________________
-
ઇતિહાસ ] : ૨૪૯ :
ખંભાત ધારીઓને પાંચ વર્ણના રેશમી વસ્ત્રો અને સારી પહેરામણું મોકલ્યાં હતાં. તેમાં માંડવગઢના મંત્રીશ્વર પેથડકુમારને પણ આ પહેરામણી મેકલાવી હતી, જે જે પેથડકુમારે ૩૬ વર્ષની યુવાનવયે સજોડે ચતુર્થ વ્રત ઉચયું હતું. આ શ્રીધર શેઠ ખંભાતના વતની હતા.
કવિ મેઘ અને કવિ ડુંગરે અહીંનાં મંદિરોના દર્શન કરી તીર્થમાળામાં ખંભાતનાં મંદિરને અમર કર્યા છે. જિનપ્રભસૂરિજીએ પણ સ્થંભનક કણ લખે છે, જે આપણે ઉપર વાંચી ગયા. ૧૨૯૪ માં લખાયેલી સમરાઈકહાની તાડપત્રીય પ્રત અને શ્રી હેમચંદ્રાચાર્યજી લિખિત પ્રાકૃત વ્યાકરણની તાડપત્રીય પ્રત શાંતિનાથજીના ભંડારમાં અહીં છે. ૧૩પ૬ માં બ્રહદ્દગચ્છના પદ્મચંદ્રસૂરિ પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ ચોકશીની પળમાં શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં છે. ૧૩૮૦ શ્રી કકસૂરિજી પ્રતિષ્ઠિત ચતુવિંશતિ જિનપટ્ટ શ્રી ચિન્તામણિના મંદિરમાં છે.
વિ. સં. ૧૪૦૦ દેશળશાહના પુત્ર સહજપાળની ભાર્યા નયન દેવીએ કરાવેલ સમવસરણ ખારવાડાના શ્રી સીમંધર સ્વામીજીના મંદિરમાં છે.
- ખંભાતના સત્યવાદી સોની ભીમનું દષ્ટાંત પણ પ્રસિદ્ધ છે, જેમણે જીવના જોખમે પણ સત્યવ્રત પાળ્યું હતું. આ સિવાય બીજા પણ પ્રાચીન અર્વાચીન ઘણું ઐતિહાસિક પ્રસંગે છે જે લંબાણના ભયથી નથી આપ્યા. વિશેષ જોવા ઇરછનાર મહાનુભાવે ખંભાત ચિત્ય પરિપાટી નામનું પુસ્તક જેવું.
મંત્રીશ્વર કર્મચંદ્ર પ્રબંધમાં ઉલ્લેખ છે કે સમ્રાટુ અકબરે એક વર્ષ સુધી અહીંના દરીયામાંથી માછલી વગેરેના શિકારની બંધી કરાવી હતી.
અઢારમી સદીના પ્રસિદ્ધ તીર્થમાલાકાર શ્રી શીતવિજયજીએ પણ ખંભાતના મંદિરનું સુંદર વર્ણન કર્યું છે.
સમરાશાહના પુત્ર સાજણસિંહ ખંભાતમાં હતા ત્યારે સંખલપુરના કચરશાહે ખંભાતમાં આવી વ્યાખ્યાન વચ્ચે અરજ કરી બહુચરાજીની જીવહિંસા-બલિદાન બંધ કરાવવા વિનંતિ કરી હતી. સાજણસિંહે કેચર વ્યવહારને સંખલપુરને અધિકારી બનાવ્યા છે અને તેમણે બહુચરાજી પ્રમુખ બાર ગામમાં અહિંસાને વિજય વાવટો ફરકાવ્યો હતે.
શ્રી હેમચંદ્રાચાર્યજીના સમયમાં સે કરોડપતિઓ અહીં વસતા હતા.
અહીંની જુમ્મા મસિદ પણ એક પ્રસિધ્ધ જન મંદિરનું જ રૂપાન્તર છે. અહીંને જૂનો કિલ્લે ખૂબ જ મજબૂત અને અભેદ્ય કહેવાતે. તેનાં ખંડિયેર પણ અત્યારે છે. ખંભાતને દરિયો પણ પ્રસિદ્ધ છે. ગુજરાતનું આ પ્રાચીન મહાન વ્યાપારી બંદર ગણાતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com