SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાત : ૨૫૦ : [ જૈન તીર્થોને કવિ ઋષભદાસ ખંભાતની યશગાથા ગાતાં રોજીયા-વાજીયાને પરિચય આ પ્રમાણે આપે છે પારેખ વાજીયા રાજઆ જેન સિરમણ જાણું, જીન મતવાસિ ઇન જપે, સિર વહે છનની આણ; અનેક ગુણ રાજીઆ કહેતાં ન પામું પાર રે. આ બને બધુઓએ પાંચ સુંદર જિનમંદિર બનાવ્યાં હતાં. રાણકપુર વગેરેના સંઘ કાઢયા હતા. તેઓ મહાદાનેશ્વરી, પરમ રાજ્યમાન્ય અને પરેપકારી હતા. જુઓ – “મુનિવરમાં ગુરૂ હીરજી, અસુર અકબર સાર; વણિગ વંશમાં રાજીઓ, દયા દાન નહિં પાર.” અવા ગુણસંપન્ન આ શ્રાવકે ખંભાતના રત્નરૂપ હતા. આ સિવાય સંઘવી સોમકરણ, સંઘવી ઉદયકરણ, રાજા શ્રી મહલ ઠકકર જયરાજ, જસવીર, ઠક્કર લાઈઆ વગેરે અનેક વીરપુત્રો ખંભાતમાં થયા છે. કવિવર ઋષભદાસ તેમનાં કથ્થાને પરિચય આ પ્રમાણે આપે છે. પારિષ વજઓ નિરાજીઓ, સજસ મહીમા જગમાં ગાઇએ, અઉઠ લાખ રૂપક પુણ્ય ઠામિ, અમારિ પળાવી ગામેગામિ; એસ વંશિ સોની તેજપાલ, શત્રુંજય ગીર ઉધારવી સાલ, હાહારી દોય લાખ રસચેહ ત્રીબવતીને વાસી તેહ. સોમકરણ સંઘવી ઉદયકરણ અલખ રૂપક તે પુણ્યકરણ, ઉસવંસી રાજા શ્રીમાલ અધલખ રૂપકિ ખરચઈ ભલ; , ઠક્કર જયરાજ અ નિજ સવીર, અલખ રૂપક ખરચઈ ધીર, ઠક્કર કીકા વાઘા જેહ અલખ રૂપક ખરચઈ તેહ.” ખંભાતના શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીના પ્રાચીન મંદિરમાં ઠેઠ અગિયાર શો ને પાંસઠ (૧૧૬૫)ને અને ૧૩૫ર ને લેખ છે તેમજ ૧૩૬૬ નો અલ્લાઉદ્દીનના સમયને પણ લેખ મલ્યો છે અર્થાત્ બારમી સદીથી તે ઠેઠ અઢારમી સદીના પ્રાચીન લેખે મલે છે; એમાંયે સોળમી, સત્તરમી અને અઢારમી સદીના પુષ્કળ લેખે મળે છે ખંભાતની વર્તમાન સ્થિતિ ખંભાતમાં ૭૬ જેન દેરાસરે છે. ઉપાશ્રય તથા પૌષધશાળા ૧૦, ધર્મશાળા ૩, પાંજરાપોળ ૧ અને જૈનેનાં ઘર પ૪પ છે. પાંચ જ્ઞાનભંડાર છે. ખંભાતમાં ખારવાડાને લત્તો જેની વસ્તીથી ભરચક છે તેમજ સ્થંભન પાશ્વનાથજીનું સુંદર ભવ્ય મંદિર આ લતામાં આવેલું છે. સ્થંભન પાશ્વનાથજીની • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy