________________
મુંબઈ
: ૨૫૬ :
[ જિન તીર્થોનો ગામમાં બારેટને ત્યાં પ્રતિમાજી છે તે લાવે. બારોટને ત્યાં જુદા જુદા ગામના લેકે પોતાને ત્યાં લઈ જવા ઈચ્છતા હતા. આખરે માતરના શ્રાવકેનું સ્વપ્ન ફળ્યું. પ્રતિમાજીને ગાડામાં પધરાવતાં જ ગાડું માતર તરફ વળ્યું. આવી જ રીતે માતર જતાં રસ્તામાં નદી આવી જે ચારે કાંઠે ભરપૂર હતી. ગાડું વિના વિદને નદી પાર ઉતરી ગયું. જનતાએ કહ્યું-આ કાલમાં આ જ પ્રભુજી સાચા દેવ છે. ત્યારથી “સાચા દેવ”ના નામથી ખ્યાતિ વધી. માતરમાં પ્રથમ ૧૮૫૨ માં અને બાદમાં ૧૮૯૭ માં બાવન જિનાલયનું ભવ્ય જિનમંદિર થયું. ત્યાં સુંદર ધર્મશાલા છે. હમણાં શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી જાર સુંદર થયા છે. સુંદર બાવન જિનાલયે કરાવ્યા છે. મંદિરની સામે જ મોટી ધર્મશાળા છે. સામે ઉપાશ્રય છે. બીજી નાની ધર્મશાળા ૫ણ છે. દર પૂર્ણિમાએ ઘણા યાત્રાળુઓ લાભ લે છે અને ભાતું પણ અપાય છે.
માતર જવા માટે, અમદાવાદથી મુંબઈ જતી લાઈનમાં મહેમદાવાદ સ્ટેશને ઉતરી, ખેડા થઈ વાહન-ટાંગા-ગાડીથી માતર જવાય છે. તેમજ નડીયાદથી માતર મટર પણ જાય છે.
અગાશી. મુંબઈનું પ્રવેશદ્વાર અને પ્રાચીન સંપારક નગરની પાસેનું શહેર છે. મતીશાહ શેઠનાં વહાણ પારક બંદરે રોકાયાં હતાં. ત્યાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂતિ લાવી અહીં પધરાવી નાનું મંદિર બંધાવ્યું. બાદ શ્રી સંઘે જીર્ણોદ્ધાર કરી મોટું મંદિર ધર્મશાલા બંધાવ્યા. પાસે જ નવીન સોપારા છે ત્યાંના તલાવમાંથી પણ મૂતિઓ નીકળી હતી. મુંબઈની ઉત્તરે ઠાણા જીલ્લામાં બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેના વીરાંર સ્ટેશનથી ચાર માઈલ દૂર છે. | મુનિસુવ્રતસ્વામીની જે પ્રતિમા હાલમાં બિરાજમાન છે, તે શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયની મનાય છે. કોંકણ દેશને રાજા જૈન ધર્મી હતું અને તેના સમયમાં આ પ્રદેશમાં હજારે જૈન સાધુઓ વિચરી લેકેપકાર કરતા હતા. શ્રી નિશીથચૂણિમાં આ પ્રસંગને ઉલેખ છે. અગાશી હવા ખાવા માટે પણ વખણાય છે. અહીં સુંદર ધર્મશાળા-પુસ્તકાલય વગેરે છે. યાત્રિકે પણ ખૂબ લાભ લ્ય છે.
- મુંબઈ આ શહેર ભારતવર્ષનું બીજા નંબરનું અદ્વિતીય શહેર છે. દુનિયાભરના મોટા-મોટા શહેરોમાં તેની ગણત્રી છે. બંદર સુંદર અને સગવડતાવાળું હોવાથી વ્યાપાર માટે હિંદભરમાં પ્રથમ પંક્તિનું આ શહેર છે. દુનિયાની પંચરંગી પ્રજા અહીં જોવા મળે છે. મુંબઈ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિનું કામ છે. જેની વસ્તી અહીં સારા પ્રમાણમાં એટલે કે પચીશ હજારની આસપાસ છે. મુંબઈ સમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com