________________
ઇતિહાસ ]. ૨૪૩ :
ખંભાત રામચંદ્રજી વગેરે લકેશ્વરને જીતી સીતાજીને લઈને પાછા આવ્યા. પ્રભુજીને ખૂબ ભક્તિથી વંદન કર્યું અને ત્યાં રહી અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. બાદ અાધાજી ગયા. અહીં પ્રતિમાજી દેવાથી પૂજાતી હતી.
આ પ્રમાણે ઘણો સમય વ્યતીત થઈ ગયે. વચમાં લાખ વર્ષોનું અંતર ચાલ્યું ગયું. બાદ બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથજીના સમયમાં શ્રીકરણ વાસુદેવ થયા. તેઓ યાત્રા કરતા કરતા સમુદ્રકિનારે આવ્યા કે જ્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનું ઉપર્યુક્ત મંદિર હતું. જિનમંદિરમાં જઈ ખૂબ પ્રભુભક્તિ કરી. પ્રભુજીની તાજી પૂજા જોઈ તેમને આશ્ચર્ય થયું કે અહીં જંગલમાં તેણે પૂજા કરી હશે? આ પ્રમાણે શંકા ઉત્પન્ન થવાથી તેઓ છુપાઈને જોવા લાગ્યા. તેવામાં પાતાલવાસી નાગકુમાર દેવે આવી ખૂબ ભક્તિભાવથી જિનવરેન્દ્રની પૂજા કરી. આ જેમાં શ્રી કૃષ્ણજી પણ પ્રસન્ન થયા અને ત્યાં પ્રગટ રૂપે આવ્યા. વાસુકીદેવ શ્રી કૃષ્ણને પિતાના સ્વધર્મી બધુ તરીકે મળ્યા. વાસુકી દેવે પ્રતિમા જીના પ્રભાવની પ્રશંસા કરી કહ્યું કે “ પૂર્વે આ પ્રતિમાજીને મહારાજે પૂછ. હતી. બાદ ધરણેન્દ્ર દેવે અહીં ભવ્ય જિનમંદિર બંધાવ્યું. ત્યાર પછી રામચંદ્રની મનવાંછા પૂરી થઈ હતી.” આ બધું સાંભળી શ્રી કૃષ્ણને પણ એ પ્રતિમાજી પિતાની નગરી દ્વારિકામાં લઈ જવાનું મન થયું. પછી દેવની રજા લઈ શ્રી થંભન પાર્શ્વનાથજીની પ્રતિમાજીને દ્વારિકા લાવ્યા. ત્યાં સુવર્ણ પ્રાસાદ બનાવી પ્રભુજીની સ્થાપના કરી નિરંતર ભક્તિપૂર્વક પ્રભુપૂજા કરવા લાગ્યા.
જ્યારે દ્વારિકાને દહનસમય નજીક આવ્યું ત્યારે અધિષ્ઠાયક દેવની સૂચનાથી શ્રી કૃષ્ણજીએ પ્રભુજીની પ્રતિમાને સમુદ્રમાં પધરાવી દીધી. - ત્યાર પછી ઘણે સમય વ્યતીત થઈ ગયે. એક વાર કાન્તિ નગરીના ધનદત્ત શેઠ વહાણુ ભરી સમુદ્રમાં વ્યાપાર ખેડવા નીકળ્યા. સમુદ્રમાં અચાનક તેમના વહાણ સ્થિર થઈ ગયાં. ધનદત્ત શેઠ અને વહાણમાં રહેલાં મનુષ્ય ઉદાસ થઈ ગયાં. તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અધિષ્ઠાયક દેવે કહ્યું કે તમારાં વહાણ જ્યાં છે ત્યાં નીચે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા છે તેને બહાર કાઢી, કાન્તિનગરીમાં લઈ જઈ, મંદિર બનાવી બિરાજમાન કરે. ધનદ શેઠે પ્રતિમાજી બહાર કાઢ્યાં અને કાન્તિનગરીમાં લઈ જઈ મંદિર બનાવી પ્રભુજીને બિરાજમાન કર્યા.
બાદ શાલિવાહન શક સંવત પ્રવર્તક)ના સમયમાં નાગાર્જુન નામને મહાયોગી થયે. તે ઘણી વિદ્યાઓ જાણતું હતું. તેણે તે સમયના સુપ્રસિદ્ધ મહાત્મા જેનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિજીની પાસેથી અનેક વિદ્યાઓ શીખી તેમનું શિષ્યપણું સ્વીકાર્યું હતું. નાગાર્જુને ગુરુજીના નામથી શ્રી સિધ્ધગિરિની તલાટીમાં પાદલિપ્તપુર( પાલીતાણા)ની સ્થાપના કરી.
આ નાગાર્જુને પોતાની વિદ્યા સિદ્ધ કરવા કાન્તિપુરીથી, શ્રી થંભન પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com