________________
ઇતિહાસ ]. [: ૨૫૫ :
મોત૨ ૧૯૬ સુધી તે કરતે હતે એમ શ્રી દીપવિજયજી પોતાના કાવી તીર્થ વર્ણનમાં લખે છે. અર્થાત્ તે સમયે પણ ગામની સ્થિતિ સારી નહિં જ હોય,
પંદર વર્ષ પહેલાં સુરતથી રેલ્વે માર્ગે જંબુસર થઈને શેઠ કલાચંદ ઘેલાભાઈ ઝવેરી તરફથી સંધ ગયા હતા. જેમાં ખર્ચ ૩૦૦૦૦ રૂપીઆ લાગ્યા હતા. ત્યાર બાદ આ ક્ષેત્રના ઉદ્ધારનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બાદ નવીન પ્રતિષ્ઠા એ પણ કરવામાં આવી છે. ઝગડીઆઇ અને કાવી તીર્થને વહીવટ એક જ કમીટી હસ્તક ચાલે છે.
માતર ગુજરાતમાં ખેડા જીલ્લાના મુખ્ય શહેર ખેડાથી ૨ માઈલ દૂર આ તીર્થ સ્થાન આવેલું છે. તીર્થની ઉત્પત્તિને ઇતિહાસ નીચે પ્રમાણે મલે છે.
ખેડા જીલ્લામાં મહુધા ગામની પાસે સહેજ ગામમાં બારેટના વાડામાંથી શ્રી સુમતિનાથ પ્રભુજીની પ્રાચીન પ્રતિમાજી નીકળ્યાં હતાં. જૈનેને ખબર પડતાં ત્યાં બધા દર્શન કરવા જતા હતા. ત્યાં માતરના શ્રાવકેને સ્વપ્ન આવ્યું કે સુહું જ
ખેડા પ્રાચીન શહેર છે, તેનું સંસ્કૃતમાં ખેટકપુર નામ ઉપલબ્ધ થાય છે. અહીં ૯ ભવ્ય જિનમંદિર અને ૫૦૦ ઘર શ્રાવકનાં છે. શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીનું ભવ્ય મંદિર છે. આમાં ત્રણ માળ છે. અષ્ટાપદ વગેરેની રચના પણ દર્શનીય છે. મૂર્તિ બહુ જ પ્રાચીન અને ચમત્કારી છે. વિશેષ માટે જુઓ પ્રગટપ્રભાવી પાશ્વ નાથ પૃ. ૧૧૦. ગુજ૨ મહાકવિ ઉદયરન અહીંના હતા. એમને સાહિત્યસેવાને કાળ ૧૭૪૯ થી ૧૭૯૯ સુધી છે. એમણે ઘણા મજૈનેને પણ જૈન બનાવ્યા હતા. તેમની ગાદી પણ ખેડામાં છે. અહીં સુમતિરસૂરિ જૈન લાયબ્રેરી તથા પુસ્તક સંગ્રહ બહુ સારે છે. જૈન કલબ, જૈન પાઠશાળા, કન્યાશાળા તેમજ ૪-૫ ઉપાશ્રય છે.
ભીડભંજન પાર્શ્વનાથની મૂર્તિ ખેડાથી પશ્ચિમ દિશામાં નદીને સામે પાર હરીયાળા ગામ પાસેના વા નીચેથી વિ. સં. ૧૫૧૬ નીuળ્યા છે. આચાર્ય શ્રી વિજયરાજસૂરિજી તે વખતે ત્યાં વિલમાન હતા. તેમણે ત્યાં નવીન જૈનો પણ બનાવ્યા. ભીડભંજન પાર્શ્વનાથની મૂતિની સાથે બે કાઉસ્સગ્ગીયા પણ નીકળ્યા હતા, જે ત્યાં મંદિરમાં જ છે. તેમજ હરીયાળાના ચાવડા રાજપુતેને પ્રતિબંધ આપી જૈન બનાવ્યા હતા જે અત્યારે “શેઠ” તરીકે ખેડામાં એાળખાય છે.
આ પછી ૧૭૯૪ માં ભીડભંજન પાર્શ્વનાથજીની ફરીથી પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે,
ખેડા ઉપરાંત પાટણમાં કે જયાં સેનાની શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીની મૂર્તિ છે. ખંભાતના તારાપુર ગામમાં, ઉનાવામાં, ઉદયપુરમાં, સુરતમાં અને પાવાગઢમાં શ્રી ભીડભંજન પશ્વનાથજીનાં સુંદર દર્શનીય મંદિરો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com