ્તક જરૂર વાંચવા ગ્ય છે.
આ સિવાય પાવાગઢમાં પ્રાચીન શ્વેતાંબર જૈન મંદિર હોવાનો ઉલ્લેખ નીચે મુજબ ઉપલબ્ધ થાય છે, જેના પ્રમાણે નીચે આપ્યા છે
૧. વિધિપક્ષગચ્છ( અંચલગચ્છ)ના સ્થાપક શ્રી આર્ય રક્ષિતસૂરિજીએ અહીં મહાવીર સ્વામીના મંદિરનાં દર્શન કર્યા હતા. ૧૧૫( ૬ ) માં. (અંચલગચ્છ પટ્ટાવલી).
૨. ગુજરાતના મહામાત્ય વસ્તુપાલના લઘુબધુ તેજપાલે અહીં સવતેભદ્ર નામનું સુંદર જિનમદિર બંધાવ્યું હતું, જેમાં ભૂલનાયકછ શ્રી મહાવીર પ્રભુજી હતા. (વસ્તુપાલચરિત્ર)
૩. શ્રી મુનિસુંદરસૂરિજીના ગુરુબધુ ભુવનસુંદરસૂરિજીએ પાવાગઢ ઉપરના શ્રી સંભવનાથજીની આ પ્રમાણે રસ્તુતિ કરી છે
" महाप्रातिहार्यश्रिया शोभमानं सुवर्णादिवप्रत्रयीदीप्यमानम् । स्फुरत्केवलज्ञानवल्लीवसन्तं स्तुवे पावके सुधरे बम्भवंतम् ॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com