________________
ઇતિહાસ ] ૪ ૨૩૯ :
પાવાગઢ ખરસાણીયા સ્ટેશન છે. ત્યાંથી માત્ર એક માઈલ દૂર વેજલપુર છે. વેજલપુરમાં દર્શન પૂજન કરી વાહનદ્વારા પારોલી જઈ શકાય છે.
આ તીર્થની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે હકીક્ત મલે છે.
“કેટલાંક વર્ષો પહેલાં કરડ નદીની ભેખડમાં એક સુંદર જિનપ્રતિમા એક પત્થરની જેમ પડયાં હતાં. આ વાતની જાણ થતાં વેજલપુર, છાણી, વડેદરાના જેને અહીં આવ્યા. ભગવાનને ગાડામાં બેસાડીને દરેક ગામના સંઘો એમ ઈચ્છતા હતા કે ભગવાનને અમે લઈ જઈએ, પરંતુ થોડી જ વારમાં હાંકનાર વિના જ ગાડું એની મેળે પારોલી તરફ વળ્યું અને અત્યારે જ્યાં મંદિર છે ત્યાં જઈને ઊભું. બસ ત્યાંથી ન આગળ જાય કે ન પાછળ જાય. બધા ભક્તો સમજી ગયા કે ભગવાનને અહીં જ બિરાજમાન કરાવવાની અધિષ્ઠાયક દેવની ભાવના છે. પછી અંદર પાંચ શિખરી–મંદિર થયું અને પ્રતિષ્ઠા થઈ. પ્રતિમાજી ખૂબ ચમત્કારી હોવાથી “સાચા દેવ” તરીકે એની ખૂબ જ ખ્યાતિ થઈ. જૈન જૈનેતરે બધાય પ્રેમથીભક્તિથી પ્રભુને નમે છે અને ઈફળ પ્રાપ્ત કરે છે.
અહીં માસા સિવાય હંમેશાં રક્ત સારે રહે છે.
પાવાગઢ
ગુજરાતના સુપ્રસિદ્ધ પ્રાચીન શહેર ચાંપાનેર પાસે આવેલે પાવાગઢ આજે પંચમહાલ જીલ્લામાં આવેલ છે. ચાંપાનેર ગુજરાતના રાજા અને પાટણના
સ્થાપક વનરાજ ચાવડાના મંત્રી ચાંપાના નામથી, વનરાજે વસાવ્યું હતું. ચાંપાનેર માં એક વાર અનેક જૈન મંદિરે હતાં અને અનેક ધનવાન શ્રીમંત જેનો વસતા હતા. ચાંપાનેરને સંઘે બાવન જિનાલયનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું અને એમાં શ્રી અભિનંદન પ્રભુજી તથા શ્રી જીરાવલા પાર્શ્વનાથજીની મુખ્ય પ્રતિમાઓ બિરાજમાન હતી. આ બન્ને મૂર્તિઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૧૨ માં, વિશાખ શુદિ ૫ ને ગુરુવારે આચાર્ય શ્રી ગુણસાગરસૂરીશ્વરજીના હાથે થઈ હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવથી ચાંપાનેરના સંઘમાં ખૂબ જ ઉત્સવ અને આનંદ વતો હતે.
ચેથા શ્રી અભિનંદન પ્રભુની શાસન અધિષ્ઠાયિક “કાલિકા દેવી મહાપ્રભાવિક અને ભક્તજનેનાં વાંછિત પૂરનારી હતી. પાવાગઢમાં હિન્દુ રાજા, પૃથ્વીરાજ ચૌહાણના વંશજો રાજ્ય કરતા હતા અને તેઓ પણ આ કાલિકાને રાજ્યની રક્ષણકર્તા માનતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com