________________
-
-
-
ઇતિહાસ ]
ખંભાત ત્યાં રસસિદ્ધિને વૃત્તાંત પૂછતા હતા. તે (ચંદ્રલેખા ) તે રસસિદ્ધિ જાણવા તે નાગાન)નાં માટે મીઠાવાળી રસોઈ કરતી. છ માસ ગયા ત્યારે આ રસોઇ ખારી છે એમ તે નાગાર્જુને દોષ કાઢો. ચેષ્ટાથી રસસિદ્ધિ જાણુને તે સ્ત્રોએ પુત્રને કહ્યું. વાસુકીએ આ (નાગાર્જુનને જે દાભના અંકુરાથી મૃત્યુ કહ્યું હતું તે તે પુત્રેએ પરંપરાથી જાણ્યું. તે દાભના શસ્ત્રવડે નાગાર્જુન હણાય. જ્યાં રસસિદ્ધિ થઈ હતી ત્યાં સ્થંભન નામનું ગામ થયું. તે પછી કાળાંતરે તે બિંબ વદન માત્ર વજીને ભૂમિની અંદર છે અંગ જેનું એવું થયું. તે પછી ચંદ્રકુળમાં શ્રી વર્ધન માનસૂરિજીના શિષ્ય શી જિનેશ્વરસૂરિજીના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી ગુજરાતમાં સંભાણક નામના ગામમાં વિચરતા આવ્યાં ત્યાં (તેમને) મહાવ્યાધિના વશથી ઝાડા આદિને રોગ થયા તેથી નજીકના નગર અને ગામમાંથી પખી પ્રતિક્રમણ કરવાને માટે આવવાની ઇચ્છાવાળે મિચ્છામિદુક્કડં દેવાને માટે વિશેષ પ્રકારે સર્વ સંઘને બોલાવવામાં આવ્યું. તેરશની મધ્યરાત્રે શાસનદેવીએ આચાર્યને બેલાવ્યા. હે ભગવન ! તમે જાગે છે કે સૂતા છે? તેથી મંદ સ્વરથી આચાર્ય બાલ્યા મને નિદ્રા કયાંથી ? દેવીએ કહ્યું-આ સુતરની નવ કેકડીઓ ઉકેલે. આચાર્યે કહ્યું-હું શકિતમાન નથી. દેવીએ કહ્યું-કેવી રીતે શક્તિમાન નથી ? હજી તે વીરતાથેની લાંબા કાળ સુધી પ્રભાવના કરશે. આચાર્ય કહ્યું-આવા શરીરવાળે - હું કેવી રીતે કરીશ ? દેવીએ કહ્યું- સ્થંભનપુરમાં શેઢી નદીના કાંઠે ખાખરાનાં વૃક્ષેની મધ્યમાં સ્વયંભૂ શ્રી પાર્શ્વનાથ પ્રભુ છે તેની આગળ દેવવંદન કરો જેથી સ્વસ્થ શરીરવાળા થશે. તે પછી પ્રભાતમાં બોલાવેલા શ્રાવક સંઘે આચાર્યને વંદન કર્યું. આચાએ કહ્યું–થંભનપુરમાં પાર્શ્વનાથને અમે વંદન કરીશ. સંઘે વિચાર્યું ખરેખર કેઇએ સૂરિજીને ઉપદેશ કર્યો છે તેથી આમ બેલે છે. તે પછી સંઘે પણ કહ્યું અમે પણ વંદીશું.
તે પછી ડેળીમાં બેસીને જતા સૂરિજીને કંઈક સ્વસ્થતા થઈ. આથી ધોળકાથી આગળ પગે ચાલીને જતા (સૂરિજી) થંભનપુરમાં પહોંચ્યા. શ્રાવકે સર્વ ઠેકાણે પાર્શ્વનાથ પ્રતિમાને જોવા લાગ્યા. સૂરિજીએ કહ્યું-ખાખરાનાં વૃક્ષની મધ્યમાં જુઓ. તેઓએ તે પ્રમાણે કર્યું ત્યાં) શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું મુખ જોયું. ત્યાં હમેશાં એક ગાય આવી તે પ્રતિમાના મસ્તક ઉપર દૂધ મૂકતી હતી તેથી ખુશ થએલા શ્રાવકે જે પ્રમાણે દેખ્યું હતું તેમ આચાર્યશ્રીને કહ્યું. અભયદેવસૂરિજી પણ ત્યાં ગયા અને સુખના દર્શન માત્રથી ગાસિકળ વાદળણ ઈત્યાદિ નવીન કરેલી ગાથાથી સ્તુતિ કરી. તે પછી સોળમી ગાથા કરી (ત્યારે) આખી પ્રતિમા (ભૂમિમાંથી) પ્રગટ થઈ. આથી જ સોળમી ગાથામાં જ gaam (પ્રત્યક્ષ શએલા હે જિનેશ્વર ! જ્યવતા વ) કહ્યું છે. એમ બત્રીશ ગાથાઓ પૂર્ણ કરી. છેલ્લી બે ગાથાઓ દેવતાને અત્યંત આકર્ષણ કરનારી હોવાથી દેવે વિનંતી કરી કે-હે ભગવન્! હું ત્રીશ ગાથાથી સાનિધ્ય કરીશ માટે છેલ્લી બે ગાથા ગેપવી દે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com