________________
ખંભાત
: ૨૪૬ :
[ જૈન તીર્થોને રાજપુત્રની ભોપલ નામની સૌદર્યવતી પુત્રીને જોઈને ઉત્પન્ન થયે છે રોગ જેને અને તેણીને સેવતા એવા વાસુકી નાગરાજને નાગાર્જુન નામને પુત્ર થયો. પુત્રનાં સ્નેહથી મેહિત મનવાળા વાસુકી પિતાએ તેને મેટી અષધીઓનાં ફળ, મૂળ અને પાંદડાં ખવરાવ્યાં. તેના પ્રભાવથી તે મોટી સિદ્ધિઓથી યુક્ત થયા અને સિધ્ધપુરુષ એ પ્રમાણે ખ્યાતિ પામેલે તે પૃથ્વીને વિષે ફરતે શાલિવાહન રાજાને કલાગુરુ થયે. તે ગગનગામિની વિદ્યા શીખવાને માટે ( આચાર્યને ) પગલેપના પ્રભાવથી આકાશમાં ઊડતા જોયા. અષ્ટાપદ આદિ તીર્થોને નમસ્કાર કરીને પોતાના સ્થાનમાં આવેલા તેમના પગને ધોઈને એક સે ને સાત ઔષધિઓનાં નામ આપવાથી વર્ણથી અને ગંધથી જાણીને ગુરુ ઉપદેશ વિના પાપ કરીને ( નાગાર્જુન ) કુકડીનાં બચ્ચાની જેમ ઊડતે કૂવાના કાંઠે પડ્યો. ઘાથી જર્જરિત અંગવાળા તેને ગુરુએ પૂછ્યું-આ શું થયું ? તેણે જે બન્યું હતું તે કહ્યું. તેની હોશિયારીથી આશ્ચર્ય પામેલ ચિત્તવાળા આચાર્યશ્રી તેનાં મસ્તક ઉપર હાથરૂપ કમળ મૂકીને બોલ્યા કે–સાઠી ચેખાના પાણીથી તે ઔષધીઓ વાટીને પગે લેપ કરીને આકાશમાં ઊડવું તેથી તે, તે સિદ્ધિને પામીને ખુશી થયે, ફરીથી કઈ વખત ગુરુમુખથી સાંભળ્યું કે શ્રી પાર્શ્વનાથ પ્રભુની આગળ સધાતો અને સ્ત્રીનાં લક્ષણેથી યુક્ત પ્રકાશતી સ્ત્રીથી મર્દન કરતો રસ કેટીવેધી થાય. તે સાંભળીને તે શ્રી પાર્શ્વનાથ પ્રતિમાને શેધવા લાગ્યો. અહીં દ્વારિકામાં સમુદ્રવિજય દશાહે શ્રી નેમિનાથ ભગવાનના મુખથી મહાપ્રભાવશાળી અને રત્નમયી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા જાણીને પ્રાસાદમાં સ્થાપન કરીને પૂછ. દ્વારિકાના દાહ પછી સમુદ્રવડે ગ્રહણ કરાયેલી તે પ્રતિમા તે જ પ્રમાણે સમુદ્રની મધ્યમાં રહી. કાળાંતરે કાંતિનગરીવાસી ધનપતિ નામના વહાણવટીઆનું વહાણ ત્યાં થંભી ગયું. અહીં જિનબિંબ છે એમ દેવવાણીથી ( ધનપતિએ જણ્ય ). નાવિકને પ્રવેશ કરાવીને કાચા સુતરના. સાત તાંતણાથી બાંધીને (તેણે પ્રતિમા સમુદ્રમાંથી કઢાવી ) ( તે પ્રતિમાને તે શેઠે ) પોતાની નગરીમાં લઈને પ્રાસાદમાં સ્થાપન કરી. અચિંત્ય લાભથી ખુશી થએલા એવા તેનાથી (તે પ્રતિમા ) હંમેશાં પૂજાતી હતી. તે પછી સર્વ અતિશય યુકત તે બિંબને જાણીને નાગાને રસસિદ્ધિને માટે ગ્રહણ કરીને શેઢી નદીના કિનારે સ્થાપન કર્યું. તે પ્રતિમા )ની આગળ રસ સાધવાને માટે શાલિવાહન રાજાની ચંદ્રલેખા નામની મહાસતી પટ્ટરાણીને સિદ્ધ વ્યંતરની સહાયથી ત્યાં બોલાવીને દરરોજ રસમદન કરાવવા લાગ્યો. એ પ્રમાણે ત્યાં ફરી ફરી જવા આવવાથી તેણીવડે ( નાગાર્જુનને ) બંધુમાવે સ્વીકાર કરાયે. તે તેને ઔષધના મદનનું કારણ પૂછવા લાગી. તેણે કેટી રસધનું વૃત્તાંત જેમ હતું તેમ કહ્યું.
એક વખત પિતાના અને પુત્રને તે સ્ત્રીએ કહ્યું કે-આને રસસિદ્ધિ થશે. રસલુબ્ધ તે પુત્ર પિતાનું રાજ્ય છેડીને નાગાર્જુન પાસે આવ્યા. કપટથી રસને લેવાની ઈચ્છાવાળા અને ગુપ્ત વેશવાળા તેઓ જ્યાં નાગાર્જુન ભેજન કરતે હતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com