________________
કાવી-ગંધાર
- ૨૫૨ :
[ જૈન તીર્થોને ખંભાતમાં બીજી પણ નીચે પ્રમાણે સંસ્થાઓ છે.
૧. જૈન શાળા કમીટી-જે મંદિરની વ્યવસ્થા રાખે છે. જેને કન્યાશાળા, જૈન શ્રાવિકાશાળા, મહાવીર જૈન સભા, થંભતીર્થ જૈન મંડળ, જેનં યુવક મંડળ, શ્રી નેમિપ્રભાકર મંડળ, પોરવાડ યુવક મંડળ, જૈન પાઠશાળા, આયંબિલ વર્ષમાનતપ ખાતું. વગેરે વગેરે.
અમદાવાદથી મુંબઈ જતી લાઈનમાં આણંદ જંકશનથી ખંભાતની લાઈન જાય છે.
કાવી–ગધાર આ બને તીર્થસ્થાને ગુજરાતમાં પ્રસિદ્ધ છે. ગંધારમાં બે પ્રાચીન જિનમંદિરે છે. એક શ્રી મહાવીર સ્વામીનું છે અને બીજું શ્રી અમીઝરા પાર્શ્વનાથ જીનું છે. શ્રી મહાવીરસ્વામીનું મંદિર સં. ૧૫૦૦ માં બન્યાને ઉલ્લેખ છે. એ મંદિર જીર્ણ થયું હતું. હમણાં તેને જીર્ણોદ્ધાર થયે છે. બીજા મંદિરની સ્થાપના ૧૬૫૯ માં શ્રી વિજયસેનસૂરિજીના હાથે થઈ છે. શ્રી અમીઝરા પાર્શ્વનાથને શિલાલેખ આ પ્રમાણે મળે છે.
“संवत् ईलाही ४८ संवत् १६५९ वैशाख वद ६ गुरौ श्रीगंधारबंदरे समस्तसंघेन स्वश्रेयसे श्रीपार्श्वनाथर्विवं कारापितं प्रतिष्ठितं च श्रीतपागच्छे भट्टारक--श्रीहीरविजयपट्टमकराकरसुधासर-भट्टारकपरंपरापुरंदर-चवचनचातुरी चमत्कृतचित्तसकलमेदिनी मंडलाखंडलसाहिश्री अकबरदत्तबहूमान--समस्त सु. ह. हितावतंस भट्टारकपरंपरापद्मिनीप्राणप्रिय-भट्टारक-श्रीविजयसेनતિમિર *
આ શહેર સત્તરમી શતાબ્દિમાં જેનપુરી જેવું હતું. જગદગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરજી સેંકડો સાધુઓ સાથે આ જ ગંધાર નગરમાં બિરાજમાન હતા ત્યારે બાદશાહ અકબરે ફત્તેહપુરસિકી પધારવાનું નિમંત્રણ સૂરિજી મહારાજને મોકલ્યું હતું. અહિંથી સૂરિજી મહારાજ ખંભાત થઈ અમદાવાદ થઈ અનુક્રમે ફતેહપુરસિકો પધાર્યા હતા. અહીંના શ્રાવકે એ સૂરિજી મહારાજના ઉપદેશથી સિદ્ધાચલજી પર સુંદર મંદિર બંધાવ્યા હતા. આ સંબંધી શ્રી હીરવિજયસૂરિ રાસ અને શ્રીમાન જિનવિજયજીસંપાદિત પ્રાચીન લેખસંગ્રહ ભાગ બીજે જુએ. - અત્યારે આ સ્થાનમાં તદ્દન સામાન્ય ઝુંપડાં વસે છે. શ્રાવકેની વસ્તી નથી, પ્રાચીન તીર્થરૂપે છે. ભરુચથી ૧૭ ગાઉ દૂર ગંધાર છે. અહીંના મંદિરના શિલાલેખે પ્રા. લે. સં. ભા. ૨ માં ૫૬-૫૭-૫૮-૫૯ માં છપાયેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com