________________
ખંભાત
: ૨૪ર :
[ જેન તીને સાગરાનંદસૂરિજીનું આનંદ પુસ્તકભંડાર, શેઠ નગીનદાસ જેન હાઈસ્કુલ, બે જૈન કન્યાશાળાઓ પાઠશાળાઓ પણ સારી ચાલે છે. શેઠ દેવચંદ લાલભાઈની ધર્મશાળા ને બીજી પણ ધર્મશાળાઓ છે.
સુરતમાં જેની વસ્તી સારા પ્રમાણમાં છે. ધાર્મિક રુચિ અને શ્રદ્ધા પણ સારી છે. ઝવેરાતને મુખ્ય ધંધે જેનાના હસ્તક છે. સુરત જરીના કામ માટે ભારતવર્ષમાં પ્રસિદ્ધ છે. સુરતના લોકો શોખીન છે અને તેથી ત્યાંના લેકોને “સુરતી લાલા” એવા ઉપનામથી ઓળખવામાં આવે છે. મુંબઈ ઇલાકામાં આગળ પડતું શહેર છે અને તાપીના કાંઠે હેવાથી બંદર તરીકે પણ તેની સારી ખ્યાતિ છે. અંગ્રેજ લોકોએ સુરતમાં પિતાની કેઠી નાખેલ.
આ સિવાય કતાર ગામમાં શ્રી આદીશ્વર ભગવાનનાં બે સુંદર મંદિરે છે. રાંદેરમાં પણ મુનિસુવ્રતસ્વામીનું, આદિનાથજીનું, બે માળનું ભવ્ય મંદિર પાશ્વનાથજીનું, મનમોહન પાર્શ્વનાથજીનું અને ચિન્તામણી પાર્શ્વનાથજીનું મંદિર તેમજ લાયબ્રેરી પાઠશાળા વગેરે છે.
શ્રી સ્થંભન પાર્શ્વનાથજી (ખંભાત) આ તીર્થસ્થાનમાં બિરાજમાન શ્રી સ્થંભન પાર્શ્વનાથજીની પ્રતિમા ઘણાં જ પ્રાચીન અને ચમત્કારી છે. આ પ્રતિમાજીને ઈતિહાસ નીચે પ્રમાણે મળે છે.
વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં થયેલા રામચંદ્રજી અને લક્ષ્મણજી વનવાસમાં રહેતા હતા તે સમયે લકેશ્વર રાવણે રામચંદ્રજીની પત્ની સતીશિરોમણી સીતા દેવીનું અપહરણ કર્યું. ત્યારપછી રામચંદ્રજી અને લક્ષ્મણજી સીતાજીને શેાધતા શોધતા સૈન્ય સહ લંકાની આ બાજુ આવી પહોંચ્યા. વચ્ચે મહાન સમુદ્ર અને સામે પાર લંકા નગરી હતી. સમુદ્રને કેવી રીતે પાર કર તેની ચિંતામાં આસપાસ જોઈ ત્યાં નજીકમાં પડાવ નાખ્યું. થોડી વારમાં જ સમુદ્ર કિનારે રહેલ એક ભવ્ય જિનમંદિર જોયું. જિનમંદિરમાં જઈ દર્શન કર્યા. ત્યાં ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય પ્રતિમાજી હતાં. બન્ને ભાઈઓએ આવા નિર્જન સ્થાનમાં શ્રી પાર્શ્વનાથજીની ભવ્ય પ્રતિમાજીના દર્શન કરી આશ્ચર્યચકિત થઈ પ્રભુની ખૂબ સેવાભક્તિ કરી. તપ, જપ અને ધ્યાનપૂર્વક પ્રભુની આરાધના કરી. તેમની ભક્તિથી સમુદ્રાધિષ્ઠાયક દેવ પ્રસન્ન થયા અને તેમની ઈચ્છાનુસાર સમુદ્રનું જલ થંભાવી દીધું. બાદ સમુદ્ર ઉપર પાજ બાંધી રામચંદ્રજી અને લક્ષ્મણજી સિન્ય સહિત સામે પાર પહોંચી ગયા. પ્રભુજીની ભક્તિથી સમુદ્રનું જલ થંભાઈ ગયું તેથી પ્રભુજીની સ્થંભન પાશ્વનાથજી તરીકે ખ્યાતિ થઈ.
આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજીના ઉપદેશથી પાલીતાણામાં તળાટી નીચે શ્રી વહમાન જૈન આગમમંદિર બન્યું છે તેવું જ સુરતમાં વદ્ધમાન જૈન બાગમમંદિરતલખપત્ર ઉપરનું આગમમંદિર બનવાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com