________________
નમાવાગઢ
| [ જૈન તીર્થો પંદરમી સદીમાં ખંભાતના ધર્મનિષ્ઠ એણિવર્ય શ્રી મેવાશાહે સંભવનાથ જિનના મંદિરમાં આઠ દેવકુલિકાએ કરાવી હતી અને તેની પ્રતિષ્ઠા મહાપ્રભાવિક શ્રી સેમસુંદરસૂરિજીએ કરાવી હતી.
ચાંપાનેરથી પાલીતાણાને ભવ્ય સંઘ પણ ૧૬૪૪ માં નીકળ્યો હતે.
અહીંની શ્રી કાલિકાદેવીનું આરાધન અંચલગચ્છીય આચાર્ય શ્રી આર્ય રક્ષિતસૂરિજીએ પણ કર્યું હતું. પહેલાં અહીં જૈન શિલ્પશાસ્ત્રના વિધાન મુજબ લક્ષણસંપન્ન શ્રી કાલિકા દેવીની મૂતિ હતી. અંચલગચ્છના આચાર્યવયે તે કાલિકા દેવીને વગ૭રક્ષિકા તરીકે માનતા હતા. - પાવાગઢ ઉપર નવ જિનમંદિર હતાં. મહામંત્રી વસ્તુપાલના ભાઈ તેજપાલ, ગોધરાના ઘુઘેલ રાજને જીતીને અહીં આવ્યા હતા. અહીં ઉત્સવાદિ કર્યા હતા અને સર્વતોભદ્રનું સુંદર જિનમંદિર બનાવી શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ બિરાજમાન કરાવી હતી. ચાંપાનેરનું પતન મહમદ બેગડાના સમયે થયું. તેણે પાવાગઢ અને જુનાગઢ બે ગઢ જીત્યા હતા એથી એ બેગડો કહેવાતું. તે વખતના પાવાગઢના રાણા પતાઈ રાવળને દુર્બુદ્ધિ સૂઝી અને જેમ કહેવાય છે તેમ એ રાજાએ સખીઓના સમૂહમાં આવેલ કાલિકા દેવીને હાથ પકડી પિતાની અનિચ્છનીય ઈચ્છા જણાવી હતી.
પાવા તે ગઢથી ઉતર્યા મહાકાલી રે* પરંતુ રાજાને આ અનિચ્છનીય ઈચ્છાની માંગણું ન કરવા દેવીયે સમજાવ્યા છતાં એણે ન માન્યું. એ દેવીને શ્રાપ લાગ્યો અને પાવાગઢનું પતન થયું. મંદિરે લુંટાયાં. આમાં શ્રી જીરાવલા પાશ્વનાથજીની મૂર્તિ જૈન સંઘે ગુપ્ત રાખી હતી તે ઓગણીસમી સદીમાં પ્રગટ થઈ– ૧૮૮૯ ના માગશર વદિ ૧૧ વડોદરામાં પ્રગટ થયાં. આ સંબંધી તપાગચછીય શ્રી શાંતિસાગરસૂરિજીને સ્વપ્ન આવ્યું હતું. પ્રતિમાજી પ્રગટ થયા પછી સાત વર્ષે ૧૮૯૬ ના મહાશુદિ ૧૩ના રોજ એની વડોદરામાં મામાની પોળમાં શ્રી શાંતિ સાગરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ હતી. સર્વ લેકને કલ્યાણક કરનારી હોવાથી આ શ્રી જીરાવલા પાર્શ્વનાથજીની મૂતિ કલ્યાણ પાશ્વનાથજીના નામથી અંકિત કરવામાં આવી. આ મંદિર અત્યારે પણ મામાની પોળમાં વિદ્યમાન છે. હમણું જ આ મૂર્તિની પ્રતિષ્ઠાને શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો અને શાન્તિસ્નાત્રાદિ ભણવવામાં આવ્યાં હતાં.
જેને શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી પ્રકાશિત થયેલી જૈન શ્વેતાંબર ડીરેકટરી ઈ. સ. ૧૦૯ માં ગુજરાત વિભાગમાં જણાવ્યું છે કે પાવાગઢમાં જૈન શ્વેતાંબર મંદિર છે. એક ભીડભંજન પાર્શ્વનાથજીની મૂર્તિને, વ્યવસ્થાના અભાવે, વડોદરામાં દાદા પાર્શ્વનાથજીના મંદિરમાં પધરાવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com