________________
ખંભાત
: ૨૪૮ :
[ જૈન તીર્થોને કેમકે કલિયુગને વિષે અમારું આગમન દુઃખને માટે ન થાઓ. સૂરિજીએ એ પ્રમાણે કર્યું. તે પછી સૂરિજીએ) સંઘની સાથે ચિત્યવંદન કર્યું. ત્યાં સ થે ઊંચું મંદિર કરાવ્યું. તે પછી શાંત રાગવાળા સૂરિજીએ શ્રી પાર્શ્વનાથસ્વામીને (તે મંદિરમાં) બિરાજમાન કર્યો. તે મોટું તીર્થ પ્રસિદ્ધ થયું. અનુક્રમે ઠાણાંગ આદિ નવ અંગની ટીકાઓ તે પૂર્વે શીલાંકાચાર્યસૂરિજીએ કરેલી હતી તે પછી પણ વરતીર્થની લાંબા સમય સુધી સૂરિજીએ પ્રભાવના કરી.
(શ્રી સ્થભનક-કલપશિલૅચ્છ સમાપ્ત) ખંભાતની ઐતિહાસિકતા–
ખંભાતના દાનવીરોમાં રાજીયાવાજીયા, તેજપાલ સંઘવી, ઉદયકરણ સંઘવી વગેરે મુખ્ય થયા છે. મહાકવિ રાષભદાસજી પણ ખંભાતના જ હતા. ખંભાતમાં શ્રી સમસુંદરસૂરિજી, જગદ્ગુરુ હીરવિજયસૂરિજી, શ્રી વિજયસેનસૂરિજી અને શ્રી વિજયદેવસૂરિજી વગેરેએ ઘણી ઘણી પ્રતિષ્ઠાઓ, ઉત્સવ કર્યો છે ને સંઘ કઢાવ્યા છે. શત્રુંજય ગિરિરાજ ઉપર સંઘવી તેજપાલે સત્તરમી સદીમાં લાખ થાહરી ખચી જીદ્ધાર કરાવ્યું હતું. સૂરિજીના સમયમાં અહીં દીક્ષાઓ પણ ઘણું થઈ છે. . વિજયસેનસૂરિજીનું સ્વર્ગગમન અહીં થયું હતું. તેમના સ્મારકરૂપ રસ્તૂપ–પાદુકાઓ હતી તે અત્યારે ભોંયરો પાડાના શ્રી શાંતિનાથજીના મંદિરમાં છે.
વિક્રમની બારમી સદીથી ખંભાતને ગૌરવપૂર્ણ ઈતિહાસ ઉપલબ્ધ થાય છે. બારમી સદીના ઉત્તરાર્ધમાં ( ૧૧૫૦ લગભગ ) સગાનવસહિકામાં શ્રી હેમચદ્રાચાર્યજીની દીક્ષા થઈ છે. તેમના સમયમાં ગુજરાતના મુખ્ય મંત્રી ઉદાયનમુંજાલ વગેરે અહીં અવારનવાર આવતા. મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે અહીંના મુસલમાન વ્યાપારી સિયદને પરાસ્ત કરી, તેના આમંત્રણથી આવેલા શંખરાજને પણ હરાવી વિજય મેળવ્યો હતો. અને ખંભાતની પ્રજાને શાંતિ આપી હતી. અહીં તેમણે સુંદર ભવ્ય જિનમંદિર કરાવ્યું હતું.
તેમના સમયમાં જગચંદ્રસૂરિજીના પટ્ટધર દેવેદ્રસૂરિજી થયા, તેમજ વિજયચંદ્રસૂરિજી પણ થયા. તેમના સમયમાં ખંભાતમાં જ વડી પોશાળ અને લઘુ પિશાળ એમ બે જુદા મતભેદો પડ્યા હતા.
પ્રસિદ્ધ દાનવીર અને ધર્મવીર શ્રીધર શેઠ જેમણે સમ્યક્ત્વ અને શીલ વતને નિયમ કર્યો હતો, સમ્યક્ત્વના ઉદ્યાપનમાં દરેકે ગામે ગામ સેનાપહેરે અને લાડુ મોકલ્યા હતા અને શિયલ વ્રતના ઉદ્યાપનમાં શિયલત્રત-ચતુર્થ વ્રત
* શ્રી વિજયસેનસુરિજીનું સ્વર્ગગમન ખંભાત પાસેના અકબરપુરમાં થયું હતું. ત્યાં તે સમયે ત્રણ સુંદર જિનમંદિર હતાં. અત્યારે ત્યાં કાંઈ જ નથી. સમ્રાટુ જહાંગીરે અરિજીના સ્વર્ગસ્થાને સ્તૂપ બનાવવા દશ વીઘાં જમીન ભેટ આપી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com